SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉસો-૧ ૩૧૭. શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાન વાળો થાય છે. અમ્યાન ભાવે નવદીક્ષિતની, કુલની, ગણની, સંઘની અને સ્વધર્મીની સેવા કરનાર [૪૩૨] પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ સમાન ધર્મવાળા સાંભોગિકને ભોજન મંડળીથી બહાર કરતો થકો જીનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, યથા અકૃત્ય - પાપકાર્યને સેવનાર, પાપકાર્યનું સેવન કરીને ગુરુને નિવેદન નહિ કરનાર, ગુરપાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તરૂપ તપનો આરંભ નહિં કરનાર, તપનો આરંભ કરીને પરિપૂર્ણ તપ નહિ કરનાર, અરે આ ગચ્છ પ્રસિદ્ધ સ્થવિર પોતે પણ વારંવાર દોષનું સેવન કરે છે. તો તે મારું શું કરી શકશે? એ પ્રમાણે બળ બતાવનાર. પાંચ કારણો વડે શ્રમણ નિગ્રંથ સાંભોગિક સાધુને પ્રારાંચિત પ્રાયશ્ચિત આપે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, તે કારણો આ છે- જે ગુરૂકુલમાં રહે છે તે જ કુલ ને છિન્નભિન્ન કરવા તત્પર બનેલ છે. જે ગણમાં (કુલ સમૂહને ગણ કહે છે) રહે છે તેમાં ભેદ પાડવા તત્પર થયેલને. હિંસાપેક્ષા – આચાર્યદિને વધ કરવાની પ્રતીક્ષા કરનારને છિદ્રપ્રેક્ષી - આચાયાદિને અપમાનીત કરવા માટે તેના છિદ્રો શોધનારને વારંવાર અંગુષ્ઠપ્રશ્ન આદિ અથવા સાવદ્ય અનુષ્ઠાનના પ્રયોગ કરનારને. [૪૩૩ આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિગ્રહના પાંચ કારણો કહેલ છે, આચાર્ય અથવા ઉપાધ્યાયના ગણમાં રહેવાવાળા શ્રમણોને આ કાર્ય કરો.” અથવા “આ કાર્ય ન કરો, એવી આજ્ઞા અને ધારણા કરે નહિ. ગણમાં રહેવાવાળા મુનિ દીક્ષાપયિમાં જ્યેષ્ઠાદિના ક્રમથી સમ્યગુ પ્રકારે વંદન ન કરે. આચાર્ય ઉપાધ્યાય જે શ્રત-સૂત્રને જાણે છે પણ પોતાના શિષ્યોને જેને જે આગમની વાચના દેવાની છે તેને તે ન આપે તો કલહ થાય છે. આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાના ગણમાં ગ્લાન અથવા શૈર્ય ની સેવા માટે સમ્યગ વ્યવસ્થા ન કરે તો ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા વિના વિહાર કરે તો આચાર્ય ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહ પાંચ કારણો છે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા શ્રમણોને આજ્ઞા અથવા ધારણા સમ્યક પ્રકારે કરે. ગણમાં રહેવાવાળો શ્રમણ દીક્ષાપયયિમાં જ્યેષ્ઠને અનુક્રમથી સમ્યક પ્રકારે વંદન કરે. ગણમાં કાલક્રમથી જેને જે આગમની વાચના આપે. આચાર્ય - ઉપાધ્યાય ગણમાં ગ્લાન અથવા નવદીક્ષીતની સેવા માટે સમ્યક વ્યવસ્થા કરે. ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરીને જવિહાર કરે. [૪૩૪] પાંચ નિષદ્યાઓ છે. - ઉત્કટકા - ઉભડક બેસવું. ગોદોહિકા - ગાય દોહવાના આસનથી બેસવું. સમપાદયુતા - સમાન પગ અને પુતજમીનને સ્પર્શ કરીને બેસવું. પર્યકા - પલાંઠી વાળીને બેસવું. અર્ધપર્યકા - અધ પદ્માસનથી બેસવું. પાંચ આર્જવ સ્થાન કહ્યા છે. - શુભ આર્જવ, શુભ માર્દવ. શુભ લાઘવ. શુભ ક્ષમા, શુભ નિલોંભતા [જરી પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો છે- ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. દેવ પાંચ પ્રકારના કહેલ છે - ભવ્ય દ્રવ્ય દેવ - દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ. નરદેવ - ચક્રવર્તી, ધર્મદિવ-સાધુ દેવાધિદેવ-અરિહંત ભાગદેવ- દેવભવના આયુને પામેલ. [૪૩] પાંચ પ્રકારની પરિચારણા- વિષયસેવના કહેલી છે. જેમકે- કાય - પરિચારણા-કેવળ કાયાથી મૈથુન સેવન કરવું, સ્પર્શ-પરિચારણા કેવળ સ્પર્શથી વિષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy