________________
૩૧૬
ઠાણ-પ/૧૪૩૦ રાંધવાના પાત્રમાંથી કાઢેલો આહાર જો ગૃહસ્થ આપે તો લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ, અંતચારી - ભોજન કર્યા પછી વધેલો આહાર લેવાવાળો મુનિ. પ્રાન્તચારી-તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા મુનિ. રુક્ષચારી-લૂખો આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા, મુનિ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે- અજ્ઞાતચારી - પોતાની જાતિકુલ આદિનો પરિચય દીધા વિના આહાર લેવાના અભિગ્રહવાળા. અન્ન ગ્લાનચારીબીજા રોગી માટે ભિક્ષા લાવનારા. મૌનચારી - મૌન ધારણ કરી ભિક્ષા માટે અટન કરનાર. સંસૃષ્ટ- કલ્પિક- લેપવાળા હાથથી કલ્પનીય આહાર આપશે તો લઈશ એવી પ્રતિજ્ઞાવાળા મુનિ. તજ્જાત સંસૃષ્ટકલ્પિક-જે વસ્તુ આપવામાં આવે તેજ વસ્તુથી લિપ્ત હાથથી આહાર આપશે તો લઈશ, એવા અભિગ્રહવાળા મુનિ.
ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણને યોગ્ય કહેલ છે. - ઔપનિધિક - અન્ય સ્થાનથી લાવેલો આહાર લેવાવાળો મુનિ, શુષણિક - નિર્દોષ આહારની ગવેષણા કરનારા. સંખ્યાદત્તિક - નિર્ધારિત સંખ્ય અનુસાર જ આહાર લઈશ એવો અભિગ્રહ કરીને આહારની એષણા કરનાર મુનિ. દ્રષ્ટલાભિક - દેખેલી વસ્તુ લેવાના સંકલ્પવાળો મુનિ. પૃષ્ઠલાભિક - આપને આહાર આદિ આપું? – એ પ્રમાણે પૂછીને આહાર આપે તો લઇશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - આયંબીલ કરનારો મુનિ. નિર્વિકૃતિક. ઘી આદિની વિકૃતિને ન લેવાવાળો મુનિ. પુરિમાઈક દિવસના પૂર્વાર્ધ સુધી આહારનો પ્રત્યા- ખ્યાન કરવાવાળો મુનિ. પરિમિત પિંડપાતિક - પરિમિત આહાર લેવાવાળો મુનિ. ભિન્ન પિંડપાતિક - ટુકડા ટુકડા કીધેલ આહાર લેવાવાળો મુનિ.
ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રન્થોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરસાહારી, વિરસાહારી, અંતાહારી, પ્રાન્તાહારી, રક્ષાહારી. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરસજીવી યાવત્ રુક્ષજીવી. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે, જેમકે
સ્થાનાતિપદ - કાયોત્સર્ગ કરનાર મુનિ. ઉત્કટુકાસનિક- ઉકડુ આસને બેસનાર મુનિ. પ્રતિમાસ્થાયી- એક રાત્રિક આદિ પ્રતિમાઓને ધારણ કરનાર યુનિ. વીરસાનિકવીરાસનથી બેસનાર મુનિ. નૈષધિક- પલાંઠી વાળી બેસનાર મુનિ.ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે, - દંડાપનિક- સીધો પગ કરી સુવાવાળો મુનિ, લંગડશાયી - પગ અને મસ્તક ભૂમિ પર રાખી અને કમ્મર ઊંચી કરીને સુંવાવાળો મુનિ. આતાપક- શીત અથવા ગ્રીષ્મની આતપના લેનાર મુનિ. આપાગૃતક- વસ્ત્રરહિત રહેવાવાળો મુનિ. અકંડુપક-જે શરીરને ખંજવાળતો નથી એવો મુનિ.
૪૩૧] પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળો થાય છે. અમ્લાનભાવે આચાર્યની સેવા કરનાર. ઉપાધ્યાયની સેવા કરનાર, સ્વવિરની સેવા કરનાર. તપસ્વીની સેવા કરનાર ગ્લાનની સેવા કરનાર પાંચ કારણોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org