________________
સ્થાન-૨, ઉદેસો-૩
૨૩૭ ગર્ભમાં વિકવણ કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં ગતિ-પયય પામે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં સમુદ્ધાત કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં કાળસંયોગ (કાળજનિત અવસ્થાઓનો અનુભવ) કરે છે. બે પ્રકારનાં જીવો આયાતિ (ગર્ભથી બહાર આવવું) પામે છે. બે પ્રકારનાં જીવો ગર્ભમાં મરણ પામે છે. બે પ્રકારના જીવોનાં શરીર ચામડી અને સંધિબંધનવાળા કહેલ છે, જેમ કે- મનુષ્યોના અને તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકારના જીવો શુક્ર અને શોણિત થી ઉત્પન્ન થાય. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિ બે પ્રકારની છે.-કાયસ્થિતિ અને ભવસ્થિતિ.બે પ્રકારના જીવોની કાયસ્થિતિ છે.- મનુષ્યોની અને તિર્યંચ પંચેન્દ્રિયની બે પ્રકારના જીવોની ભવસ્થિતિ છે. જેમ કે-દેવોની અને નરયિકોની (કેમકે દેવ મરીને દેવ અને નારક મરીને નારક હોતા નથી. માટે એમની કાયસ્થિતિ હોતી નથી.) આયુ બે પ્રકારના કહેલ છેઃ જેમ કે-અલ્પાયુ અને ભવાયું બે પ્રકારનાં જીવોનું ભવાયું કહેલ છે. જેમકે-દેવોનું અને નૈરયિકોનું. કર્મ બે પ્રકારના છે, જેમ કે પ્રદેશ કમ અને અનુભાવ કર્મ. બે પ્રકારનાં જીવ યથાબદ્ધ આયુષ્ય પૂર્ણ કરે છે. જેમ કે દેવ અને નરયિક. બે પ્રકારનાં જીવોનું આયુષ્ય વિષશસ્ત્રાદિ ઉપક્રમવાળું કહેલ છે. જેમ કે મનુષ્યોનું અને પંચેન્દ્રિય તિર્યંચયોનિઓનું.
[૮] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં અત્યન્ત તુલ્ય, વિશેષતા રહિત. વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, આકાર અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નહીં કરવાવાળા બે વર્ષ (ક્ષેત્ર) કહેલ છેઃ જેમ કે- ભરત અને ઐરાવત, એ પ્રમાણે હેમવત અને હિરણ્યવત, હરિવર્ષ અને રમ્યકવર્ષ, જાણવા. આ જમ્બુદ્વીપમાં મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્રો કહેલ છેઃ જે અત્યન્ત સમાન વિશેષતા રહિત છે. તે છે પૂર્વ વિદેહ અને અપરવિદેહ, જંબૂદ્વીપવત મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે કુર (ક્ષેત્ર) કહેલ છેઃ જે પરસ્પર અત્યન્ત સમાન છે, તે દેવકુર અને ઉત્તરકુર. ત્યાં બે વિશાલ મહાવૃક્ષો છે, જે પરસ્પર સર્વથા તુલ્ય, વિશેષતા રહિત વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉંડાઇ, આકૃતિ અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. તે છે કૂટશાલ્મલી અને જંબૂસુદર્શના ત્યાં મહાઋદ્ધિવાળા યાવતું મહાનું સુખવાળા અને પલ્યોપમન સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમ કે-વેણુદેવ, ગુરૂડ અને અનાઢિયદેવ બંને જબૂદ્વીપના અધિપતિ છે.
' [૮૭] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષઘર પર્વત છે. તે પરસ્પર સર્વથા સમાન, વિશેષતા રહિત, વિવિધતા રહિત, લંબાઈ પહોળાઈ, ઉંચાઇ, ઊંડાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. જેમ કે લઘુ હિમવાન પર્વત અને શિખરી પર્વત આ પ્રમાણે મહાહિમાવાન અને રૂકિમ, નિષધ અને નીલવાન પર્વતોના સંબંધમાં પણ જાણવું જોઈએ. જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં હૈમવત અને એરણ્યવત ક્ષેત્રમાં બે ગોળ વૈતાઢય પર્વત છે, જે અતિસમાન વિશેષતા અને વિવિધતા રહિતચાવતુ-સર્વથા સમાન છે. તે છે- શબ્દાપાતી અને વિકટાપાતી. ત્યાં મહાદ્ધિવાળા-યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેમના નામ છેસ્વાતિ અને પ્રભાસ. જમ્બુદ્વીપવર્તી મેર પર્વતના ઉત્તર અને દક્ષિણમાં હરિવર્ષ અને રમૂકવર્ષમાં બે ગોળ વૈતાઢય પર્વતો છે જે સર્વથા સમાન છે. યાવતુ- તેમના નામ છે ગન્ધાપાતી અને માલ્યવંતપર્યાય. ત્યાં મહાદ્ધિવાળા યાવતું પલ્યોપમની સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org