________________
૨૩૬
ઠાણું - ૨/૩/૮૧
પ્રકારના છે. -તાલ શબ્દ અને લાત-પ્રહારનો શબ્દ. શબ્દની ઉત્પત્તિ બે પ્રકારથી હોય છે. જેમકે-પુદ્ગલોના ૫રસ્પર મિલનથી. અને પુદ્ગલોનાં ભેદથી.
[૮૨] બે પ્રકારના પુદ્ગલ પરસ્પર સંબંધ હોયછે. જેમકે-સ્વયં (સ્વભાવથી) જ પુદ્દગલ એકઠા થઇ જાય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ એકઠાં કરાય છે બે પ્રકારથી પુદ્ગલ અલગ અલગ હોય છે. જેમકે-સ્વયં જ પુદ્ગલ અલગ હોય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ ભિન્ન કરાય છે. બે પ્રકારથી પુદ્ગલમાં રિશાટન થાય છે. જેમકે સ્વયં જ પુદ્ગલ સડે છે. અથવા અન્ય દ્વારા સડાવાય છે. આ જ પ્રમાણે બે પ્રકારથી પુદ્ગલ પડે છે અને આ પ્રમાણે પુદ્ગલ નષ્ટ થાય છે. પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભિન્ન અભિન્ન પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભેદુરધર્મા (સ્વભાવથી ક્ષણે ક્ષણે નષ્ટ થવાવાળા) અને અભેદુધર્મા (નહીં નષ્ટ થવાવાળા). પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકેપરમાણું પુદ્ગલ અને પરમાણુંથી ભિન્ન સ્કંધ. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે સૂક્ષ્મ અને બાદર. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે-બદ્ધપ્રાર્થ સ્પષ્ટ અને સંબદ્ધ. જેમ ઘ્રાણેન્દ્રિય આદી સાથે ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો અને નો-બદ્ધપ્રાર્થ સ્પષ્ટ-જે ત્વચાચામડીથી સ્પષ્ટા જ હોય પરંતુ બદ્ધ ન હોય, જેમ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય શબ્દ પુદ્ગલ.
[૮૩] શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-પર્યાપ્ત (કર્મપુદ્ગલોની જેમ પૂર્ણ રૂપેણ ગૃહીત) અને અપર્યાપ્ત એવી જ રીતે આત્ત (શરીરાદિરૂપે ગૃહીત) અને અનાત્ત (અગૃહીત)ના ભેદથી પણ પુદ્ગલ બે પ્રકારના છે. શબ્દ બે પ્રકારના છે. ગૃહીત અને અગૃહીત. એવી જ રીતે ઇષ્ટ અનિષ્ટ, કાન્ત-અકાન્ત, પ્રિય-અપ્રિય મનોજ્ઞ અમનોજ્ઞ, મણામ-અમણામના ભેદથી પણ બે-બે ભેદો જાણવા જોઇએ. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પ્રત્યેકમાં પૂર્વોક્ત છ-છ આલાપક જાણવા જોઇએ.
[૮૪] આચાર બે પ્રકારનો છેઃ જેમ કે-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચાર બે પ્રકારનો કહેલ છેઃ જેમ કે-દર્શનાચાર અને નોદર્શનાચાર. નોદર્શનાચાર બે પ્રકારનો કહેલ છેઃ જેમ કે ચારિત્રાચાર અને નોચારિત્રાચાર. નોચારિત્રાચાર બે પ્રકારનો કહેલ છે. જેમકે-તપાચાર અને વીચાર. પ્રતિમાઓ બે કહેલ છેઃ -સમાધિપ્રતિમા અને ઉપધાનપ્રતિમા પ્રતિમા બે પ્રકારની છેઃ વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગપ્રતિમા. પ્રતિમાઓ બે પ્રકારની છેઃ જેમ કે-ભદ્રા અને સુભદ્રા પ્રતિમાઓ બે પ્રકારની છે. જેમ કે-મહાભદ્રપ્રતિમા અને સર્વતોભદ્રપ્રતિમા. પ્રતિમાઓ બે છે, જેમ કે-લઘુમોક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, પ્રતિમાઓ બે છેઃ જેમ કે યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજ્રમધ્યચન્દ્ર પ્રતિમા, સામાયિક બે પ્રકારની છેઃ જેમ કે-અગાર (દશિવરિત) સામાયિક્ અને અનગાર (સર્વ વિરતિ) સામાયિક.
[૮૫] બે પ્રકારનો જીવોના જન્મને ઉપપાત કહેલ છે. જેમ કે-દેવોના અને નૈયિકના. બે પ્રકારનાં જીવોનું મરવું ઉપવર્તના કહેવાય છે. જેમકે-નૈયિકોનું અને ભવનવાસીદેવોનું. બે પ્રકારનાં જીવોનું મરવું ચ્યવન કહેવાય છેઃ જેમ કે-જ્યોતિકોનું અને વૈમાનિકોનું. બે પ્રકારનાં જીવોની ગર્ભથી ઉત્પત્તિ હોય છે. જેમકે-મનુષ્યોની અને તિસઁય પંચેન્દ્રિયની. બે પ્રકારના જીવ ગર્ભમાં રહેતા આહાર કરે છે. જેમ કે-મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવ ગર્ભમાં બુદ્ધિ પ્રાપ્ત કરે છે. જેમ કે-મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. એ જ પ્રમાણે બે પ્રકારના જીવો ગર્ભમાં અપચય પામે છે. બે પ્રકારના જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org