________________
- દશમા અધ્યાયના આરંભે:
તત્વાર્થ સૂત્રનો આ અંતિમ અધ્યાય છે. અંતિમ લક્ષ્યવાચી તત્વને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સાત સૂત્રોની સુંદર ગુંથણી આ અધ્યાયમાં કરેલી છે.
કુલદશ અધ્યાયમાં કથન કરાયેલા તત્વાર્થસૂત્રમાંના પ્રથમ ચાર અધ્યાયથકી નીવતત્ત્વ ની પ્રરૂપણા કરાઈ, પછી મનીવ તત્વને પાંચમા અધ્યાયમાં નિરૂપીત કરાયું, કાશવતત્વ સમજાવવા અધ્યાયમાં વન્યતત્ત્વ તત્વ વિષયક સૂત્ર ગુંથણી કરી. સંવર તત્વને પ્રધાનપણે પ્રગટ કરવાપૂર્વક નિર્જરા તત્વવિષયકવાતને વણી લેતો એવોનવમો અધ્યાયસૂત્રકાર મહર્ષિ દ્વારા આકાર પામ્યો. હવે છેલ્લું તત્વ અને છેલ્લો અધ્યાય પ્રસ્તુત છે.
આ રીતે દશમા અધ્યાયનો મુખ્ય પ્રતિપાદ્યવિષયમોક્ષતત્ત્વ છે. જેમાં પ્રથમ બે સૂત્ર થકી કેવળ જ્ઞાન [-કેવળદર્શનપણ ની ઉત્પત્તિ દર્શાવી છે, ત્રીજા અને ચોથાસૂત્રથી મોક્ષની પ્રાપ્તિ નું સ્વરૂપ જણાવેલ છે, મોક્ષ થતા જીવની ગતિ કયાં થાયતે પાંચમા સૂત્રમાં જણાવી, આ ગતિ કઈ રીતે થાય તેનું સ્વરૂપ છઠ્ઠા સૂત્ર દ્વારા દર્શાવાયું છે.
સૌથી છેલ્લે સાતમું સૂત્રસિધ્ધિની વિવિધ અનુયોગ વડે વિચારણા કરવા સંબંધે છે. આ રીતે આ મોલ વિષયક અધ્યાય માં કેવળજ્ઞાન-મોક્ષ-ગતિ -સિધ્ધ સંબંધિ વિચારણા એ ચાર વસ્તુનો સુંદર સમન્વય કરાયો છે.
પરમ ઉપાસ્ય તત્ત્વને પામવાનો માર્ગ જાણ્યો, તત્સમ્બન્ધીસમન્ જ્ઞાનથી વિદિત થયા બાદ તે તત્ત્વની વિચારણા થકી સૂત્રકાર મહર્ષિએ શીવમંદિરના દ્વારે લાવીને મૂકી દીધાં છે. હવે તત્ત્વ પ્રાપ્તિ પુરુષાર્થ એજ આ અધ્યાયની ફલશ્રુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org