SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તવાધિગમ સૂત્ર) તત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્વાર્થ ની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy