________________
અધ્યાયઃ ૯ સૂત્ર: ૧૯
જ અવમૌદર્ય-ઉણોદરી તપ:
૧- પોતાની સુધાની આવશ્યકતા કરતા ઓછો આહાર લેવો તે અવમૌદર્ય અર્થાત ઉણોદરી કહેવાય.
૨- નવ-ઓછું મૌર્ય-ઉદર પૂર્તિ પણું.
દ્રવ્ય થી સુધા કરતાં ન્યૂન આહાર કરવો અને ઉપકરણાદિની ન્યૂનતા કરવી તે અવમૌદર્ય કે ઉણોદરીકા
Hવ થી રાગાદિ ને ન્યૂન કરવા તે ભાવઅવમૌદર્ય
આ તપમાં પુરુષનો આહાર ૩૨-કવલ-કોળીયા પ્રમાણે ગણી ને યથાયોગ્ય પુરુષનું અવમૌદર્ય ૮-૧૨-૧૬-૨૪ અને ૩૧ કવલ ભક્ષણથી પાંચ પ્રકારે છે. અને સ્ત્રીનું અવમૌદર્ય ૭-૮-૧૨-૨૦-૨૭ કવલ ભક્ષણ વડે પાંચ પ્રકારે છે.
૩-સામાન્યથી પુરુષનો આહાર૩૨-કોળીયા અને સ્ત્રીનો આહાર ૨૮ કોળીયા કહેવાય છે એટલે કે પોતાને યોગ્ય આહારથી કંઈક ઓછો આહાર કરવો અથવા તો પોતાના ઉદર ને તેની આવશ્યકતા કરતા ઓછું ભરવું તે ઉણોદરી કે અવમૌદર્ય તપ.
૪-અવમ શબ્દ ૩ને કેન્યૂન શબ્દોનો પર્યાયવાચી છે જેનો અર્થ ઓછુંકે ખાલી એવો પણ અહીં સ્વીકારાયેલો છે.
ડદ્ર નો અર્થ પેટ થાય છે અર્થાત ખાલી પેટને નવમોર નામે સૂત્રકાર મહર્ષિ કહે છે. અવમૌર્ય-અવમોદર નો ભાવ. ખાલી પેટ રહેવા પણું.
જધન્ય અને ઉત્કૃષ્ટને છોડીને મધ્યમ કવલની અપેક્ષાએ અવમૌદર્ય ત્રણ પ્રકારે કહ્યું છે (૧)અલ્પાહાર-અવમૌદર્ય, (૨)ઉપાધઅવમૌદર્ય, (૩)પ્રમાણપ્રાપ્તથી કંઈકન્યૂનઅવમૌદર્ય
૫- ભૂલથી ઓછો આહાર લેવો તે અવમૌદર્ય ઉિણોદરી તપ. કોને કેટલો આહાર લેવો. તેનો નિર્ણય તો તેની ભૂખને આધારે જ થઈ શકે છે. છતાં એક સામાન્ય માપ તરીકે પુરુષને ૩૨ કોળિયા અને સ્ત્રીનો ૨૮ કોળીયા આહાર ગણાવાય છે.
અહીં કોળીયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું અથવા સુખપૂર્વક [-મુખને વધારે પહોળું કર્યા સિવાય)મુખમાં પ્રવેશે તેટલું ગણેલું છે.
જધન્ય ઉણોદરી પુરુષને ૩૧ કપલ અને સ્ત્રીને ૨૭ કવલ છે.
ઉત્કૃષ્ટ ઉણોદરી પુરુષને ૮ કવલ અને સ્ત્રીને ૭ કવલ છે. અહીં આઠ કે સાત કોળીયા ના માપ કરતાં આપણી સ્વાભાવિક જરૂરીયાતનો ચોથો ભાગ તે ઉત્કૃષ્ટ ઉણોદરી સમજવી. ઉણોદરી તપથી શરીરમાં સ્ફર્તિ રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તત્તા, અલ્પનિદ્રા, સંતોષ આદિ ગુણો વિકસે છે, સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક થાય છે.
જ વૃત્તિ-પરિસંખ્યાનઃ૧-વિવિધ વસ્તુઓની લાલચને ટુંકાવવી તે વૃત્તિ પરિસંખ્યાન.
૨-દવ્યાદિક ચાર ભેદે મનોવૃત્તિનો સંક્ષેપઅર્થાત દ્રવ્યથી અમુક વસ્તુનો,ક્ષેત્રથી અમુક સ્થાનનો, કાળથી અમુક કાળે અને ભાવથી રાગ-દ્વેષ સહિત પણે જ ભિક્ષાવગેરેના અભિગ્રહ ધારણ કરવાતે વૃત્તિ પરિસંખ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org