________________
૮૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે અનશનઃ૧-મર્યાદિત વખત માટે કે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ૨-એટલે નહીં, અને મગન એટલે આહાર.
સિધ્ધાન્ત વિધિએ આહારનો ત્યાગ કરવો તે મનને તપ. પરંતુ વ્રત પ્રત્યાખ્યાનની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતો નથી. તેને માત્ર લંઘન કહેવાય છે
૩- ચાર પ્રકારના આહારનો શકિત અનુસાર વિધિપૂર્વક ત્યાગ કરવો તે અમુક કાળ પર્યન્ત નો ઈત્વર કથિક અને જાવજજીવ સુધી કરવો તે યાવત્ કથિક તપ કહેવાય છે.
૪-સંયમની રક્ષાને માટે અને કર્મોની નિર્જરા ને માટે જે ઉપવાસ, છ8 અઠ્ઠમ વગેરે કરવા તેને સમ્યગુ અનશન નામક તપ કહે છે.
પ- અનશન એટલે આહારનો ત્યાગ -નવકારશી, પોરસી,એકાસણુ,આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ,અટ્ટમ, માસક્ષમણ યાવત્ છમાસ સુધીના ઉપવાસ (મધ્યના ર૪ તીર્થકરમાં આઠમાસના ઉપવાસ,પ્રથમ તીર્થકરમાં ૧-વર્ષના ઉપવાસ પર્યન્ત તપને ઇવર કથિત અનશન કહેવાય છે -ચોવિહાર મુદિસહિયં પચ્ચખાણ આદિનો સમાવેશ પણ ઈન્વરકથિક માં થાય છે.
થાવજજીવિક અનશન ના ત્રણ ભેદો કહ્યા છે
(૧)ભકત પ્રત્યાખ્યાન -જીવનપર્યતનું ભકતપ્રત્યાખ્યાન અર્થાતત્રણ કે ચાર આહારનો ત્યાગ. આ તપમાં શરીર ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયાઓ સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે તેમજ અમુક ચોક્કસ પ્રદેશમાં જ જઇ શકાય તેવો કોઈ નિયત પ્રતિબંધ નથી
(૨) ઈગિની -ઈગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત અમુક જ ભાગમાં હરવું-ફરવું આદિચેષ્ટા થઇ શકે તે ઇગિની અનશન. આ અનશનમાં ચારે આહારનો ત્યાગ હોય છે. શરીર, પરિકર્મ સ્વયં કરી શકે છે પણ બીજા પાસે કરાવી શકે નહીં તેમજ નિયત કરેલા પ્રદેશની બહાર જઈ ન શકાય.
(૩) પાદપોપગમન:-પાઇપ એટલે વૃક્ષ, ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યન્ત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન અનશન. જેમ પડીગયેલ વૃક્ષ જેમનું તેમજ રહે છે તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ જીવનપર્યન્ત રહે છે. અંગોપાંગનું પણ હલન ચલન કરી શકાતું નથી.
આ અનશનમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ રહે છે.
આ ત્રણે પ્રકારના અનશનમાં પૂર્વ-પૂર્વના અનશન કરતા પછી પછીનું અનશન અધિક શ્રેષ્ઠ કહ્યું છે જો કે આ ત્રણે અનશન વૈર્યવાન સાધક જ સ્વીકારી શકે છે તો પણ પછી-પછીના અનશન સ્વીકારનાર અધિક વૈર્યવાન હોય છે. આવુ અનશન સ્વીકારનાર વૈમાનિક - દેવલોકમાં કે મોક્ષમાં અવશ્ય જાય છે
-અશન,પાન,ખાદિમ,સ્વાદિમ એટલે કે ખાવા યોગ્ય,પીવા યોગ્ય,મુખવાસાદિક સ્વાદ યોગ્ય પદાર્થો તેમાંના બે-ત્રણ કે ચારેનો દેશથી કેસર્વથી ત્યાગ, તેને અનશન કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org