________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૯
૮૭
પછી અવશ્ય મોક્ષ જ થાય. અને આરભંથી અંત્ય બિંદુ પર્યન્ત જો સંકડાયેલ હોય તો તે ચારિત્ર છે. સામાયિક ચારિત્ર.
અધ્યાયઃ-સૂત્રઃ૧૯
[1]સૂત્રહેતુઃ- સંવર તથા નિર્જરાના હેતુભૂત એવા તપધર્મ ના બાહ્ય તપના ભેદોને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે.
] [2]સૂત્ર:મૂળ:-અનશનાવમૌર્યવૃત્તિ સિક્ક્લ્યાન પરિત્યાવિવિત शय्यासनकायक्लेशा बाहयं तपः
[] [3]સૂત્ર:પૃથ-અનશન विविक्तशय्यासन - कायक्लेशा बाहयं तपः
-
अवमौदर्य - वृत्तिपरिसंख्यान - रसपरित्याग
[] [4]સૂત્રસારઃ- અનશન,અવમૌદર્ય,વૃત્તિ પરિસંખ્યાન,રસપરિત્યાગ,વિવિક્ત શય્યાસન, કાયકલેશ [એમ છ પ્રકારે] બાહ્યતપ છે.
] [5]શબ્દશાનઃ
અવમૌર્ય-ઉણોદરી
અનશન-આહાર ત્યાગ વૃત્તિપરિસંધ્યાન-દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,ભાવથી વૃત્તિનો અભિગ્રહ રસરિત્યા-વિગઇ,યુકત,સ્વાદિષ્ટ આહારનો ત્યાગ વિવિખ્તરશાસન-એકાંત શય્યાસન-સંલીનતા જાય∞શ-કાયાને કલેશ પહોંચે તેવો તપ તે કાયકલેશ
[6]અનુવૃત્તિઃ- આ સૂત્રમાં કોઇ સ્પષ્ટ અનુવૃત્તિ નથી.
[] [7]અભિનવટીકાઃ-વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઇતું આધ્યાત્મિક બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે તાપણી માં તપાવાય છે તે તે બધું તપ છે. આ તપ બાહ્ય અને અત્યંતર બે ભેદે કહેવાયેલ છે.
બે ભેદે કહેવાયેલ એવા તપ શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૧:૨ તપસનિર્જરા વ માં કરાયેલીછે. નોંધપાત્રવિશેષ વાત હોય તો એટલી જ કે અહીંપૂર્વસૂત્ર૨:૪ ના સમ્યક્ શબ્દની અનુવૃત્તિ પણ જોડવાની છે. અર્થાત્ તપ શબ્દ થી સમ્યકૃતપ જ લેવાના છે જો સભ્યતાપ હોય તો જ તે સંવર અને નિર્જરાનું સાધન બની શકે છે. વળી સૂત્રકારે પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં તપ કર્મ નિર્જરા માટે હોવો જોઇએ તેવું કહેલ છે.
Jain Education International
બાહ્યતપઃ- જેના છ ભેદ આ સૂત્રમાં કહેવામાં આવેલા છે તે તપને બાહ્યતપ કેમ કહ્યો છે? જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્ય અપેક્ષાવાળું હોવાથી બીજા વડે દેખી શકાય છે તે બાહ્યતપ.
આ છ તપને બાહ્યતપ કહેવામાં આવે છે, કારણ કે તેનું આચરણ બહારથી જોઇ શકાય છે કયારેક અંદરની ઇચ્છા રહિત બહારથી બીજાને દેખાડવા માટે પણ કરી શકાય છે For Private & Personal Use Only
www.jainelibrary.org