________________
૯૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૩- જરૂરી ભોગ્ય વસ્તુઓ વિવિધ અભિગ્રહ પૂર્વક-નિયમ સ્વરૂપમાં ગ્રહણ કરવાની વાપરવાની વૃત્તિ -પ્રવૃત્તિ તે વૃત્તિ પરિસંખ્યાન.
૪-સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે વૃત્તિ પરિસંખ્યાન અનેક પ્રકારે હોય છે. જેમ કે ઉન્સિપ્ત,અન્નપ્રાન્ત ચર્યા આદિમાંથી સંકલ્પ વાળી વસ્તુ મળે તોજ આહારાદિ ગ્રહણ કરવા અન્યથા ન કરવા. એ જ રીતે અડદ, મગ,કાંજી,સાથવો વગેરેમાંથી અભિગ્રહ કરેલ વસ્તુજ લેવી પણ અન્ય વસ્તુન લેવી તે વૃત્તિ પરિસંખ્યાન.
પ-વૃત્તિ એટલે આહાર, અને તેનું પરિસંખ્યાન એટલે ગણતરી. આહારનીલાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારનો આહાર લેવો એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિ પરિસંખ્યાન.
વ્યવૃત્તિ પરિસંથાન-મારે અમુક જ દ્રવ્યો લેવા તે સિવાયના દ્રવ્યોનો ત્યાગ અથવા અમુક સંખ્યામાંજ દ્રવ્યો લેવા તેથી વધારે સંખ્યાના દ્રવ્યોનો ત્યાગ તે દ્રવ્ય અભિગ્રહ.
ક્ષેત્ર વૃત્તિપરિસંકલન -અમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રનો ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી તે સિવાયના ઘરોનો ત્યાગ અથવા ક્ષેત્ર આશ્રિત કોઈ ચોક્કસ સ્થિતિ સ્વીકારવી તે સિવાયની સ્થિતિ કે સિવાયનું ક્ષેત્ર અથવા ઘર હોય તો ગોચરી ન લેવી. જેમ કે પ્રભુ મહાવીરે અભિગ્રહ ધારણ કર્યો ત્યારે એક પગ ઘરમાં અને એક પગ ઉંબર બહાર હોય તે સ્થિતિમાં વહોરાવે તો લેવું તેમ નકકી કરેલું.
ત્રિવૃત્તિપરિસંથાને -બપોરના જ સમયે ભિક્ષા ગ્રહણ કરવી. અમુક કાળે જ ભિક્ષા ગ્રહણ કરવી, અમુક સમય ગાળામાં છે અને જેટલું મળે તે જ લેવું વગેરે અભિગ્રહતે કાળથી વૃત્તિ પરિસંખ્યાન.
માવવૃત્તિ પરિસંધ્યાન - વહોરાવનાર વ્યક્તિના અમુક કોઇ એક કે ચોક્કસ ભાવને આશ્રિને વૃત્તિનો અભિગ્રહ કરવો તે. જેમ કે હસતો પુરુષ વહોરાવતો લેવું, માથુ ખંજવાડતો પુરુષ,પૂર્વાવસ્થા સંભારી રડતી રાજકુમારી વગેરે ભાવો છે. અને આ ભાવ પૂર્વક વહોરાવે તો લેવું એમાવવૃત્તિપરિસંડ્યાને
આતપથી આહારલાલસા કાબુમાં આવે છે. આપત્તિમાં ધીરતા રહે છે, અશુભ કર્મોનિજર છે રસના ઈન્દ્રિય જન્ય આશ્રવોનોનિરોધ થઈ શકે છેતપ-સંયમની સાધનામાં ખૂબજ સહાયક બને છે.
- રસ પરિત્યા:૧-ધી,દુધ આદિ તથા દારૂ,મધ,માખણ આદિ વિકારક રસોનો ત્યાગ કરવો. તે
-રસ એટલે દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-તળેલી વસ્તુ એ ક લઘુવિગઈ,તથા મદિરામાંસ-માખણ-મધ એ ચાર મહાવિગઈ, ત્યાં મહાવિગઈનો સર્વથા ત્યાગ અને લઘુ વિગઈનો દૂત્રાદિ ચાર ભેદે યથાયોગ્ય ત્યાગ કરવો તે રસત્યાગ.
૩-આત્મામાંવિકૃત્તિભોગાકાંક્ષા વધારે તેને વિગઈઓ કહી છે. જેથી આત્મામાં વિકાર જાગે તેવા પદાર્થો ન લેવા-વાપરવા તેને રસત્યાગ તપ કહ્યો છે.
૪-સ્વોપજ્ઞ ભાષ્યમાં રસપરિત્યાગ પણ અનેક ભેદે કહેલો છે. જેમ કે મધ-માંસ-મધુ અને માખણ. એ ચાર જે રસવિકૃત્તિ છે તેનો પરિત્યાગ કરવો અથવા વિરસ-નીરસરૂક્ષ આદિ પદાર્થ ને આહારમાં ગ્રહણ કરવો તે રસપરિત્યા તપ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org