________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બાદર સંપરાય એટલે સ્થૂલ કષાય. જયાં સુધી આ સ્થૂલ કષાયોનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એટલે કે નવમા ગુણસ્થાનક અનિવૃત્તિ બાદર સમ્પરાય-ગુણ સ્થાનક]પર્યન્ત આ બાવીસે પરીષહો નું અસ્તિત્વ સંભવે છે.
પ્રશ્ન:- બાદરસમ્પરાય સંયતને ૨૨-પરીષહો નું અસ્તિત્વ કઈ રીતે કહ્યું?
બાદર સમ્પરાય સંયતોને મોહનીય આદિ આઠ પ્રકારના કર્મોનું અસ્તિત્વ હોય છે. પરીણામે તેને મોહનીય,જ્ઞાનાવરણ,અંતરાય અને વેદનીય એ ચારે પ્રકૃત્તિ જન્ય બાવીસ પરીષહોનું અસ્તિત્વ સંભવે છે.
કર્મગ્રન્થાનુસાર કહીએ તો “જે જે કર્મોના ઉદયથી પરીષહો આવે છે તે સર્વે કર્મોનો ઉદય નવમા ગુણ સ્થાનક સુધી હોવાથી ત્યાં સઘળા પરીષહો સંભવે છે. માટે અહીં બાદર સમ્પરાય સુધીના સંયતને ૨૨-પરીષહ નો સંભવ કહેલો છે.
» વિશેષઃ
(૧)બાદર સમ્પરાયમાં બાવીશ પરીષહોનો સંભવ કહેવાથી તે પૂર્વેની તમામ આત્મા કક્ષાએ [અર્થાત્ કર્મગ્રન્થાનુસાર કહીએ તો તે પૂર્વેના ગુણ સ્થાનોમાં પણ આ બાવીસે પરીષહો નો સંભવ હોય છે તેમ સમજી જ લેવું.
(૨)દિગમ્બર સંપ્રદાયમાં તો સ્પષ્ટ અર્થજ એ રીતે લખ્યો કે “પ્રમત્ત સંયત થી માંડીને બાદર સમ્પરાય સુધીની કક્ષાના બધાંજ સાધુઓને મોહનીયાદિકર્મ નિમિત્તને કારણે સઘળાં પરીષહો સંભવે છે. [અર્થાત થી ૯ ગુણઠાણા સુધી ૨૨-પરીષહ સંભવે છે.]
U [8] સંદર્ભઃ
$ આગમસંદર્ભ-લવિદા નં પંતે શ્રત પરીષદ VVUત્તા ? વિમા ! વાવીરૂપરીક્ષા પUUી..ગવિદ વરસ છું માપ વાવીસ પારસી ' જ થઈ, શ.૮,૩.૮,૩૪૩–૧,૨૦
# તત્વાર્થ સંદર્ભઃ- શ્રુત્પિપાસાશીતોupવંશ સૂત્ર. ૧:૧ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ બીજો ગાથા-૨ –વિવરણ (૨)નવતત્વ ગાથા-૨૮ -વિવરણ U [9]પદ્યઃઆ સૂત્રના બંને પદ્યો આ પૂર્વેના સૂત્રઃ૧૨ ના પદ્યો ની સાથે સંયુકત પણે કહેવાઈ ગયા છે.
U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં બાદર સમ્પરાય પર્યન્તના સંયત ને ૨૨-પરીષહોનું અસ્તિત્વ છે તેમ કહ્યું પણ તેનું કારણ શું? તો કહે છે કે માત્ર કર્મોનું અસ્તિત્વ એ જ એક કારણ છે. આઠ પ્રકારના કર્મોનું અસ્તીત્વ બાવીસે પ્રકારના પરીષહોનું નિમિત્ત છે. જો આપણે પરીષહોમાંથી મુકત થવું હોય તો તેના નિમિત્તરૂપ એવા કર્મોના પંજામાંથી મુકત થવું જોઈએ. આ કર્મોના પંજામાંથી મુકત થવું એટલે સંવરઅને નિર્જરાતત્વની ઉપાસના કરવી અને સંવર અને નિર્જરા તત્વની ઉપાસનાનું પારંપરીક પરિણામ એટલે મોક્ષ.
S T U M T U |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org