________________
૬૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૦ સંયત કહ્યા છે. અહીં જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે છદ્મ કર્મોના અસ્તિત્વ ને લીધે તેને છદ્મસ્થ કહ્યું છે અને મોહનીય ના સંપૂર્ણ ક્ષય કે ઉપશમને કારણે રાગ ન વર્તતો હોવાથી તેને વીતરાગ કહેલા છે. આવા છદ્મસ્થ વીતરાગને ચૌદ પરીષહ હોય છે.
હવે જો કર્મગ્રન્થ પ્રસિધ્ધ ગુણસ્થાનક ને આધારે આ વાત ઘટાવીએ તો અહીં બે અર્થો સ્વીકારવા પડશે
(૧)જયાં મોહનીય નો સર્વથા ઉપશમ થયો છે અને ઘાતી કર્મોને કારણે [જ્ઞાનાવરણ,દર્શનાવરણ અંતરાયને કારણે] છદ્મસ્થ છે તે ઉપશાંત કષાય વીતરાગ છઘસ્થ નામક અગીયારમું ગુણઠાણું.
(૨)જયાં મોહનીયનો સર્વથા ક્ષય થયો છે અને જ્ઞાનાવરણ,દર્શનાવરણ અંતરાય એ શેષ છદ્મ કર્મો હજુ વિદ્યમાન છે તે ક્ષીણ કષાય વીતરાગ છવાસ્થ નામક બારમું ગુણઠાણું છે.
આટલી વ્યાખ્યાનો સાર એ કે અગીયારમાબારમા વીતરાગ છઘસ્થ ગુણ સ્થાનકે આ ચૌદ પરીષહો હોય છે અથવા તો ઉપરોકત છદ્મસ્થ વીતરાગની વ્યાખ્યાનુસાર ના સંયત ને ચૌદ પરીષહો હોય છે.
વતુર્વર-ચૌદશબ્દ એ પરીષહોનું સંખ્યાવાચી વિશેષણ છે. પણ તેમાં ક્યા ચૌદ પરીષહો લેવાં તે નક્કી થઈ શકે નહીં. તો પછી અહીં સુતુ પિપાસા આદિચૌદ નક્કી કઈ રીતે કર્યા?
(૧)સ્વોપજ્ઞ ભાષ્યમાં આપેલ ચૌદ નામોને આધારે.
(૨)માનો કે ફકત સૂત્ર ઉપરથી જ આ સાબિતિ આપવી હોયતો પરસ્પર સૂત્ર સંબંધો ને સમજીને પણ આ ચૌદનામો આપી શકાય.
સૂત્ર ૯:૧૪ -નમોર. સૂત્ર ૯:૧૫ વારિત્ર મોદે....નાખ્યાતસ્વીનિષોશયાના પુરસ્કાર:
હવે જયારે મોહનીય નો અત્યંત અલ્પ ભાવ હોય, ઉપશમ હોય કે ક્ષય થયો હોય તે સંજોગોમાં મોહનીય કર્મના ઉદયથી થતાં આ અદર્શન,નાન્ય,અરતિ, સ્ત્રી, નિષધા,આક્રોશ યાચના,સત્કાર,પુરસ્કાર, એ પાઠ પરીષહોમાં આ આઠ પરીષદો થવાના નથી માટે સ્વાભાવિક જ છે કે બાકીના ૧૪ પરીષહોને જ પરીષહરૂપે ગણીને અહીં નોંધવા પડે છે. -જે નોંધ સ્વોપજ્ઞ ભાષ્યમાં સીધેસીધી જ આપી છે.
* ચૌદ પરીષહોના નામ:- (૧)સુધા, (૨)પિપાસા (૩)શીત (૪)ઉષ્ણ (૫)દેશમશગ(૬)ચર્યા, (૭) પ્રજ્ઞા (૮)અજ્ઞાન, (૯)અલાભ (૧૦)શયા (૧૧)વધ (૧૨)રોગ (૧૩) તૃણ સ્પર્શ (૧૪)મલ-પરીષહો
• પ્રશ્ન [દશમે ગુણ સ્થાનકે સૂક્ષ્મસમ્પરાયસંયતને લોભકષાય મોહનીયનો સૂક્ષ્મ ઉદય વર્તતો હોય છે તો પછી તેને ચૌદ પરીષહ કેમ ગણો છો? - સમાધાન - સૂક્ષ્મસમ્પરાય સંયતને લોભ મોહનીયનો ઉદય અત્યંત સૂક્ષ્મ હોવાથી તે
સ્વીકાર્ય કરવા અસમર્થ હોય છે. પરીણામેતદ્દન્ય પરીષદોનો અભાવ વર્તે છે તેથી જ અહીં ૧૪ પરીષહોની ગણના થયેલી છે. અ. ૯પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org