________________
અધ્યાયઃ ૯ સૂત્ર: ૯
# મહાત્માઓએ સૂકા ઘાસનો સંથારો કરે ત્યારે તે ઘાસ ઉપર પાથરવાનું વસ્ત્ર યોગ્ય નહોવાથી ઘાસ નો સ્પર્શ ખૂંચે અથવા કાંટા વાગેતો તે વખતે દુર્ગાનન કરે પણ સભ્ય ભાવે તેને સહન કરે તે તૃણ સ્પર્શ પરીષહ જય જાણવો.
[૧૮મલ પરીષહ
# ગમે તેટલો શારીરિક મેલ થાય છતાં તેમાં ઉદ્વેગ ન પામવો તથા સ્નાન આદિ સંસ્કારો ન ઇચ્છવા તે મલ પરીષહ * એ મેલને દૂર ન કરવો, દૂર કરવાની ઈચ્છા પણ ન થવીતે પરીષહ જયં જાણવો.
# શરીરે ધૂળ લાગે કે પરસેવા સાથે મળીને શરીર મેલવાળું થાય, ઉનાળામાં શરીરે ઘણા વખતનો ચોંટેલો મેલ દુગન્ધમારતો હોય અને કંટાળો ઉપજે તો પણ તેનાથી કંટાળે નહીં, દૂર કરવાની ઇચ્છિા કરે નહીં તે મલ પરીષહ જય.
૪ સાધુને શૃંગાર વિષયના કારણરૂપ જળ સ્નાન હોય નહીં, તેથી પરસેવા વગેરેથી ઘણો મેલ લાગે, શરીરે દુર્ગન્ધ ફેલાય તો પણ તેને સમ્યગુ ભાવે સહન કરે, ઉદ્વેગ ન પામે તે મલ પરીષહ જય.
[૧૯]સત્કાર પુરસ્કાર પરીષહ
# ગમે તેટલો સહકાર મળવા છતાં નફુલાવું અને ન મળે તો ખિન્ન ન થવું. તે સત્કાર પુરસ્કાર પરીષહ.
# સત્કાર સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પુરસ્કાર પરીષહ છે તેમાં હર્ષ ન કરવો એ પરીષહ જય છે.
# વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે બીજા પાસેથી લેવાના હોય છે તે સત્કાર પૂર્વક આપે કે અપમાન પૂર્વક આપે. પુરસ્કાર એટલે માન-પાન વંદન-આસન પ્રદાન વગેરે આ સત્કાર કે પુરસ્કાર ન મળે છતાં દ્વેષ ન કરે, મળેતો રાગ-રતિ પ્રમોદ વગેરે ધારણ નકરે તે સત્કાર પુરસ્કાર પરીષહ જય જાણવો.
[૨૦]પ્રજ્ઞા પરીષહ
# પ્રજ્ઞા- ચમત્કારી બુધ્ધિ હોય તેનો ગર્વનકરવો અને ન હોય તો ખેદ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ જય.
વિશિષ્ટ બુધ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરીષહ છે. તેમાં ગર્વન કરવો એ પરીષહજય છે.
# શાસ્ત્રાદિક ભણવામાં પોતાની બુધ્ધિ સારીકામ આપતી હોય, છતાં તેનો જરાપણ ગર્વ ન ધારણ કરે, અથવા જડ બુધ્ધિ હોય તો તેથી ખેદ ધારણ ન કરે માત્ર પોતાના જ કર્મ વિપાકની ચિંતવના કરે તને પ્રજ્ઞા પરીષહ જય સમજવો.
# પોતે મોટા સમુદાયને માન્ય પ્રાજ્ઞ હોવા છતાં પોતાની બુધ્ધિનો ગર્વ નકરે. પણ પોતાની છદ્મસ્થતા વિચારે પોતાની વાતનો લોકો સ્વીકાર કરે ત્યા ઉહાપોહ કરે તો પણ પોતે મનમાં દુઃખ ન ધરે તેને પ્રજ્ઞા પરીષહ જય જાણવો.
# પોતે બહુશ્રુત હોવાથી અનેક લોકોના પ્રશ્નોના ઉત્તર આપી સંતુષ્ટ કરે અને અનેક લોકો તે બહુશ્રુત બુધ્ધિની પ્રશંસા કરે, તેથી તે બહુશ્રુત પોતાની બુધ્ધિનો ગર્વધરી હર્ષનકરે, પણ એવું વિચારે કે “પૂર્વેમારાથી પણ અનંતગુણ બુધ્ધિવાળા જ્ઞાનીઓથયા છે, ત્યારે હું કોણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org