________________
તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવટીકા ૪ યાચનામાં લઘુતાનો કે માન કષાયનો ત્યાગ તે પરીષહ જય. પદાર્થો વસ્ત્ર-પાત્ર આહાર-પાણી-ઉપકરણ-શવ્યાવસતિ વગેરે વિધિપૂર્વકમાંગીને જ ઉપયોગમાં લેવાના હોય છે. તેથી માંગવામાં શરમ, ના પાડવાની આશંકા વગેરે રાખવા ન જોઇએ. વિધિ પૂર્વક માગવાથી જે પરિણામ આવી પડે તે ભોગવવું એ યાચના પરીષહ જય.
સાધુ કોઈ પણ વસ્તુ તૃણ-ઢેકું ઇત્યાદિમાગ્યા વિના રહણ ન કરે એવો તેમનો ધર્મ છે, તેથી મારાથી કેમ યાચના થાય? ઈત્યાદિ માન-લજા ધારણ કર્યા વિના ઘેર ઘેર ભિક્ષા માંગવી તે યાચના પરીષહ જીત્યો કહેવાય.
[૧૫]અલાભ પરીષહ:
$ યાચના કર્યા છતાં જોઈતું ન મળે ત્યારે પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિ ને ખરું તપ ગણીને તેમાં સંતોષ રાખવો તે અલાભ પરીષહ.
$ નિર્દોષ ભિક્ષાનમળવી એ અલાભ પરીષહછે અલાભ પરીષહમાંદીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો એ પરીષહ જય છે.
# માગવાથી પણ ન આપે, કોઈ પાસે વસ્તુ હોય છતાં ન આપે તો પણ મનમાં જરાયે દીનતા લાવ્યા વિના સમભાવમાં રહેવું તે અલાભ પરીષણે
જરૂરીયાતવાળી વસ્તુઓ ન મળવાથી મનમાં જરાપણ ઉગ લાવે નહીં, પરંતુ અંતરાય કર્મનો ઉદય વિચારી જરૂરીયાત વાળી વસ્તુ વિના ચલાવી લઈ આત્મભાવમાં રમણતા કરે તેને અલાભ પરીષહ જય કહેવો.
૪ માન અને લજ્જા છોડીને ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં પણ વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે અથવા સહેજે તપ વૃધ્ધિ થાય છે એમ સમજી ઉદ્વેગ ન કરવો તે અલાભ પરીષહ જય કહેવાય. . [૧]રોગ પરીષહા
# કોઇપણ રોગમાં વ્યાકુળ ન થતાં સમભાવ પૂર્વક તેને સહન કરવો તે રોગ પરીષહ.
$ શરીરમાં રોગ થવો તે રોગ પરીષહ. રોગમાં ચિંતા કર્યા વિના શાસ્ત્રોકત વિધિએ તેને પ્રતિકાર કરવો તે રોગ પરીષહજય -શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે વ્રત-નિયમનો ભંગ કરીને રોગને દૂર કરવાના ઉપાયો ન કરે તે રોગ પરીષહ જય જાણવો.
તાવ,ઝાડા આદિ રોગ પ્રગટ થતાં જિનકલ્પી આદિ કલ્પવાળા મુનિઓ તે રોગની ચિકિત્સા ન કરાવે, પણ પોતાના કર્મનો વિપાક ચિંતવે, અને સ્થવિર કલ્પી ગચ્છવાસી મુનિ હોય,તે આગમોકત વિધિ પ્રમાણે નિરવઘ ચિકિત્સા કરાવે અને તેથી રોગ શાન્ત થાય અથવા ન થાય તો પણ હર્ષ ઉગ ન કરે તેને રોગપરીષહ જીત્યો કહેવાય.
[૧૭]તૃણ સ્પર્શ પરીષહ
જ સંથારામાં કે અન્યત્રણ આદિની તીક્ષ્ણતા નો કે કઠોરતા નો અનુભવ થાય ત્યારે મૂદુ શયામાં રહે તેવો ઉલ્લાસ રાખવો એ તૃણ પરીષહ.
# વિશિષ્ટ કલ્પવાળા મુનિ તથા પ્રસંગોચિત્ત સ્થવર કલ્પી સાધુઓને ઘાસનો સંથારો કરવાનું બને છે ત્યારે તૃણના સંથારામાં સળી ખુંચવી વગેરે વેદના સમભાવે સહન કરવી એ તૃણ પરીષહ જય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org