________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯
૫૯ નિર્વાહ યોગ્ય સ્થાન માં રહેવું, તે નૈષેધિકા પરીષહ જય છે.જે નિષદ્યાઅથવા સ્થાન પરીષહ જય તરીકે પણ પ્રસિધ્ધ છે.
[૧૧]શય્યા પરીષહ:
છે કોમળ કે કઠીન,ઉંચી નીચી જેવી સહજ ભાવે મળેતેવી જગ્યામાં સમભાવપૂર્વક શયન કરવું તે શયા પરીષહ.
શવ્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શયાની પ્રાપ્તિએ શપ્યા પરીષહ છે. આ શવ્યામાં અનુક્રમે જે રતિ અરતિ જન્ય ભાવ ઉદ્ભવે, તેને આધીન ન થવું એ પરીષહ જય છે.
# સંથારો સુંવાળો હોય કે કઠણ,ઉંચો હોય કે નીચો,ખાડાટેકરા અને ધૂળવાળો ઉપાશ્રય કે વસતિ હોય, ઉનાળમાં જેમાં ઘણોઘામથતોયેય અથવાશિયાળામાં જેમાં ઘણી ઠંડી લાગતી હોય છતાં તેનાથી ન ટાળતા કે રાગ-દ્વેષ લાવ્યા વિના તે સહન કરવું તે શયા પરીષહ.
[૧૨]આક્રોશ પરીષહઃ
# કોઈ આવી કઠોર કે અણગમતું કહે તેને સત્કાર જેટલું વધાવી લેવું તે આક્રોશ પરીષહ કહેવાય છે.
# કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ કે તિરસ્કાર કરે એ આક્રોશ પરીષહ -આક્રોશ થતાં સમતા રાખવી એ પરીષહ જય
જ કોઇ માણસ આવીને કડવા વેણ કહે તો પણ સમભાવ ચિત્તે મનમાં વિચારે કે “જો મારી ભૂલ છે તો તે સાચું કહે છે, તેમાં મારે ક્રોધ શામાટે કરવો? તે તો મારો ઉપકારી છે જો ખોટી રીતે ઠપકો આપે છે, કે ખીજાય છે તો પણ મારે ક્રોધ કરવાનું કારણ શું? તે તો અજ્ઞાની છે એમ વિચારી સામેના માણસના આક્રોશાદિ સહી લેવા તેને આક્રોશ પરીષહજયે કહ્યો છે.
# કોઇ આત્મા આવીને પોતાને આક્રોશ કરી અનેક પ્રકારના ઉપાલંભો આપે તો તેના પ્રત્યેષનહીં ધરતા પ્રતિકળવચનોને સમ્યમ્ભાવે સહન કરે તે આક્રોશ-પરીષહજય જાણવો
[૧૩]વધ-પરીષહ
# કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડન-આદિ કરે એ વધ પરીષહ એ વખતે સમતા રાખવી એ વધ-પરીષહ જય
જ કોઈ ક્રોધ વગેરે કરવાથી ન અટકતાં મારી બેસે, એટલે કે કોઈ પણ જાતની શારીરિક પીડા યા હાનિ કરી નાખે ત્યારે “શરીર તો નાશવંત છે, આત્માથી ભિન્ન છે, આ તો મારા જ કરેલા કર્મોનું ફળ છે ઇત્યાદિ વિચારણા થકી સહન કરવું પણ રાગ-દ્વેષને ધારણ ન કરવા તે વધ પરીષહ-જય.
# કોઈપણ આત્માયુક્ત થઈતાડનતર્જન કરે અથવાછેદન-ભેદન કરેતોપણતેના ઉપર ક્રોધ ન લાવતા તેને પ્રતિકુળતાને સમ્યગ્ર ભાવે સહન કરે તેને વધુ પરીષહ જય જાણવો.
[૧૪]યાચના પરીષહ
# દીનપણું કે અભિમાન રાખ્યા સિવાય માત્ર ધર્મયાત્રાના નિર્વાહ અર્થે યાચક વૃત્તિ સ્વીકારવી તે યાચના પરીષહ.
# સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થ પાસે માંગણી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org