________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કામ ભોગ- વિષયભોગને લગતી પરિસ્થિતિ આવી પડે તે સહન કરવાના પ્રતીકરૂપ આ પરીષહો છે. અંગ પ્રત્યંગ જોવા નહીં, શરીરની રચના જોવી નહીં, હાસ્ય, ચેષ્ટા-વિલાસ, ભ્રભંગ-વચન વગેરે ન જોવા ન સાંભળવા, ન ચિંતવવા તે તરફ નજર પણ ન કરવી તે સ્ત્રી પરીષહ-જય.
૫૮
" શરીરધારીજીવને કામ-ભોગેસ્ત્રીઆદિવિજાતીય સાથે સંભોગ કરવાના પરિણામ જાગે ત્યારે પોતાના વ્રત-નિયમની જાળવણી ને માટે સ્ત્રીનો સંગ નકરે પણ ઉદ્ભવેલ ભોગેચ્છાને સમભાવે સહન કરી, અશુચિ ભાવના થકી તેનો પરાજય કરે તે.
સ્ત્રીઓને સંયમ માર્ગમાં વિઘ્નકર્તા જાણીને તેમને સરાગ દૃષ્ટિએ ન જોવી, તેમજ સ્ત્રી પોતે વિષયાર્થે નિમંત્રણા કરે તો પણ સ્ત્રીને આધીન નથવું તે સ્ત્રી પરીષહનો વિજય છે એ જ રીતે સ્ત્રીઓએ પુરુષ પરીષહ સમજી લેવો [૯]ચર્યા પરીષહ:
સ્વીકારેલાધર્મજીવનને પુષ્ટ રાખવા અસંગ પણે જુદાં જુદાં સ્થાનોમાં વિહાર કરવો અને કોઇપણ એક સ્થાનમાં સ્થિરવાસ ન સ્વીકારવો તે ચર્યા પરીષહ.
ચર્યા એટેલે વિહાર. વિહારમાં પત્થર,કાંકરા,કાંટા આદિ ની પ્રતિકુળતા એ ચર્યા પરીષહ છે.-પ્રતિકુળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા સિવાય શાસ્ત્રોકત વિધિ મુજબ વિહાર કરવો એ ચર્યા પરીષહ-જય છે.
ૐ આળસના નામ નિશાન વિના ગામ-નગર વગેરેમાં વિધિ પૂર્વક વિચરવું-વિહાર કરવો તે ચર્યા પરીષહ જય
કોઇપણજાતના પ્રતિબંધ વગર રોગાદિ કારણ વગર એક સ્થળે થી બીજા સ્થળે જવામાં ખેદ કેદુ:ખ ન ધરે તેને ચર્યા પરીષહ જય જાણવો. [૧૦]નિષદ્યા પરીષહ:
સાધનાને અનૂકૂળ એકાંત જગ્યામાં મર્યાદિત વખત માટે આસન બંધી બેસતાં આવી પડેલા ભયોને અડોલ પણે જીતવા અને આસન થી ચ્યુત ન થવું તે નિષદ્યા પરીષહ નિષદ્યા એટલે વસતી,ઉપાશ્રય આદિસ્થાન. ત્યાં શાસ્ત્રોકત વિધિ મુજબ સાધના કરતાં અનુકુળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષદ્યા પરીષહ છે.
ૐ એ પ્રસંગોને આધીન ન બનવું,રાગ-દ્વેષ ન કરવા એનિષદ્યા પરીષહ જય કહેવાય છે. ૐ વિના કારણ મુનિએ કયાંય જવાનું ન હોય તેથી સ્ત્રી પશુ-પંડક-નપુંસક વિનાના સ્થાનમાં વિધિપૂર્વક બેસી ધર્મધ્યાન. સ્વાધ્યાય કરવાના હોય છે. તેથી એક ઠેકાણે બેસી રહેવાથી કંટાળે –નહીં થાકે નહીં, ઉઠબેસ કરવાની ચપળતા ધારણ ન કરે. યોગ્ય આસન મુદ્રા એ બેસી રહે તે નિષદ્યા પરીષહ જય
કારણવિના જવા-આવવાનું તેમજ ઉઠ-બેસ ક૨વાની ચપળતાનો ત્યાગ કરી સ્થિર આસને ધર્મધ્યાન ધ્યાવે, સ્વાધ્યાય કરે, પરંતુ એકાતંપણામાં ખેદ ધારણ ન કરે અને સમ્યગ્ ભાવે આસને સ્થિર રહે તે નિષદ્યા પરીષહ જય જાણવો.
શૂન્યગૃહ,શ્મશાન, સર્પબિલ, સિંહગુફા ઇત્યાદિ સ્થાનોમાં રહેવું અને ત્યાં પ્રાપ્ત
થતા ઉપસર્ગોથી ચળાયમાન નથવું અથવા સ્ત્રી,પશુ, નપુંસક આદિ રહિત અને સંયમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org