________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯
પ૭ વખતે તે જીવોને પરિતાપ નહીં ઉપજાવતા પોતે તે ઉપદ્રવ ને સમ્ય ભાવે સહન કરે તે દંશમશક પરીષહ જય.
૪ વર્ષાકાળમાં ડાંસ-મચ્છર જૂમાંકડ ઈત્યાદિ સુદ જંતુઓ ઘણાં ઉત્પન્ન થાય છે, તે જંતુઓ બાણના પ્રહાર સરખાં ડંખ મારે તો પણ ત્યાંથી ખસીને અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરે, ઘુમ્ર આદિ પ્રયોગથી બહાર કાઢે નહીં, તે જીવો ઉપર દ્વેષ ચિંતવે નહીં પણ પોતાની ધર્મ દ્રઢતા ઉપજાવવામાં નિમિત્તભૂત માને તે દંશ પરીષહ જય.
[]નાખ્યું પરીષહ
૪ નગ્નપણાને સમભાવ પૂર્વક સહન કરવું તે નગ્નત્વપરીષહ. જેને અચેલક પરીષહ પણ કહે છે.
# શાસ્ત્રોકત વિધિ મુજબ જીર્ણ અલ્પમૂલ્ય આદિ વસ્ત્રો ધારણ કરવા એ.
# શાસ્ત્રોકત વિધિ મુજબ વસ્ત્રોન મળતાંષાદિને વશ ન થવું, પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રો ઉપભોગ કરવો તે પરીષહ જય કહેવાય છે
# શરીર સંબંધે જીવને, શરીરને ઉપદ્રવોથી બચાવવા માટે પોતાના વ્રત-નિયમને બાધ ન આવે તે રીતે વસ્ત્રાદિક ભોગ-ઉપભોગ કરે પરંતુ વ્રત-નિયમને બાધ આવે એવી રીતે ગ્રહણ ન કરે તે અચેલક પરીષહ-જય.
# વસ્ત્રસર્વથાન મળે,અથવા જીર્ણ પ્રાય:મળે, તો પણ દીનતાન ચિંતવે, તેમજ ઉત્તમ બહુ મૂલ્યવાન વસ્ત્ર ન ઇચ્છે, પણ અલ્પ મૂલ્યવાળું જીર્ણ વસ્ત્ર ધારણ કરે તે અચેલ પરીષહ અહીં અચેલ નો અર્થ વસ્ત્રનો સર્વથા અભાવ અથવા જીર્ણ વસ્ત્ર એમ બંને થાય છે એ બંને પ્રકારે નાન્ય પરીષહ સહન કરવો તો પરીષહ-જય.
[9]અરતિ પરીષહ
# સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળો ન લાવતા વૈર્યપૂર્વક તેમાં રસ લેવોતે અરતિ પરીષહ.
૪ સંયમ પાલન કરતાં અરતિ ઉત્પન્ન થાય એ અરતિ પરીષહ -શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરીષહ જય છે.
# કોઈપણ પ્રસંગે ચેન ન પડે તેવી દુઃખદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય ત્યારે તે શાંતિપૂર્વક સહન કરવી.
# જીવને કોઈક પ્રકારે ઉગ થાય અથવા ચેન પડે નહીં તેવી પરિસ્થિતિમાં પણ જીવ તે તે વિપરીતતાને સમ્યગુ ભાવે સહન કરે, પરંતુ રાગ-દ્વેષ કરે નહીં તે અરતિ પરીષહ જય
# અરતિ એટલે ઉદ્વેગભાવ. સાધુને સંયમમાં વિચરતાં જયારે અરતિના કારણ બને,ત્યારે સિધ્ધાન્તોમાં કહેલા ધર્મ સ્થાનો ભાવવાં, પણ ધર્મ પ્રત્યે ઉગ ભાવ ન કરવો તેઅરતિ પરીષહ જય.
[૮]સ્ત્રી પરીષહ
૪ સાધક પુરુષ કે સ્ત્રીએ પોતાની સાધનામાં વિજાતીય આકર્ષણ થી ન લલચાવું તે સ્ત્રી પરીષહ-અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરીષહ જય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org