________________
૫૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 પિપાસા એટલે તૃષાને પણ સમ્યફપ્રકારે સહન કરવી પણ અચિત્ત જળ અથવામિશ્ર જળ પીવું નહીં. સિધ્ધાંત માં કહેલી વિધિ મુજબ નિર્દોષ પાણી નમળે તોન જપીવુંતેતૃષા પરીષહ-જય.
[૩]શીત-પરીષહ
# ગમે તેટલી ટાઢ-ઠંડીની વેદનાને મુશ્કેલી હોય તો પણ તેને નિવારવા અકથ્ય કોઈ વસ્તુનું સેવન કર્યા વિનાજ સમભાવ પૂર્વક એ વેદનાઓ સહી લેવી તે શીત પરીષહ.
છે અતિશય ઠંડીનીવેદનાશીત પરીષહ છે. ગમે તેવી ટાઢમાં પણ ન કલ્પતેવા વસ્ત્રો લે નહીં,સચિત્ત આદિના સંઘઠ્ઠાપૂર્વક ઠંડી નિવારવા પ્રયત્ન ન કરે તે શીત પરીષહ જય.
-શરીરસંબંધે જીવનેટાઢવાયતે વખતે પોતાના વ્રતનિયમનેબાધન આવે તે માટેવસ્ત્રાદિનો તેમજ અગ્નિનો ઉપયોગ ન કરતાં સમગ્ર ભાવે ટાઢને સહન કરે તે શીત પરીષહ-જય.
અતિશય ટાઢ પડવાથી અંગોપાંગ જકડાઈ જતાં હોયતો પણ સાધુને ન કલ્પે તેવા વસ્ત્રની ઇચ્છા અથવા તાપણું તાપવાની ઇચ્છા માત્ર પણ ન કરે તે શીત પરીષહ.
[૪]ઉષ્ણ પરીષહ
જે ગમે તેટલું ગરમીનું કષ્ટ હોય છતાં તેને દૂર કરવા અકલ્પ એવા કોઈ પદાર્થનું સેવન ન કરવું, પણ સમભાવ પૂર્વક વેદનાને સહન કરવી તે ઉષ્ણ પરીષહ-જય.
# અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરીષહ.
6 તાપની વેદના સહન કરવી. જો સહન ન થાયતો સંયમને બાધ ન આવે તે રીતે શાસ્ત્રોકત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય છતાં વેદના દૂર ન થાય તો સમભાવે સહન કરવું તે ઉષ્ણ પરીષહ જય.
# તાપની વેદના નિવારવા પાણીનો,સ્નાનનો,પંખાનો વગેરે સંયમબાધક પ્રવૃત્તિનો આશ્રય લેવો કે ઈચ્છા કરવી તે પરીષહ-અજય.
- ૪ ગરમી સહન કરવી, તાપમાં ઉઘાડા પગે ચાલતાં દુઃખ ન ધારણ કરવું, સ્નાન, છત્રી,પંખા, વીંઝણાદિના ઉપયોગ ન જ કરવો,કપડાંથી પણ પવન ન ખાવો તે ઉષ્ણ પરીષહ જય.
$ શરીર સંબંધે જીવને તાપ લાગે ત્યારે પોતાના વ્રત નિયમમાં બાધ ન આવે તે માટે સમ્યગુ ભાવે તાપને સહન કરે તે ઉષ્ણ પરીષહ-જય.
જ ઉનાળાની ઋતુમાં તપેલી શીલા અથવા રેતી ઉપર ચાલતા હોય અથવા સખત તાપ પડતો હોય તે વખતે મરણાન્ત કષ્ટ આવે તો પણ અકથ્ય કેદોષીત વસ્તુને વાપરવાની ઈચ્છા પણ ન કરે તે ઉષ્ણ-પરીષહ જય.
[૫]દંશ-મશક પરીષહ
# ડાંસ-મચ્છર વગેરે જંતુઓના આવી પડેલા ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવ પૂર્વક સહી લેવો તે દંશ-મશક પરીષહ.
$ દંશ-મશક પરીષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી પણ સમભાવે એ વેદના સહન કરવી તે પરીષહ-જયે.
૪ સ્થાન ત્યાગ કે રજોહરણાદિએ જીવોને દૂર કરવા તે દંશ-મશક પરીષહ-અજય. છે શરીર સંબંધે જીવને શરીરે જે ડાંસ-મચ્છર વિગેરે જીવો ડંખ મારી ઉપદ્રવ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org