________________
૫૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૯ લંબાણથી કહીએતો વધારે પણ કલ્પી શકાય છે. છતાં આર્ષ પરંપરાનુસાર પરીષહોની સંખ્યા ૨૨ ની જ કહી છે આ ૨૨-પરીષહો ને સમભાવે સહેવા તે પરીષહ-જય કહેવાય છે.
પરીષહોને બરાબર સમજવા પરીષહોના પ્રત્યેક ભેદોનું સ્વરૂપ,પરીષહ કયારે જીત્યો કહેવાય [-પરીષહ જય] અને પરીષહકયારે જીત્યો ન કહેવાય -પરીષહ-અજય એ ત્રણે બાબતો બરાબર સ્પષ્ટ થવી જોઈએ
(૧)વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ.
(૨)પરીષહ આવતાં રાગ-દ્વેષનેવશનથવું અને સંયમબાધકકોઈ પણ પ્રવૃત્તિનકરવી તે પરીષહ જય.
(૩)પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી એ પરીષહ-અજય
[૧] સુધા પરીષહ
# ગમે તેવી સુધાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ આહાર ન લેતાં સમભાવ પૂર્વક એ વેદના સહન કરવી તે સુધા પરીષહ.
6 અતિશય સુધાની વેદના તે સુધા પરીષહ
સુધાને સમભાવે સહન કરવી અને જો સહન ન થાય તો શાસ્ત્રોકતવિધિ મુજબ ગોચરીભિક્ષાને લાવી સુધા શાંત કરવી પણ દોષિત આહાર ગ્રહણ કરવો નહીં તે સુધા પરીષહ-જય.
સુધા સહન થઈ શકેતો સહન કરવી નહીંતો દોષયુકત આહાર ગ્રહણ કરી સુધા શાંત કરવી તે પરીષહ-અજય.
# શરીર સંબંધે જીવને સુધા પ્રાપ્ત થતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધા ઉપજાવે તેવો આહાર નહીં કરતા સમ્યક ભાવે સુધા સહન કરે છે તેને સુધા પરીષહ-જય જાણવો.
# સુધા વેદનીય સર્વઅશાતા વેદનીય થી અધિક છે. માટે તેવી યુધાને પણ સહન કરવી પણ અશુધ્ધ આહાર ગ્રહણ ન કરવો તેમજ આર્તધ્યાન ન કરવું તે સુધા પરીષહ વિજય કર્યો કહેવાય.
[૨]પિપાસા પરીષહ
# ગમે તેવી સુધા અને તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુધ્ધ પાણી ન લેતાં સમભાવ પૂર્વક એ વેદનાઓ સહન કરવી તે પિપાસા પરીષહ કહેવાય.
# અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે.
-પિપાસા સમભાવે સહન કરવી, જો ન સહન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ પાણી લાવીને તૃષા શાન્ત કરવી તે તૃષાપરીષહ જય.
-પિપાસા સહન ન થાયતો દોષિત પાણી થી પણ એ તૃષા શમાવવી એ પરીષહ-અજય.
૪ ગમે તેવી તરસ લાગી હોય, પણ શાસ્ત્રોકત વિધિ જાળવ્યા વિના પીવાની ચીજ ન લેતાં તેથી થતું કષ્ટ, રાગ-દ્વેષ કર્યા વિના મોક્ષના ઉદ્દેશ થી સહન કરી લેવું તે પિપાસા પરીષહ-જય.
$ શરીર સંબંધે જેમને તૃષા લાગવા છતાં જે જીવ પોતાના વ્રત-નિયમને બાધ આવે તેવું પાણી પીતા નથી અને સમ્ય ભાવે પિપાસા-તરસને સહન કરે છે તેને પિપાસા પરીષહ જય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org