________________
અધ્યાયઃ ૯ સૂત્ર: ૭ સકામનિર્જરાજ કાર્યકારી છે તેની શુભાનુબંધતા કે નિરનુબંધતાની વિચારણા કરવી, મોક્ષના અનન્ય સાધન રૂપે તેની મૂલવણી કરવી વગેરે નિર્જરાનુપ્રેક્ષા.
[૧૦]લોક અનુપ્રેક્ષાઃજ તત્વજ્ઞાનની વિશુધ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું તે લોકાનુપ્રેક્ષા.
# જગતના સ્વરૂપની વિચારણા તે લોક ભાવના કે અનુપ્રેક્ષા. આ લોક જીવ-અજીવ ધર્મ-આકાશ-પુદ્ગલ એ પાંચના અસ્તિકાય રૂપ છે. જીવાસ્તિકાય ચેતન છે અને બાકીના ચારે અસ્તિકાયોજડે છે. આ રીતે જડ અને ચેતનનો સમુદાય એ જગત છે. અથવાતો આલોક ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ગુણથી યુકત છે.
જગતની પ્રત્યેક જડ-ચેતન વસ્તુ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને સ્થિર રહે છે. કેમ કે દ્રવ્ય રૂપે તે સ્થિર છે. પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. વળી આ ઉત્પત્તિ અને વિનાશ પણ પ્રતિક્ષણે ચાલુજ રહે છે અર્થાત્ વિનાશ પણ પ્રતિક્ષણે ચાલુજ રહે છે. કેમ કે પૂર્વપર્યાયનો નાશ અને નવા પર્યાયની ઉત્પત્તિ આંશિકરીતે પ્રતિક્ષણ ચાલુ છે જયારે સર્વથા કાળાન્તરે થાય છે આવી ચિંતવના તે લોકાનુપ્રેક્ષા.
આચિંતવનાથી લોકનું શંકાદિ દોષોથી રહિત જ્ઞાન થાય છે, એના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે, આ લોકમાં કર્મયુકત જીવ માટે કોઇશાશ્વત સ્થાન નથી આજીવ સર્વત્ર ભમતો રહ્યો છે માટે શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવા માટે મોક્ષ જ ઉપાય છે તેવું અનુચિંતન થાય છે.
# પંચાસ્તિકાય દ્રવ્યોથીયુક્ત પરિપૂર્ણ, કેડે હાથ દઈને ઉભેલા મનુષ્યની આકૃત્તિ રૂપ આ ચૌદ રાજલોકપ્રમાણ, ઉર્ધ્વ અધો અને તિર્ધા એવા ત્રણ ભેદથી યુકત, અનાદિ-અનંતનિત્યસ્વરૂપ છે.
તેમાં અનંતા જીવ દ્રવ્યો છે, તેનાથી અનંતા પુદ્ગલ દ્રવ્યો છે. તે બંને થી સમયરૂપ કાળ અનંતો છે, તેનાથી અધિક આકાશાસ્તિકાયના પ્રદેશો છે, તેનાથી અધિક જીવ દ્રવ્યના ગુણો છે, તેનાથી અધિક જીવ દ્રવ્યોના પર્યાયો છે તેનાથી અનંતગણુ કેવળ જ્ઞાન છે આ બધામાં છે જીવ તારું સ્થાન કયાં છે? તે વિચારણાને લોક સ્વરૂપ ભાવના કહી છે. [૧૧]બોધિદુર્લભ-અનુપ્રેક્ષાઃ
જ પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણે કેળવવા એમ ચિંતવવું કે અનાદિ પ્રપંચ જાળમાં, વિવિધ દુઃખોના પ્રવાહમાં વહેતા અને મોહઆદિકર્મોના તીવ્ર આઘાતો સહન કરતા જીવને શુધ્ધ દ્રષ્ટિ અને શુધ્ધ ચારિત્ર પ્રાપ્ત થવા દુર્લભ છે તે બોધિ દુર્લભતાનુપ્રેક્ષા.
૪ બોધિ એટલે મુકિત માર્ગ,મુકિત માર્ગની દુર્લભતા વિચારવી એ બોધિ દુર્લભ ભાવના. અનાદિકાળથી સંસારમાં રખડતા જીવનો મુકિત માર્ગ બહુ દુર્લભ છે. અનંતકાળ સુધી જીવો અવ્યવહાર રાશીમાં નિગોદના દુઃખો સહન કરે છે. પછી વ્યવહાર નિગોદમાં એકેન્દ્રિયો ના ભવોની રખડપટ્ટી કરી માંડ માંડ ત્રાસપણું પામે છે, તેમાં પણ ઘણો કાળ બેઇન્દ્રિયાદિમાં ભમતા-ત્રાસ વેઠતા અનંતકાળે તેને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. વળી પંચેન્દ્રિયમાં પણ નરક અને તિર્યંચગતિના દારુણદુઃખોને ભોગવે છે ત્યારે દુર્લભ એવા મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય પણે મળ્યા પછી જિનવાણી નું શ્રવણ દુર્લભ છે, જિનવાણી શ્રવણ થયા પછી શ્રધ્ધા અને ચારિત્ર દુર્લભ છે, એ પ્રમાણે સમ્યગદર્શન -જ્ઞાન-ચારિત્ર રૂપી
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org