________________
४८
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંપૂર્ણ મોક્ષમાર્ગની દુર્લભતા ચિંતવવી તે બોધિ દુર્લભાનુપ્રેક્ષા.
-આ રીતે બોધિ દુર્લભતા ના ચિંતનથી મોક્ષમાર્ગ મેળવવા કે તેનાથી ભ્રષ્ટ ન થવાય તે માટે કાળજી રહે છે.
સંસારી આત્માને જો કે અંનતી પુણ્યાઇએ મનુષ્યભવ, ઉત્તમકુળતથાસુદેવ-ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. પણ જયાં સુધી જે કોઇ ભવ્ય જીવે અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળેલો નથી તેમજ વિશુધ્ધ અધ્યવસાયે મોહનીયના ઉદયને પણ ટાળેલો નથી ત્યાંસુધી તે જીવ આ બોધિ-સમ્યક્તને પ્રાપ્ત કરી શકતો નથી.
અનાદિ કાળથી સંસારમાં ચક્રવત ભ્રમણ કરતાં જીવોને સમ્યક્તાદિ ત્રણ રત્નની પ્રાપ્તિ મહાદુર્લભ છે. ચક્રવર્તી આદિપણું સહેલું છે પણ સમ્યક્તપ્રાપ્તિ દુર્લભ છે. વળી અકામનિર્જરા વડે મનુષ્યત્વ નિરોગીતા,આયક્ષેત્ર અને ધર્મશ્રવણ આદિ સામીઓ પ્રાપ્ત થઈ, તો પણ સમ્યક્ત રત્નની પ્રાપ્તિ ન થઈ એ રીતે બોધિ પ્રાપ્તિની દુર્લભતા વિચારવી, તે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા.
૪ અનાદિ એવા આ સંસારને વિશે નરકાદિ ગતિમાં ભ્રમણ કરતાં આ જીવે તે-તે ભવોને પુનઃપુનઃગ્રહણ કર્યા છે. સંસારની ચારેગતિમાંઅનન્તવાર પરિવર્તન કરવાને કારણેવિવિધ પ્રકારના દુઃખોથી આ જીવ પીડીત છે. આ અનાદિબ્રમણનું કારણ મિથ્યા દર્શન છે. મિથ્યાત્વના ઉદયથી આ જીવનીયર્થાથબુધ્ધિનષ્ટથયેલી છે. તેમજ જ્ઞાનાવરણ, દર્શનાવરણ,મોહનીય અને અંતરાયએચારે કર્મોના ઉદયથી પણ જીવ વ્યાકુળ બનેલો છે તેથી સમ્યગદર્શનાદિવિશુધ્ધિબોધિની પ્રાપ્તિતનેદુર્લભ થયેલી છે. એ પ્રમાણેની ચિંતવના તે બોધિદુર્લભાનુપ્રેક્ષા.
આ પ્રમાણે બોધિદુર્લભતાને પુનઃપુનઃ ચિંતવતો જીવ બોધિ પ્રાપ્તિ માં પ્રમાદ કરતો નથી [૧૨]ધર્મ સ્વાખ્યાત તત્વ અનુપ્રેક્ષા -
$ ધર્મમાર્ગથી ચુત ન થવા અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિતવવું કે “જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય તેવો સર્વગુણ સંપન્ન ધર્મ પુરુષો એઉપદેશ્યો છે તે કટલું મોટું સદ્ભાગ્ય છે. એ ધર્મ સ્વવ્યાખ્યાત તવાનુપ્રેક્ષા.
૪ સમ્યગુદર્શન આદિ ઘર્મ જિનેશ્વરદેવોએ બહુ સુંદર રીતે કહેલો છે. એ વિષયની વિવિધ વિચારણા -ચિંતન એ ધર્મસ્વાખ્યાત અનુપ્રેક્ષા છે. અહો! જિનેશ્વર ભગવાને સંસારનો નાશ કરનાર અને મોક્ષ આપનારસમ્યગદર્શન,સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપ ધર્મ કેવો સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આવો ધર્મ વીતરાગ સિવાય કોણ કહીશકે? જિનેશ્વર પરમાત્માએ બતાવેલો આ ધર્મ યુકિતઓથી અબાધ્ય, અલના રહિત, રાગાદિ દોષો ના અભાવ વાળો, અને કોઈપણ વિષયમાં ભૂલ વગરનો છે એવી ચિંતવના કરવી.
-આ અનુપ્રેક્ષાથી શ્રધ્ધા ગુણ પ્રગટે છે, પ્રગટેલી શ્રધ્ધ વિશુધ્ધ થાય છે. પરિણામે મોક્ષમાર્ગમાં સ્થિરતા આવે છે.
૪ પરમઋષિ ભગવાન અરિહંત દેવોએજેનું વ્યાખ્યાન કરેલ છે, તે જ ખરેખર એવો એક ધર્મ છે કે જીવોને સંસારથી પાર ઉતારનારો અને મોક્ષને પ્રાપ્ત કરાવનારો છે તેનું દ્વાર છે સમ્યગુદર્શન. એના વિશેષ સાધનો પાંચ મહાવ્રત છે. તેનો ઉપદેશ-તત્વકથનદ્વાદશાંગીમાં બતાવેલું છે. તેની નિર્મલ-વિશુધ્ધ વ્યવસ્થા ગુપ્તિ આદિ દ્વારા થાય છે અને આ જ ધર્મસર્વ કલ્યાણનું ભાન છે એવી ચિંતવના પુનઃપુનઃ કરવીતે ધર્મસ્યાખ્યાત તત્વાનુપ્રેક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org