________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવીકા સમિતિ,ગુપ્તિ,પરિષહ,યતિધર્મ, ભાવના અને ચારિત્ર તથા તપ એ ૬૯ પ્રકારે સંવરના સ્વરૂપને ચિંતવવું અને તે સંવર તત્વ જ કર્મ રોકવાનું સારું સાધન છે. એવી જે વિચારણા તે સંવરાનુપ્રેક્ષા.
સંવર એ આસ્રવનિરોધનું એકમાત્ર કારણ છે. સંપૂર્ણ કલ્યાણનું કારણ છે. એ રીતે સંવરની મહત્તાનુંચિંતન કરવું, સંવર ધર્મનેઆદર્યાવિના કદાપી કોઇજીવની મુક્તિ થતી નથી, અનેદેશસંવર જ સર્વ સંવર સુધી લઇ જાય છે. વગેરે વિચારણાકરવી તે સંવર અનુપ્રેક્ષા.
[૯]નિર્જરા અનુપ્રેક્ષાઃ
૪
કર્મના બંધનો ખંખેરી નાંખવાની વૃત્તિને દૃઢ કરવા માટે વિવિધ વિપાકોનું ચિંતન કરવું કે,દુઃખના પ્રસંગો બે પ્રકારે હોય છે એકતો ઇચ્છા અને અજ્ઞાન પ્રયત્ન વિનાજ પ્રાપ્ત થાય. જેમ કે પશુ પક્ષી અને બહેરા મુંગા આદિના જન્મો દુઃખ પ્રધાન છે.
બીજા દુઃખો અજ્ઞાન પ્રયત્ન થી અને સદુદ્દેશ પૂર્વક પ્રાપ્ત કરાયેલા છે .જેમ કે તપ અને ત્યાગ ને લીધે પ્રાપ્ત થયેલી ગીરીબી અને શારીરિક કૃશતાદિ.
પહેલા પ્રકારના દુઃખોમાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળા જનક અને અકુશલ પરિણામદાયક બને છે જયારે બીજા પ્રકારના દુઃખો તો સવૃત્તિ નિત જ છે તેથી તેનું પરિણામ કુશળમાંજ આવે છે અર્થાત્ તે કલ્યાણ ને કરનાર જ છે.
માટે,અણધાર્યા પ્રાપ્ત થયેલા કટુ વિપાકોમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જયાં શકય હોય ત્યાં તપ અનેત્યાગ દ્વારા કુશળ પરિણામ આવે તે રીતે સંચિત કર્મોને ભોગવી લેવા એ જ શ્રેયસ્કર છે એવું જે તત્વ ચિંતન તે નિર્જરાનુપ્રેક્ષા.
નિર્જરાનુંસ્વરૂપ,નિર્જરાથી થતા લાભ,નિર્જરાના કારણો વગેરેનું ચિંતનતેનિર્જરાનુપ્રેક્ષા.
આ નિર્જરા બે પ્રકારની છે. (૧)અબુધ્ધિ થી (૨)બુધ્ધિ પૂર્વક. હું કર્મોનો ક્ષય કરું એવી ભાવના કે બુધ્ધિ રહિતપણે ફકત કર્મોના ઉદયથી થતો કર્મક્ષય એ અબુધ્ધિપૂર્વકની [અકામ] નિર્જરા છે. જયારે આ નિર્જરા થાય છે ત્યારે અનિચ્છાએ થતી હોવાથી,કર્મક્ષય સાથે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોતથા દુર્ધ્યાન થતાહોવાથી તેપૂર્વકર્મના ક્ષયસાથે, નવા કર્મોને બંધાવનારી છે. અર્થાત્ અકુશલ કે અશુભ કર્મોને બંધાવનારી છે. તેમાં લાભ કરતાં નુકસાન વધુ છે.
મારા કર્મોનો ક્ષય થાય એવા ઇરાદા પૂર્વક થતી [સકામ] નિર્જરા તે બુધ્ધિ પૂર્વકની નિર્જરા કહી છે. જેમાં નવા કર્મો બંધાતા નથી અને સંચિત કર્મો વિશિષ્ટ પ્રકારના અધ્યવસાયને લીધે ક્ષય પામે છે અને જયારે સર્વથા નિર્જરા થાય ત્યારે મોક્ષ થાય છે એ રીતે વિચારણા પૂર્વક ની અનુપ્રેક્ષા તે નિર્જરાનુપ્રેક્ષા.
જેજેજ્ઞાનીઆત્માઓ બાર પ્રકારના તપ પરિણામોનો નિષ્કામ પણે-નિયાણારહિત તેમજ વૈરાગ્ય ભાવ સહિત આદર કરે છે તેમને નિર્જરા થાય છે તેવી ચિંતવના પૂર્વક નિર્જરાર્થે તપ કરવો એ જ શ્રેયસ્કર છે એવી વિચારણા તે નિર્જરાનુપ્રેક્ષા.
અનાદિકાળના સંચિત ગાઢ કર્મોનો નાશનિર્જરા વિના થઇ શકે જ નહીં. માટે યથા શકિત તેનો આશ્રય લઇશ તો જ મારા કર્મોનો નિસ્તાર થશે માટે નિર્જરાર્થે તપ ધર્મનો આદર કરું તેવી વિચારણા એ જ નિર્જરાનુપ્રેક્ષા.
નિર્જરા,વેદના,વિપાક આ બધા શબ્દો એક જ અર્થના ઘોતક છે. આ નિર્જરામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International