________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૭
४३ ફળને વહેંચી લઈ શકતા નથી,એકલો આવે છે -એકલો જાય છે વગેરે વિચારણા.
આ ભાવના કે અનુપ્રેક્ષાથી સ્વજન ઉપર સ્નેહરાગ-આસકિત થતી નથી. પરજન ઉપર દ્વેષ થતો નથી, નિઃસંગતા જન્મે છે.
# શાસ્ત્રાનુસારે પોતાના આત્માને એક અખંડજ્ઞાનાદિ ગુણયુકત શાશ્વત સ્વતંત્રદ્રવ્ય જાણીને સર્વ પરભાવ પરિણામથી પોતાના આત્માને એકલો કરવાનો પ્રયત્ન કરવો તે એકત્વ ભાવના.
$ આ સંસારમાં હું એકલો છું. અહીં કોઈ મારું સ્વજન કે પરજન નથી. હું એકલો ઉત્પન્ન થાઉંછું. એકલોજ મૃત્યુને પ્રાપ્ત કરું છું જેને મારા સ્વજન સંજ્ઞક કે પરજન સંજ્ઞક કહી શકાય તેવા પણ કોઈ નથી, કે જે મારા રોગ, જરાકે મરણના દુઃખો દૂર કરી શકે. મેં જે કર્મોને બાંધ્યા છે તેના ફળનો અનુભવ કરનારો પણ હું એક જ છે એ પ્રમાણે ની જે ચિંતવના તે એકત્વ-અનુપ્રેક્ષા.
-આ પ્રમાણે ની નિત્ય ચિંતવના કરતા આત્માને સ્વજન સંજ્ઞક પ્રાણિઓમાં સ્નેહ કે અનુરાગ થતો નથી અને પરજન સંજ્ઞક જીવોમાં દ્વેષનો પ્રતિબંધ થતો નથી. નિસંગતા અનુભવતો જીવ કેવળ મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે.
[૫]અન્યત્વ-અનુપ્રેક્ષા:
$ મનુષ્ય મોહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતી પડતી માનવામાં પોતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે, તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પોતાપણાનો અધ્યાસ દૂર કરવો આવશ્યક છે. તે માટે એ બંનેના ગુણધર્મોની ભિન્નતાનું ચિંતન કરવું તે અન્યત્વ-અનુપ્રેક્ષા.
# પોતાના આત્મા સિવાય જડ કે ચેતન પદાર્થો અન્યછે, પોતાનાથી ભિન્ન છે, તેવો વિચાર કરવો તે અન્યત્વ ભાવના. આત્મા સિવાય કોઈ પદાર્થ પોતાનો ન હોવા છતાં અજ્ઞાનતાથીજીવ,શરીર તથા અન્યને પોતાના માને છે પછી મમત્વભાવ કરી અનેક પ્રકારનાં પાપો બાંધે છે. આ મમત્વ ભાવ દૂર કરવા માટે અન્યત્વ અનુપ્રેક્ષાનું ચિંતન જરૂરી છે.
આ અનુપ્રેક્ષા શરીર આદિજડ પદાર્થો ઉપર તથાસ્વજન આદિચેતન પદાર્થો ઉપર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય, તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.
જે પોતાના આત્માને વર્તમાનમાં કર્મસંયોગે પ્રાપ્તશરીર તેમજ સ્વજનકુટુમ્બાદિને પરસ્પરપર-સ્વરૂપે જાણીને એકબીજા ઉપરનો મોહ ત્યજવાનો પ્રયત્ન કરવો તે અન્યત્વ ભાવના.
૪ ઘન,કુટુમ્બ, પરિવાર, તે સર્વે અન્યછે, પણ તે રૂપ હુંનથી, હું આત્મા છું, હું શરીર નથી પરંતુ તે મારાથી અન્ય છે ઈત્યાદિ ચિંતવના તે અનિત્યાનુપ્રેક્ષા.
# શરીરથી પોતાની આત્માની ભિન્નતાનું ચિત્તવન કરવું. જેમકે હું શરીરથી સર્વથા ભિન્ન છું, શરીર ઈન્દ્રિયગોચર કે મૂર્તિ છે અને હું અમૂર્ત છું. શરીર અનિત્ય છે, હું નિત્ય છું શરીર અજ્ઞ-જ્ઞાનશુન્ય છે અને હું જ્ઞ-જ્ઞાન દર્શનરૂપ છું. શરીર છે તે આદિ અને અંત વાળું છે. હું અનાદિ અનન્ત છું, સંસારમાં પરિભ્રમણ કરતાં ન જાણેમેં કેટલા લાખો શરીરોને છોડયા હશે? પણ હું તો તે જ છું. કેમ કે હું તેનાથી અન્ય છું. આ રીતે શરીરથી પોતાની ભિન્નતાનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ-અનુપ્રેક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org