________________
૪૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આંશિક પણ સુખ નથી કેવળ દુઃખ જ છે. કર્મસંયોગે જીવ ને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.આ પરિભ્રમણમાં એકઠા થતાં સઘળા જીવો સ્વજન પણ છે અને પરજન પણ છે કેમ કે એક જ જીવ સાથે સઘળા સંબંધો થાય છે પછી કોના વિશે રાગ કે દ્વેષ કરવો.સંસારની સતત ભાવનાથી સંસાર પરત્વે અભાવ જન્મે છે. અને આત્મવિકાસના પાયારૂપ એવો નિર્વેદ ગુણ ઉત્પન્ન થાય છે.
૪ અનાદિ અંનત ચતુર્ગતિરૂપ આ સંસારમાં આત્માને કર્યોદય પ્રમાણે જન્મ-જીવનમરણ પ્રાપ્ત થતાં હોય છે. એમ જાણીને કર્મોદય પ્રાપ્ત એવા કોંઇપણ ભાવમાં રાગ-દ્વેષ કરી નવા કર્મો ન બાંધતા, તેનાથી અળગા રહેવું એ સંસાર-અનુપ્રેક્ષા.
# ચારગતિરૂપ આ સંસારમાં નિરંતર ભમવું પડે છે. જે અનેક દુઃખોથી ભરેલા છે. સંસારમાં માતા-સ્ત્રી થાય છે, સ્ત્રી-માતા થાય છે, પિતા-પતિ થાય છે, પતિ-પિતા થાય છે એ રીતે અનેક જન્મ-મરણમાં અનેક સંબંધો થાય છે. નાટકના દ્રશ્યો સરખોવિલક્ષણ સંસારમાં સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે એ ચિંતવના કરવી તે સંસારાનુપ્રેક્ષા.
d સંસાર અનાદિનો છે. તેમાં રહેલો જીવનરકાદિ ચાર ગતિમાં તે-તે પર્યાયને ધારણ કરતો ચક્રની જેમ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણમાં બધા સંસારી જીવ સ્વજન કે પરજન રૂપે આવે છે. અથવા આ સંસારમાં સ્વજન-પરજન જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી કેમ કે એકજ જીવ માતા થઇ ને જન્માંતરમાં બહેન,પુત્રી કે પત્ની બની જાય છે, કોઈ બહેન થઈને ભવાંતરે માતા, સ્ત્રી કે પુત્રી થાય છે એ જ રીતે પત્નીમાતા-બહેન-પુત્રી થાય છે, પુત્રી, માતાપત્ની કે બહેન થાય છે. એજ રીતે પિતા-પુત્ર-પતિ-ભાઈના સંબંધો પણ એકજ જીવમાં ફર્યા કરે છે. સ્વામી-સેવકના સંબંધો પણ પરસ્પર જોવા મળે છે. શત્રુ-મિત્ર બને છે, મિત્ર-શત્રુ બને છે. પરુષ મરીને સ્ત્રી કે નપુંસક થાય છે, નપુંસકમરીને સ્ત્રી કે પુરુષ થાય છે, સ્ત્રી મરીને પુરુષ કેનપુંસક થાય છે. આ રીતે બધાં સંસારી પ્રાણીઓ ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે.
-રાગદ્વેષ, મોહથી અભિભૂત-વિહ્વળ રહેવાથી વિષયતૃષ્ણા છોડી શકતા નથી, તેથી કરીને જ પરસ્પર ભક્ષણ,તાડન,વધ, બંધ,દોષારોપણ, આક્રોશ,નિંદા આદિમાં પ્રવૃત્ત થાય છે. તેમજ તદ્જનિતઅતિદુઃખોને ભોગવે છે. તેથી આ સંસાર દુઃખરૂપ અને કલેશની ખાણજ છે તેવી વારંવાર ચિંતવાન કરવી તે સંસાર-અનુપ્રેક્ષા.
-આવી નિરંતરચિંતવનાથી મુમુક્ષ પ્રાણીને સંસારથી ભય ઉત્પન્ન થતા વ્યાકૂળતા પ્રાપ્ત થાય છે અને તેનાથી વૈરાગ્ય સિધ્ધ થતા તે જીવ સંસારના નાશમાં પ્રયત્ન શીલ બને છે.
[૪]એકત્વ-અનુપ્રેક્ષાઃ
જ મોક્ષ મેળવવા માટે રાગદ્વેષના પ્રસંગોમાં નિર્લેપપણું કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલા પર બંધાતો રાગ અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતો વૈષ ફેંકી દેવા, જે એમ ચિંતવવું કે હું એકલો જન્મ છું, મરું છું, એકલો જ પોતે વાવેલાં કર્મબીજોના સુખ દુઃખ આદિ ફળો અનુભવું છું, તે એકત્વ-અનુપ્રેક્ષા.
૪ જીવ પોતે એકલોજ છે એવી એવી વિચારણાએ એકત્વભાવના. એકલો હોવાથી પોતાના શુભાશુભ કર્મોનું ફળ પણ એકલોજ ભોગવે છે. અન્ય સ્વજન-સંબંધિ તેનાં કર્મોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org