________________
અધ્યાયઃ ૯ સૂત્ર ૭
૪૧ -સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારના કોઈ પદાર્થો કે સંબંધોમાં શરણભૂતતા ન દેખાવાથી તેના પરત્વે તેના પરત્વે પ્રીતિ કે તર્જન્ય રતિ ઉત્પન્ન થતાં નથી.
૪ આત્માને પ્રાપ્ત થતાં જન્મ-મરણનાં દુઃખો તેમજ વર્તમાન જીવનમાં કર્મ પરિણામે પ્રાપ્ત થતાં દુઃખોથી કોઈ ધન કે સ્વજન છોડાવી શકતા નથી પણ સર્વ પ્રકારના દુઃખોમાં સર્વત્ર આત્માને કેવળ પોતે પ્રાપ્ત કરેલા સમ્યફ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પોતાના આત્મિક ગુણોજ પોતાને શરણભૂત થાય છે.
* દુઃખ અને મરણવખતે કોઈ કોંઈનું શરણ નથી ઇત્યાદિ ચિંતવના કરવી તે અશરણ અનુપ્રેક્ષા.
જયાં કોઇપણ પ્રકારનો આશ્રય ન મળે, મનુષ્યોના સંચાર અર્થાત આવાગમનથી જે સ્થાન રહિત હોય,મોટી ભારે અટવી કે જંગલ હોય, અત્યન્ત બળવાન-સુધાગ્રસ્ત-અને તેથી કરીને જ માંસની ઇચ્છા થી પીડીત એવા સહે, પકડેલા હરણના બચ્ચાને માટે જે રીતે કોઈ પણ શરણ હોતું નથી કોઈ તેને બચાવી શકતું નથી-તે રીતે જન્મ,વૃધ્ધાવસ્થા, મરણ, રોગ કે વ્યાધિ,ઇષ્ટ વસ્તુ કે પ્રાણીનો વિયોગ,અનિષ્ટ વસ્તુ કે એવા કોઈ જીવનો સંયોગ, અભિલષિત વસ્તુની અપ્રાપ્તિ,દરિદ્રતા-ગરીબી દૌભાગ્ય-સૌભાગ્યહીનતા, દૌર્મનસ્યમનમાં ચિંતા વગેરેનું રહેવું અથવા રાગ-દ્વેષ આદિ કષાયોની અર્તિથી પીડીત ચિત્તનું હોવું તેમજ જન્મ મરણ આદિથી આક્રાન્ત પ્રાણીને સંસારમાં કોઇ શરણ નથી. કોઈ પણ જીવ આ પ્રાણીઓને એ દુઃખોથી બચાવવા સમર્થ નથી.
સંવરના અભિલાષીએ હંમેશા આ રીતે અશરણતાનો વિચાર કરવો.આ ચિંતવના થી પોતાની જાતને સદાઅશરણ માનતો જીવતે સંસાર, સંસારના પદાર્થો કે પ્રાણીઓથી વિરકત કે ઉદ્વિગ્ન ચિત્તવાળો થાય છે. સાંસારિક ભાવમાં આસકત થતો નથી. અત્ શાસનમાં કહેવાયેલી વિધિપ્રમાણે ચાલવુંતેજ એકમાત્રશરણ છે.
# જે રીતે નિર્જન વનમાં માંસ ભક્ષી અને ભૂખ્યાસિંહ દ્વારા મૃગના બચ્ચા પકડાતાંતે બચ્ચાને કોઈ શરણ -સહાયક થતું નથી, તે રીતે જન્મ જરા, મરણ, રોગ વગેરે દુઃખોની વચ્ચે જીવને કોઈ શરણ નથી, સંચિત ધન બીજા ભવમાં આવતું નથી, સગો ભાઈ પણ મરણકાળે જીવની રક્ષા કરી શકતો નથી, ઈન્દ્ર, હરી કે ચકૂી પણ તે સમયે શરણ થતા નથી કેવળ એક ઘર્મ જ શરણ ભૂત છે. એ વિચારણા તે અશરણાનુપ્રેક્ષા
[૩]સંસાર-અનુપ્રેક્ષાઃ
# સંસાર તૃષ્ણાનો ત્યાગ કરવા માટે સાંસારિક વસ્તુઓમાં નિર્વેદ અથવા ઉદાસીનતા કેળવવી જરૂરી છે, તે માટે ચિંતવવું કે આ અનાદિ જન્મ મરણની ઘટમાળમાં કોઇ સ્વજન કે પરજન નથી.કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબંધો જન્મ જન્માંતરે થયેલા છે, તેમજ રાગ-દ્વેષ અને મોહથી સંતપ્ત પ્રાણીઓને વિષય તૃષ્ણાને લીધે એકબીજાને ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખો અનુભવે છે. ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખદુઃખ આદિન્દ્રોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે તેવી વિચારણા એ સંસારનુપ્રેક્ષા.
# સંસારભાવનાએટલે સંસારનાસ્વરૂપનું ચિંતન કરવું જીવ-નરક,તિર્યંચ,મનુષ્ય દેવ એચાર ગતિરૂપસંસારમાં પરિભ્રમણ કરતાં અનંતદુઃખો સહન કરે છે. સંસારની કોઈ વસ્તુમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org