________________
४४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવી ચિંતવનાથી શરીર પરત્વે મમત્વ ભાવ થતો નથી અને શરીરથી ભિન્નતા સ્વીકાર્યા પછી મોક્ષને માટે પ્રયત્ન થાય છે.
[૬]અશુચિત્વ અનુપ્રેક્ષાઃ
# સૌથી વધારેતૃષ્ણાસ્પદ શરીર હોવાથી તેમાંથી મૂછઘટાડવા એમ ચિંતવવું કે શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે. અશુચિ વસ્તુઓથી પોષાયેલું છે. અશુચિનું સ્થાન છે અને અશુચિ પરંપરાનું કારણ છે તે અશુચિત-અનુપ્રેક્ષા.
$ શરીરની અશુચિતા-અપવિત્રતાનો વિચાર કરવો તેઅશુચિ અનુપ્રેક્ષા. શરીરની અશુચિતાના સાત કારણો કહ્યા છે.
(૧)બીજ-અશુચિઃ-શરીરની ઉત્પત્તિ માતાના લોહી અને પિતાના વીર્યથી થાય છે. જે બંને અશુચિ પદાર્થો છે.
(૨)ઉપખંભ અશુચિ - ઉપખંભ એટલે ટેકો. શરીરને જે સાતધાતુઓનો ટેકો મળે છે. તે રસ, લોહી,માંસ,ચરબી,હાડકાં,મજજા,શુક્ર કે રજ એ સાતે ધાતુ અશુચિ રૂપ છે.
(૩)સ્વયંઅશુચિભાજનઃ-મળ, મૂત્ર,મેલ વગેરેને કારણે શરીર પોતે અશુચિથી ભરેલી પેક કરેલી કોથળી જેવું થઈ જાય છે.
(૪)ઉત્પત્તિ અશુચિ - શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થયું છે. માતાનું ઉદરપણ અશુચિથી ભરેલું છે.
(૫)ઉત્સર્ગ અશુચિઃ-શરીરમળ, મૂત્ર,પરુ,મેલ,પ્રસ્વેદ આદિ અનેક અશુચિ પદાર્થોનો ત્યાગ કરે છે તે ઉત્સર્ગ અશુચિ.
(૬)અશકય પ્રતીકારઃ-શરીરની અશુચિને નિવારવા ગમે તેટલો પ્રયત્ન કરી એ તો પણ તે શુચિય-પવિત્ર બનતું નથી. જેમ કોલસો કદી ઉજળો થતો નથી તેમ શરીર પણ ચોખ્ખું થતું નથી.
(૭)અશુચિકારક-આ કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ સુંદર અને સ્વાદિષ્ટ છે તે પણ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તો જોવી ગમતી નથી.
-આ રીતે વિવિધ દ્રષ્ટિ એ અશુચિનું ચિંતવન કરવાથી શરીર પરત્વે ઉગ-અપ્રીતિ જન્મે છે, સદાને માટે આ શરીર ને નાશ કરવાની કે અંત આણવાની ઇચ્છા થાય છે.
૪ આ શરીર અશુચિમય પુગલોનું બનેલું છે. પુરુષને શરીરમાં બે ચક્ષુ, બે કાન, બેનાક એકમુખ, એક ગુદા, એક લિંગ એ નવકારોથી હંમેશા અશુચિ વહ્યા કરે છે અને સ્ત્રીને બે સ્તન તથા યોનિમાં બે દ્વાર હોવાથી બાર દ્વારા થી અશુચિ વહ્યા કરે છે. વળી આ શરીરમાં જે ઉપર દેખાય છે તે અંદર ચાલી જાય અને અંદરના પદાર્થો બહાર આવી જાયતો કેવીબીભત્સ અને ત્રાસ ઉપજાવે તેવી આકૃત્તિનું દર્શન થાય છે? વગેરે ચિંતવના તે અશુચિતાનુપ્રેક્ષા.
$ ખરેખર! આ શરીર અશુચિમકે છે તેવી વિચારણા કરવી. કેવીરીતે અશુચિમય છે? કયા કયા કારણોથી તેમાં અશુચિતા છે? જેમ કે
(૧) જે કારણોથી આ શરીરની ઉત્પત્તિ થાય છે. તેના પૂર્વ અને ઉત્તર કારણ અપવિત્ર છે. (૨)આ શરીર અપવિત્ર પદાર્થોનું આશ્રય સ્થાન છે. (૩)આ શરીર અશુચિ પદાર્થોનું ઉત્પત્તિ સ્થાન છે (૪) પરિણામે પણ શુભ વસ્તુને અશુચિમય બનાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org