________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ +
૩૭
બાહ્યઉપધિ રજોહરણાદિક નો પણ માત્ર ધર્મ સાધના પૂરતો જ ઉપયોગ કરે, રાગાદિની શોભા માટે ધારે નહીં, પરિણામે તેને પણ ત્યાગ કરવાની ઇચ્છા,ક્રોધાદિક અત્યંતર ઉપધિનો ત્યાગ કરવાની ઇચ્છા, શરીરનો ત્યાગ,અન્ન-પાનનો ત્યાગ,ઔપગ્રહિક દંડાદિ ઉપધિ, ઉપાશ્રયાદિ ના પણ ત્યાગની ઇચ્છા,કોઇ પણ વસ્તુ ઉપર મૂર્છા રૂપ ભાવ દોષનો ત્યાગ, તે ત્યાગ ધર્મ છે. [૯]આચિન્ય ધર્મ:
જેમ બને તેમ સંયમના ઉપકરણો થી પણ અળગા રહેવું તે.
કોઇપણ વસ્તુમાં મમત્વ બુધ્ધિ ન રાખવી તે આર્કિચન્ય.
૪ શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વ નો અભાવ એ આર્કિચન્ય ધર્મ છે. આર્કિચન્ય એટલે સર્વવસ્તુ નો અભાવ.
કંઇપણ પરિગ્રહ ન રાખવો તે આર્કિચન્ય ધર્મ છે અને મમત્વ ન રાખવું તે પણ આર્કિચન્ય ધર્મ છે.
शरीरधर्मोपकरणादिषु निर्ममत्वमाकिञ्चन्यम्
શરીર ધર્મોપકરણ વગેરેમાં મમતારહિતપણું. ત્યાગ ધર્મમાં ત્યાગબુધ્ધિ પ્રધાન છે અને આર્કિચન્ય ધર્મમાં સંયમ માટે જ રાખવાથી મમત્વ બુધ્ધિનો અભાવ મુખ્ય છે. [૧૦]બ્રહ્મચર્ય ધર્મ:
આત્માને આત્મ ભાવમાં સ્થિર કરવા માટે નવવિધ બ્રહ્મચર્ય ની ગુપ્તિ ધર્મનું યથાર્થ પાલન કરવું તે.
ખામીઓ ટાળવા, જ્ઞાનઆદિ સદ્ગુણો કેળવવા, ગુરુની અધીનતા સેવવા માટે બ્રહ્મ અર્થાત્ ગુરુકુળમાં ‘ચર્ય’ એટલે કે વસવું તે બ્રહ્મચર્ય.
-એનાપરિપાલનમાટે અતિશય ઉપકારક કેટલાંક ગુણો છે, જેવા કે આકર્ષક . સ્પર્શ,રસ,રૂપ,ગંધ,શબ્દઅનેશરીર સંસ્કાર વગેરે માં ન તણાવું તે બ્રહ્મચર્ય ધર્મ પાલન.
બ્રહ્મચર્ય એટલે મૈથુન વૃત્તિનો ત્યાગ. ઇષ્ટ વસ્તુમાં થતો રાગ અને અનિષ્ટ વસ્તુમાં થતો દ્વેષ-તે બંનેનો ત્યાગ કરી આત્મરમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. મૈથુન નિવૃત્તિ રૂપ બ્રહ્મચર્યના પાલન માટે નવ વિધ-બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન આવશ્યક છે.
બ્રહ્મ એટલે ગુરુ તેને આધીન જે ચર્યા તે બ્રહ્મચર્ય.
મન,વચન,કાયાથી મૈથુન કરવું -કરાવવું કે અનુમોદવું નહીં તે અથવા ગુરુની નિશ્રામાં રહી તેની આજ્ઞાના પાલન પૂર્વક જ્ઞાન અને આચાર શીખવા તે.
વ્રતોનું પાલન કરવા માટે, જ્ઞાનમાં વધારો કરવા માટે,કષાય આદિ દોષો પકવીને દૂર કરવા માટે,ટૂંકમાં જીવનના સર્વતોગામી વિકાસને માટે ગુરુકુળવાસ સંસ્થામાં રહેવું તે બ્રહ્મચર્ય .
વ્યાવહાર પ્રસિધ્ધ ઉકિતનો આ વ્યાખ્યામાં સમાવેશ થઇ જાય છે કે ગુરુકુળવાસમાં બ્રહ્મચારીઓ જ રહે અને ગૃહવાસમાં અબ્રહ્મચારીઓ હોય આ રીતે મૈથુન વર્જન રૂપ બ્રહ્મચર્ય પણ આ વ્યાખ્યામાં પરોક્ષ રીતે સમાવિષ્ટ જ છે.
ગુરુકુળ વાસમાં શિષ્યોને તૈયાર કરવા માટે પાંચ પ્રકારના આચાર્યો હોવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org