________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ મન,વચન, કાયાના કર્મરૂપ યોગનો નિગ્રહ કરવો તે સંયમ.અર્થાત મન, વચન, કાયાને વશ નથવું પરંતુ તેને પોતાના વશમાં રાખવા એ સંયમ ધર્મ છે.જેના પૃથિવીકાયિક આદિ નવેકાયોનો સંયમ તથા પ્રેક્ષ્ય સંયમાદિ આઠ પ્રકારો ઉપર કહ્યા મુજબ જાણવા.
(૧)પૃથિવિકાયિક સંયમ :-પૃથિવિકાયના જીવોને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન,વચન, કાયથી કરવા કરાવવા અને અનુમોદવા રૂપે ત્યાગ કરવો એ પૃથ્વિકાય સંયમ છે.
(૨થી૯) અપ્રકાયિકઆદિ સંયમ -પૃથિવિકાય અનુસાર આબધા જીવોનેવિશે સમજી લેવું. (૧૦)પ્રેક્ષ્ય સંયમ - આંખોથી નિરિક્ષણ કરવા પૂર્વક બેશવા વગેરેની ક્રિયા કરવી તે.
(૧૧)ઉપેક્ષ્ય સંયમ:-સાધુઓએ પોતાની ક્રિયામાં દત્તચિત રહેવું અને શ્રાવકોએ ગૃહસ્થોએ કરવાની સ્વક્રિયા આદિ પરત્વે ઉપેક્ષા કરવી તે.
(૧૨)અપહત્ય સંયમ:- બિનજરૂરી વસ્તુનો ત્યાગ અથવા જીવોથી યુકત ભિક્ષા આદિ વસ્તુને પરઠવી દેવી તે અપત્ય સંયમ.
(૧૩)પ્રમૂજય સંયમ -દરેક પ્રવૃત્તિ પ્રમાર્જના સાથે કરવી તે.
(૧૪)ઉપકરણ સંયમ -પુસ્તકાદિ ઉપકરણો જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું એ ઉપકરણ સંયમ.
(૧૫થી ૧૭) મન-વચન-કાય સંયમઃ- અશુભ યોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ તે મન,વચન, કાય સંયમ.
[9]તપ ધર્મ
૪ બાહ્ય અને અત્યંતર છ-છ પ્રકારના તપવડે કર્મોને તપાવીને બાળીને આત્માને નિર્મળ કરવો તે.
# મલિન વૃત્તિઓને નિર્મૂળ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મ દમન કરવામાં આવે છે તે તપ. ( t શરીર અને ઇન્દ્રિયોની તપાવવા દ્વારા આત્મ વિશુધ્ધિ કરે એ તપ. જેનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્રઃ૧૯ થી શરુથશે.
$ ઇચ્છાનો રોઘ કરવો તે તપ જે સૂત્રકારે સંવર અને નિર્જરા બંનેમાં કહ્યો છે. નવતત્વમાં પણ બંનેમાંજ કહેવાયો છે.
# તપના બે ભેદ છે. (૧)બાહ્ય (૨)અભ્યન્તર. જેનું વર્ણન આગામી સૂત્રોમાં થનાર છે. પ્રકિર્ણક તપના અનેક ભેદ છે. જેમ કે યવતપ,મધ્યપ, વજુમમધ્યપ કનકાવલી,રત્નાવલી,મુકતાવલી,સિંહ વિક્રીડિત વગેરે વગેરે.
[૮]ત્યાગધર્મ# સમસ્ત પરભાવની આશંસાથી મુકત થઈ નિષ્પરિગ્રહી બનવું તે ત્યાગધર્મ. # પાત્રને જ્ઞાનાદિ સદ્ગુણો આપવા તે ત્યાગ.
૪ બાહ્ય-અત્યંતર ઉપધિમાં ભાવદોષનો મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અથવા બિનજરૂરી ઉપકરણો નો અસ્વીકાર એ ત્યાગધર્મ છે.
+ बाह्याभ्यन्तरोपधिशरीरानपानाद्याश्रयो भावदोषपरित्यागस्त्यागः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org