________________
અધ્યાયઃ ૯ સૂત્ર
૩૫ સાથેના સંભાષણ વ્યવહારમાં વિવેક રાખવો તે ભાષા સમિતિ અને પોતાના સમશીલ સાધુપુરુષો સાથેના સંભાષણ વ્યવહારમાં હિત,મિત અને યર્થાથ વચનનો ઉપયોગ કરવો તે “સત્ય” નામક યતિ ધર્મ છે.
# જરૂર પડે ત્યારે જ સ્વ-પરને હિતકારી પ્રમાણોપેત આદિ ગુણોથી યુકત વચનો બોલવા તે સત્ય ધર્મ
૪ હિતકારી, માપસર,પ્રિય,ધર્મની પ્રેરણા આપનારા વાકયો બોલવાં તે સત્ય ધર્મ.
# સત-પ્રશસ્ત પદાર્થના વિષયમાં પ્રવૃત્ત થનારા વચનને અથવા જે સજજનોને માટે હિતસાધક છે, એવા વચનને સત્ય કહે છે.
જે વચન અનૃત-મિથ્યાન હોય, રૂક્ષતાકે કઠોરતાથી રહિત હોય,ચુગલી વગેરે દોષરૂપ ન હોય,અસભ્યતાના દ્યોતક ન હોય, જે ચપળતા- ચંચળતા પૂર્વક કહેવાયું ન હોય, જે મલિનતા કે કલુષિતાનું સૂચક ન હોય, જે સંભ્રાન્ત- ભ્રમરૂપ ન હોય, તેવા વચન તથા જે શ્રોતાઓને કર્ણપ્રિય લાગે, ઉત્તમ કુળવાનો ને યોગ્ય હોય, સ્પષ્ટ અને વિશદ્ હોય, જેનું ઉચ્ચારણ ફૂટ હોય, ઉદારતા કે ઉચ્ચ વિચારોથી યુકત હોય, જે ગ્રામ્ય દોષથી રહિત હોય, અશ્લીલતા દોષથી મુકત હોય, રાગ-દ્વેષ થકી બોલાયેલ નહોય, તેનું સાધક કે સૂચકન હોય, જે સૂત્ર કે આગમ પરંપરા અથવા માર્ગનુસાર હોય, તે મુજબ જ જેનો પ્રતિપાદ્ય અર્થ પ્રવૃત્ત થતો હોય, વિદ્વાનો સમક્ષ બહુમૂલ્ય ગણાતો હોય, અર્થજનોના ભાવને ગ્રહણ કરવામાં જે સમર્થ હોય, તત્વ જિજ્ઞાસું જે વિષયને સમજવા માગતા હોય તેને આશ્રીને જ જે પ્રવૃત્ત થયા હોય, સ્વ-પરના અનુગ્રહથી યુકત હોય, વંચાનાદિ દોષ રહિત હોય, નિરવદ્ય હોય, અતિ શાસનના અનુગામી હોવાથી જે પ્રશસ્ત હોય, દેશકાલાનુરૂપ તેવું સત્ય વચન જ સત્ય ધર્મ માનવો જોઈએ -સ્વોપજ્ઞ ભાષ્ય.
# સત એટલે વિદ્યમાન વસ્તુને આધારે ઉત્પન્ન થયેલું વચનતે સત્ય.જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે માનીને બોલવું તે.અથવા સત્ એટલે પ્રશસ્ય, સજજનો ને હિતકારી
[]સંયમ ધર્મ
૪ આત્માને પરભાવમાં જતો રોકવા માટે શાસ્ત્રોકત સત્તર પ્રકારના સંયમ ધર્મની આરાધના કરવી તે.
# મન,વચન અને દહેનુ નિયમન અર્થાત વિચાર, વાણી અને ગતિ, સ્થિતિ આદિમાં યતના કેળવવી તે સંયમ.આ સંયમના સત્તર પ્રકાર જુદી જુદી રીતે પ્રસિધ્ધ છે. તેમાંના મુખ્ય બે ભેદ આ રીતે છે: એક ભેદ-પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, પાંચ અવ્રતનો ત્યાગ,ચાર કષાયનો જય, અને મન,વચન, કાયાની વિરતિ એ સત્તર
બીજો ભેદ-પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં સંયમ તે નવ ભેદ, તથા પ્રેશ્યસંયમ, ઉપેશ્યસંયમ, અપહૃત્યસંયમપ્રમૂજયસંયમ,કાયસંયમ,વાર્શયમ, મનઃસંયમ, અને ઉપકરણ સંયમ એવા કુલ સતર ભેદ.
૪ સમ્યક પ્રકારે યમ. પ-મહાવ્રત અથવા પ-અણુવ્રત તે સંયમ ઘર્મ જેમાં મુનિનો સંયમ ઉપરોકત ૧૭ પ્રકારે કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org