________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સરળતા કે નિષ્કપટ પડ્યું.
ૐ ભાવ,પરિણામોની વિશુધ્ધિ અને વિસંવાદ-વિરોધ રહિત પ્રવૃત્તિએ આર્તવ ધર્મનું લક્ષણ છે. ૠજુભાવ કેૠજુકર્મ ને આર્જવ કહે છે ભાવ-દોષને ધારણ કરનાર છળ,કપટ,માયાચારરૂપ અંતરંગ પરિગ્રહથ યુકત હોય છે.જેના વડે તે આલોક અને પરલોકમાં અશુભ ફળને દેનારા પાપકર્મનો બંધ કર્યા કરે છે. ઉપદેશાતા હિત નેપણ પામતા નથી.માટે જે આર્જવ સરળતા છે તે જ ધર્મ છે.
૩૪
ૐ ૠજુભાવ,ૠજુકર્મ, સરળપણું,નિષ્કપટતા,નિર્મળતા વગેરે પર્યાય શબ્દો છે. આ આર્જવ ધર્મના અભાવે અર્થાત્ કપટ કે માયને કારણે મહા કર્મબંધ થતો હોવાથી સરળતા રાખવામાં જ ધર્મ છે. [૪]શૌચ ધર્મ:
પોતાને લાગેલા પાપ-દોષોની પ્રતિક્રમણાદિ ભાવે શુધ્ધિ કરવી તે અથવા નિર્લોભતા એ બંને અર્થમાં શૌચ ધર્મની વ્યાખ્યા જોવા મળે છે.
ૐ ધર્મનાસાધન અને શરીર શુધ્ધામાં આસકિત ન રાખવી એવી નિર્લોભતા તે શૌચ. શૌચ એટલે લોભનો અભાવ-અનાસકિત ધર્મના ઉપકરણો ઉપર પણ મમત્વ ભાવ કે આસકિત ન રાખવા જોઇએ. લોભ કે આસકિતથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને છે. માટે લોભ કે આસકિત અશૌચ-અશુચિ છે. અલોભ કે અનાસકિતથી આત્મા શુધ્ધ બને છે. માટે તે શૌચ કે શુચિ છે.
પવિત્રતા,મન,વચન,કાયા અને આત્માની પવિત્રતા,મુનિઓ બાહ્ય ઉપાધિ રહિત હોવાથી મનથી પવિત્ર હોય છે. વચનથી સમિતિ-ગુપ્તિ જાળવતા હોવાથી પવિત્ર છે. તપસ્વી હોવાના કારણે શારીરિક મેલો બળી જવાથી કાયા પણ પવિત્ર હોય છે રાગદ્વેષના ત્યાગનું લક્ષ્ય હોવાથી આત્માને પણ પવિત્ર કરે છે.આ જ શૌચ ધર્મ છે. નવતત્વવિસ્તારાર્થ મૈં અલુબ્ધતા,લોભ કષાય પરિહાર,ત્યાગ અથવા લોભ રહિત પ્રવૃત્તિ એ શૌચ ધર્મનું લક્ષણ છે.
વ્યાકરણના નિયમાનુસ ૌવ શબ્દનો અર્થ શુચિભાવ કે શુચિકર્મ છે. અર્થાત્ ભાવોની વિશુધ્ધિ અને ધર્મના સાધનોમાં પણ આસકિત ન હોવી તે શૌચ ધર્મ છે.
અલોભ,શુચિભાવ,શુચિકર્મ,પવિત્રકામ નિષ્પાપ,વસ્ત્ર પાત્રાદિક ધર્મના ઉપકરણોમાં આસકિત ન હોવી તે શૌચ આવો આસકિત વાળો માણસ અપવિત્ર ગણાય છે અને તે પાપકર્મ બાંધે છે. તેને સમજાવાથી સમજતો નથી માટે પવિત્રતા જાળવવા શૌચ ધર્મનુ પાલન હિતાવહ છે.
પાંચ મહાવ્રત આદિને અનાસકિત તથા પ્રાયશ્ચિતાદિક થી શુધ્ધ રાખવા તેભાવશૌચ
[૫]સત્ય ધર્મ:
ૐ જેનાથી આત્મા નિર્મળ બને તે ભાવોને અનુસરવું તે.
♦ સત્પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન તે ‘સત્ય’ .
સત્ય અને ભાષા સમિતિ મધ્યે થોડો તફાવત દર્શાવાયો છે અને તે એ કે દરેક માણસ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International