________________
૩૩
અધ્યાયઃ ૯ સૂત્ર
(૭)લાભમદઃ-વેપાર ધંધામાં મોટો ફાયદો થઈ જાય, રાજા વગેરે તરફથી મોટું માન મળી જાય, અન્ય કોઈ લાભ મળી જાય અને તેનું અભિમાન કરવામાં આવે તે લાભમદ.
(૮)વીર્ય/બળ મદઃ-શરીર શકિતશાળી હોય,બળ કે પરાક્રમ શક્તિ પૂરતી હોય ત્યારે તેનું જે અભિમાન કરવું તેને બળ મદ કહે છે.
આઠમદનો ત્યાગ કરવા માટેની વિચારણા -
(૧)સંસાર પરિભ્રમણ કરતાં અનેક વાર હીન, મધ્યમ અને ઉત્તમ જાતિની પ્રાપ્તિ થઈ છે, સ્વ-સ્વકર્માનુસાર જીવો હીન આદિજાતિમાં ઉત્પન્ન થાય છે. કોઈ જાતિ શાશ્વતી રહેતી નથી. તો પછી આવા અનિત્ય તત્વમાં અભિમાન શું કરવું?
(૨)ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવા છતાં જીવો રૂપ, બળ, બુધ્ધિ,શીલ વૈભવ આદિ ગુણોથી રહિત હોય તો તેની કોઈ કિંમત રહેતી નથી. આથી શીલાદિ રહિત ઉત્તમ કુળની કિંમત શી? માટે કુળ મદ નકરવો.
(૩)જેની ઉત્પત્તિ અશુચિ પદાર્થોમાંથી થાય છે, જેમાં રોગાદિકનો ભય રહેલો છે જેનો અવશ્ય વિયોગ થવાનો છે, એવા અનિત્વ રૂપનો ગર્વ કરવો તે ધર્મોજન માટે યોગ્ય નથી.
(૪)જેની પ્રાપ્તિ, રક્ષણ,ઉપભોગ અને વિયોગમાં કલેશ રહેલો છે એવા ઐશ્વર્યનો મદ કરવો એ મૂર્ખતા છે. તેમ વિચારણા કરવી.
(૫)જેમ જ્ઞાન-બુધ્ધિ વધે તેમ તેમ વિનય વધવો જોઈએ તેને બદલે બુધ્ધિના મદથી વિનય ગુણનો નાશ થાય છે .વિનય રહિત જીવના તપ અને ધર્મનિષ્ફળ છે માટે મારે બુધ્ધિ જ્ઞાનનો અહમ્ અવશ્ય છોડવા જેવો છે.
(૬)ક્ષયોપશમનાઅનેક ભેદ હોવાથી મારાથી પણ અધિક બહુશ્રુત ઘણાં છે, આગમના અર્થો ગહન હોવાના કારણે કેટલાંક પદાર્થો હુંન પણ સમજુયો હોઉં અથવા વિપરીત સમજયો હોઉં તે સંભવિત છે.માટ અપૂર્ણ એવા મારા આ કૃતનો મદ શો કરવો?
(૭) ઇષ્ટ વસ્તુનો લાભ કર્મને આધીન છે, લાંભાતરાય નો ક્ષયોપશમ હોય તો વસ્તુ મળે, અન્યથાન પણ મળે.સર્વથા અંતરાય કર્મ તુટવાથી ત્રણ જાતના સામ્રાજયનો પણ લાભ થઇ શકે છે પછી બે-ચાર વસ્તુની પ્રાપ્તિ વધુ થાય તો પણ તેમાં મદ કરવાનો શો અર્થ છે? તેમ ચિંતવવું.
(૮)બળ પણ સદાકાળ કોનું ટકી રહ્યું છે? કયારેક નિર્બલ પણ બળવાન બની જાય છે? છતું બળ કયારેક કામ નથી આવતું. તો આવા બળનો ફોગટ ગર્વ કરવાથી શું મળે?
આવી આવી વિચારણા થકી આઠે મદનો નિગ્રહ કરવો [૩]આર્જવ-ધર્મ
માયા, કપટ નો ત્યાગ કરીને સરળતા રાખવી તે.
૪ ભાવની વિશુધ્ધિ અર્થાત્ વિચાર,ભાષણ વર્તનની એકતા તે આર્જવ. આ ધર્મ કેળવવા માટે કુટિલતાના દોષો નિવારવા.
૪ આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન,વચન, કાયાની પ્રવૃત્તિમાં સરળતાતે આર્જવા છે. માયા,કૂડ,કપટ, શતા આદિ દોષોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. અ. ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org