________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જવાબઆપવાઃ- કોઈ સમજવાઇ છેકેશ્રાવકઆદિકોઈ પ્રશ્નના ખુલાસામાંગેતો શાસ્ત્રોકત નીતિ-રીતિ મુજબ સારી રીતે ઉપયોગ પૂર્વક ઘમદશના આપે તથા પ્રશ્નનો જવાબ આપે.
મૌન બોલવું જ નહીંતે મુનિ વિના કારણ ન બોલે તેથી ન બોલવાઅર્થમાં મૌન શબ્દ રૂઢ થયેલો છે.
[3]મનોગુપ્તિ
જ મનમાં જેટલાસાવધસંકલ્પથાય છે તેનો ત્યાગ કરવો અથવાશુભસંકલ્પો ધારણ કરવાને કે કુશલ અથવા અકુશલ બંને પ્રકારના સંકલ્પ માત્રનો નિરોધ તેમનોગુપ્તિ કહેવાય છે.
# દુષ્ટ સંકલ્પનો તેમજ સારા-નરસા મિશ્રિત સંકલ્પ નો ત્યાગ કરવો અને સારા સંકલ્પને સેવવો એ મનો ગુપ્તિ.
# આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપઅશુભવિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કેશુકલ ધ્યાન રૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ એ મનો ગુપ્તિ છે.
# રાગદ્વેષાદિથી અભિભૂત પ્રાણીનેઅતીત અનાગતવિષયાભિલાષાઆદિથીમનોવ્યાપાર નિમિત્તક કર્મ આવે છે તે કર્મનોનિગ્રહ કરનારને આવતા નથી અર્થાત સંવર થાય છે.
૪ સાવદ્ય સંકલ્પ રોકી દેવો. સારો સંકલ્પ કરવો અથવા સારા કે ખોટાં સર્વ પ્રકારના સંકલ્પો કરવાનું રોકી દેવું તે.
સાવધ સંકલ્પરોકવોઃ- આર્ત રૌદ્ર ધ્યાન ન ધ્યાવવાં,મનની ચંચળતાથી કોઈ રીતે પાપ વ્યાપાર ન ચિંતવાઈ જાય તે રીતે મનના સંકલ્પની રુકાવટ કરવી.
ધર્મની પરંપરા એ વૃધ્ધિ થાય તેવા સંકલ્પો કરવા. સરાગ સંયમાદિકે સંસારના કારણ રૂપ સંકલ્પો ન કરવા. જ ત્રણે ગુપ્તિનું રહસ્યઃ
કાયગુપ્તિ-કાયાના કર્મને,કાયાનીચેષ્ટાને કાયયોગનેસૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. વાગયોગ બેઇન્દ્રિયાદિ જીવોને હોય છે, મનોયોગ તો સંશિ પંચેન્દ્રિય જીવોને જ હોય છે.
આ રીતે કામ યોગ સૂક્ષ્મ કે બાદર,ત્રસ કે સ્થાવર સર્વ જીવોને હોય છે. તેનો સંબંધ અનાદિકાળ થી છે અને મોક્ષમાં જાય ત્યાં સુધી રહેવાનો છે. મોક્ષમાં જતા ભવ્ય જીવને અયોગી અવસ્થા પ્રાપ્ત થતી વખતે પણ સૌથી છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ કાયયોગ નિવૃત્ત થાય છે.
તેમાં પ્રથમ બાદર કાયયોગ નિવૃત્ત થાય છે, પછી સૂક્ષ્મ.કારણ કે સૂક્ષ્મતર કાયયોગ તો છેલ્લા સમય સુધી ટકે છે તે નિવૃત્ત થવાના સમયે જ આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે.
પાંચ ધ્રુસ્વાર પ્રમાણ કાળમાન ધરાવતાં ચૌદમાં અયોગિ ગુણસ્થાનકે પણ કાયયોગ હોય તો છે જ પણ અતિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોવાથી તેની ગણતરી કરવામાં આવતી નથી. છતાં તે ગુણસ્થાનક પસાર કરવું પડે છે તેમાં મુખ્ય કાયયોગ જ છે.
આ રીતે અનાદિકાળથી જોડાયેલા એવા આ કાયયોગનો નિગ્રહકે ગુપ્તિની વધુમાં વધુ જરૂર છે. ઈન્દ્રિયોના સર્વ વિષયો ભોગવવાનું એ મુખ્ય દ્વાર હોવાથી કર્મોબાંધવામાં એ દૃઢ કારણ છે. નવા કર્મો અને પુગલો કાયયોગ દ્વારાજ ગ્રહણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org