________________
૨૨
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪
આ કારણો થી કાયાનો સમ્યગુ નિગ્રહ અતિ આવશ્યક છે.
વચન ગુપ્તિ-આત્મા કર્મના ઉદયને આશ્રીને જે જે સ્વરૂપે પોતાની ચેતના નો ઉપયોગ કરે તે જ નિશ્ચયનયથી મુખ્ય હાનિ છે.તે જ મુખ્યા આશ્રવ છે. ભાષાપર્યાપ્તિનામકર્મના ઉદયથી આત્માને બોલવું પડે છે. અને બોલવાથી આત્મામાં કંપન થાય છે અને તેથી નવા નવા કર્મો બંધાય છે.
આત્મા વચનથી અગોચર છે વળી સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ પણ વચનથી કહી શકાતુ નથી તેમજ તેઓને પણ વચન-યોગ હોતો નથી. તેમછતાં આત્મામાં જે ભાષક-ભાવનો સ્વભાવ છે અને તેસ્વભાવભાષા પર્યાપ્તિનામકર્મના ઉદયથી પ્રગટ થાય છે. પરંતુ તે કર્મબંધમાં કારણરૂપ હોવાથી તેને સાવધ પ્રવૃત્તિમાંન રોકતાંનિરવધ પ્રવૃત્તિમાં રોકીને તે દ્વારા કર્મબંધનના અશુભ કારણે પ્રવર્તતા આત્માના વીર્યને સંવર અને નિર્જરામાં ફેરવી નાખવું જોઇએ.
આ રીતે સ્વાધ્યાયાદિમાં લીન રહેવા દ્વારા મૌન ધારણ કરીને અથવા સમ્યફનિરોધથકી વચનને ગોપવવા થકી વાગુપ્તિ પાલન કરવી અને ભાષા વર્ગણાના પુદ્ગલોને કુશળ અનુષ્ઠાનોમાં પ્રવર્તાવવા.
- મનોગુપ્તિઃ-મન એ સંજ્ઞીજીવો માટે આશ્રવનું પ્રબળ કારણ છે. મનમાં જ મમતા ઉત્પન્ન થાય છે અને મન જ કલહ કરે છે. મનુએ પ્રબળમાં પ્રબળ વેગવંત ઘોડો છે. મોહરૂપી રાજાનો એ મંત્રી છે. આર્ત રૌદૂ ધ્યાનની ઉત્પત્તિની ભૂમિ છે. અને આ મનની ગુપ્તિ એ જ ધર્મ અને શુકલ ધ્યાનનું મૂળ છે. તેથી કરીને જ મનો નિગ્રહ અતિ આવશ્યક છે.
યોગ એટલે કે પુદ્ગલોનો સંયોગ અને વ્યાપારથી આત્મા પ્રદેશોમાં ઉત્પન્ન થતી ચંચળતા તે ભાવયોગ છે. અને તેના કારણભૂત પુદ્ગલ દ્રવ્યોનો સંયોગ અને તેનો વ્યાપાર એદવ્યયોગ છે. એ પ્રમાણે આત્મા સાથે જોડાયેલી મનોવર્ગણા અને તેની હિલચાલ એ દ્રવ્ય મનોયોગ છે. અને તે વખતે થતી આત્મ પ્રદેશોમાં ચંચળતા, તે ભાવમનોયોગ છે. મનોવર્ગણાની મદદથી વિચારણા કરતું મન તે દ્રવ્ય મન છે. અને તે વખતે આત્માનાનો ઈન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનનો ઉપયોગ તે ભાવમન છે.
અર્થાત્ યોગ એ વાસ્તવિકરીતે આત્માનો સ્વાભાવિક સ્વાભાવ નથી, પરંતુ વૈભાવિક એટલે કે અન્ય સંયોગ થી ઉત્પન્ન થનાર સ્વભાવ છે. અને તે મોક્ષમાર્ગ માં વિઘ્નરૂપ છે.
તેથી આ મનોયોગ ને રત્નત્રયી ની આરાધનામાં એવી રીતે જોડવો કે જેથી કરીને ધીમે ધીમે વૈભાવિક સ્વભાવ દૂર થતો જાય અને આત્મ પ્રદેશોમાં ચંચળતા ઓછી થતી જાય એટલે કે મનોગુપ્તિ થકી મનનો વિરોધ કરીને અથવા કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા થકી ક્રમશઃ મનઃપર્યાપ્તિ નામકર્મનો ક્ષય કરવો અને છેવટે સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય મનના નિરોધ થકી મોક્ષની પ્રાપ્તિ કરવી.
[8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-ગુર નિયાળે કુરાગમસ્થસત્રનો જ ૩૪ મ.ર૪.ર૬
સૂત્રપાઠ સંબંધઃ- “સખ્ય પ્રકાર” ને બદલે અહીં પાઠમાં “અશુભ પ્રયોજનોથી'' કહ્યું તે માત્ર એકજ વાતને રજૂ કરવાની જુદી પધ્ધતિ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org