________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪
વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું તે કાયગુપ્તિ.
કાયોત્સર્ગ આદિ દ્વારા કાય વ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોકત વિધિ મુજબની પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે.
અજયણાચારીનું જોયાવિના,પૂંજયા-પ્રમાજર્યાવિના જમીન પર ફરવું, બીજી વસ્તુ રાખવી, ઉઠવું,સુવું, બેસવું, આદિ જે શારીરીક કિયા થાય છે અને તે નિમિત્તે કર્મોનો જે આસ્રવ થાય છે તે કાયયોગ નિગ્રહી અપ્રમત સંયમી ને થતો નથી અર્થાત્ સંવર થાય છે.
સુવું/શયનઃ-રાત્રે જ શયન કરવું,દિવસે ન કરવું, આગમ વિધિ પ્રમાણે નિદ્રા થી મુકત થવું, ૧ પ્રહર ગયા પછી ગુરુની આજ્ઞા લઇ ત્રણ હાથ ભૂમિ પ્રમાણ જગ્યામાં સૂવું.ભૂમિનું યોગ્ય પડિલેહણ પ્રમાર્જન કરી, ડાબા હાથને માથા નીચે સ્થાપન કરી, ઘુંટણવાળી, જરૂર પડેતો પ્રમાર્જન થકી પગ પસારીને સુંવું.પડખું ફેરવતા કે પગ સંકોચતા રજોહરણ વડે પૂંજવુ. બેસવું:- જમીન ઉપર ચક્ષુથી પ્રમાર્જી-તપાસીને, આસન પાથરીને બેસવું,હાથ-પગ સંકોચવા કેપસારવા પડે તો, સંડાસા –સાંધાની પ્રર્માજના ક૨વી. વર્ષાઋતુમાં પાટ-પાટલા જોઇ-તપાસી–પ્રમાર્જીને બેસવું.
૨૧
લેવું-મૂકવુઃ-દંડ,ઉપકરણો,પાત્રા આદિ વસ્તુ લેવા મુકવા પડે.તે પ્રતિલેખી- તપાસી, પ્રમાર્જીને લેવા મુકવા.
ઉભા રહેવુઃ-બિન જરૂરી ઉભા રહેવાદિ અસમ્યપ્રવૃત્તિનું નિવારણ કરવું અને ઉભવું પડે ત્યારે ભીંત કે થાંભલાદિક નો ટેકો લેતા પહેલાં તે સ્થાનની પ્રમાર્જના કરવી. ફરવું,ચાલવું તેઃ- કાયાને અસભ્યપણે પ્રવર્તાવવી નહીં. તેમ છતાં ચાલવું જ પડે ત્યારે હિંસાદિક દોષોની નિવૃત્તિ પૂર્વક ચાલવું તેને કાયગુપ્તિ કહેવામાં આવે છે.
[૨]વચનગુપ્તિઃ
યાચના કરવી,માંગવુ કે પૂછવું અથવા પૂછેલાનું વ્યાખ્યાન કરવામાં અથવા નિરુકિત વગેરે દ્વારા તેનું સ્પષ્ટીકરણ કરવામાં જે વચનનો પ્રયોગ થાય ,તેનો સમ્યફ્રીતે નિરોધ કરવો તે વચનગુપ્તિ.
બોલવાના દરેક પ્રસંગે કાંતો વચનનું નિયમન કરવું અને કાંતો પ્રસંગ જોઇને મૌન રહેવું એ વચન ગુપ્તિ.
ૢ મૌનદ્વારાવચનવ્યાપારની નિવૃતિ અથવા શાસ્ત્રોકતવિધિ મુજબ સ્વાધ્યાય,ઉપદેશ આદિમાં વચન પ્રવૃત્તિ એ વચન ગુપ્તિ છે.
ૐ સંવર રહિત જીવના અસત્ પ્રલાપ, અપ્રિય વચન બોલવું આદિથી થી જે વાચિક વ્યાપાર નિમિત્તક કર્મ આવે છે તે વચનનો નિગ્રહ કરનાર ને આવશે નહીં અર્થાત્ સંવર થશે. યાચના કરવા માટે -પૂછવામાટે- પ્રશ્નનો જવાબ આપવા માટે બોલવું પડે, તે સિવાય વાણી ઉપર સંયમ રાખવો અથવા મૌન ધારણ કરવું તે વચન ગુપ્તિ.
યાચના કરવીઃ- ગૃહસ્થાદિકપાસે આહાર,ઉપધિ,શય્યા વગેરે માંગવા પડે, તો શાસ્ત્રાજ્ઞાનુસાર વાદ્શધ્ધિ જાળવી, મુખપાસે મુખવસ્ત્રીકા રાખીને યાચના કરવી.
પૂછવું:- માર્ગ પૂછવો પડે, વૈધને પૂછવું પડે કે શંકા ના ખુલાસા કરવા પડે ત્યારે આગમોકત વિધિએ પૂછવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org