________________
૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # સમ્યફ એટલે પ્રશસ્ત,સમજીને શ્રધ્ધાપૂર્વક સ્વીકારવું તે, અર્થાત્ શ્રધ્ધાપૂર્વકની બુધ્ધિ વડે ઉન્માર્ગમાંથી રોકીને સન્માર્ગમાં યોગોને પ્રવર્તાવવા તે સમ્યયોગ નિગ્રહ.
# સમ્યફ એટલે ભેદ પૂર્વક સમજીને સમ્યગદર્શન પૂર્વક આદરવું તે. સમ્યકએટલે વિષય સુખની અભિલાષાથી કરાતી પ્રવૃત્તિ નો નિષેધ કરવો તે.
# સમ્યગુ એટલે કેવા યોગોથી કર્મબંધ થાય છે, અને કેવાયોગોથી સંવર કે નિર્જરા થાય છે એમ જાણીને તેની શ્રધ્ધા કરવી અર્થાત સમ્યફએટલે સમ્યગદર્શન અને સભ્ય જ્ઞાન પૂર્વક નીપ્રવૃત્તિ .
આથી સમ્યગદર્શન અને સમગ્રજ્ઞાન વિના થતો યોગ નિગ્રહ એ ગુપ્તિ નથી પણ કલેશ રૂપ જ છે.
જ યો - યોગની વ્યાખ્યા આ પૂર્વે ૪.૬-પૂ૨ માં કરાયેલી છે. જે કાયા વચન મનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે યોગ. $ કાયિક, વાચિક,માનસિક ક્રિયા તે યોગ.
6 નિગ્રહ એટલે પ્રવચન વિધિવડે [શાસ્ત્ર વિહિત] માર્ગમાં સ્થાપન અને ઉન્માર્ગ ગમનનું નિવારણ.
$ નિગ્રહ એટલે યોગોને સ્વવશમાં રાખી વ્યવસ્થાપન કરવું તે.
$ નિગ્રહ એટલે સ્વાતન્ત્રય,સ્વચ્છંદતા નો પ્રતિષેધ અને મુકિત માર્ગ અનૂકુળ પરિણામ વડે પ્રવર્તન.
$ નિગ્રહ એટલે નિર્ચાપારતા. # ગુપ્તઃ-પૂર્વ સૂત્ર-૯:૨માં “ગુપ્તિ” શબ્દની વ્યાખ્યા કરેલી છે. ૪ ગુપ્તિ એટલે આત્મ સરક્ષણ.
મન,વચન, કાયા ને ગોપવવા તે. ૪ ગુપ્તિ એટલે ભયાનક એવા કર્મબન્ધ રૂપ શત્રુઓ થી સંરક્ષણ કરવું તે. જે મન,વચન, કાયાના યથેચ્છ વિહરણને રોકવું તે ગુપ્તિ છે.
# પ્રસ્તુત સૂત્રાનુસારતો સમ્યયોગ નિગ્રહએ જગુપ્તિ છે. આ રીતે સંકલેશ રહિત. સમક્યોગ નિરોધ થવાથી તનિમિત્તક કર્મોનો આસ્રવ અટકી જાય છે. અને તેજ સંવર છે.
* ગુપ્તિના ત્રણ ભેદઃ- સૂત્રકાર મહર્ષિએ સમ્યગુયોગના નિગ્રહ ને ગુપ્તિ કહેલી છે. વ્યવહારમાં ગુપ્તિના ત્રણ ભેદ પ્રસિધ્ધ જ છે અને શ્રમણ સૂત્રમાં પણતિહિં મુહિં પદ પ્રયોજાયેલ છે.પણ અહી સૂત્રકાર આ ત્રણ ભેદનું કારણ પણ સૂત્રમાં સ્પષ્ટ કરે છે. ત્રણ પ્રકારે યોગ હોવાનું કથન આ પૂર્વે ૬-માં થયેલું છે. માટે ત્રણેનો નિગ્રહ એ ત્રણગુપ્તિ એવું અલગ અલગ વિચારતા કાયગુપ્તિ,વચનગુપ્તિ,અને મનોગુપ્તિ એ ત્રણે ભેદો થશે.
[૧]કાયગુપ્તિ -
# સુવામાં બેસવામાં ગ્રહણ કરવામાં મૂકવામાં એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં જે શરીર પ્રવૃત્તિ થાય છે તેને સમ્યક પ્રકારે રોધ કરવો તેનું નામ કાયગુપ્તિ - કાંઈપણ ચીજ લેવામૂકવામાં કે બેસવા ઉઠવા કરવા આદિમાં કર્તવ્ય-અકર્તવ્યનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org