________________
૧૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદૃષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને જિન અર્થાત્ સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે.
# આથી સ્થૂળ દ્રષ્ટિએ આત્મ વિકાસની દશ કલાને અહીં જણાવવામાં આવી છે. અર્થાત મોક્ષાભિમુખતાના દશ વિભાગો કરવામાં આવ્યા છે. એમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર વિભાગમાં પરિણામની વિશુધ્ધિ સવિશેષ હોય છે.
# પરિણામની વિશુધ્ધિ જેટલી વધારે તેટલી કર્મનિર્જરા પણ વિશેષ થાય છે. તેથી અહીંસૂત્રકારમહર્ષિએમધ્યેયમુનિર્ઝરીશબ્દ પ્રયોજયો તેનો અર્થ એ છે કે સમ્યગુદૃષ્ટિ જેટલી નિર્જરા કરે છે તેના કરતા શ્રાવક અસંખ્ય ગુણ નિર્જરા કહે છે, શ્રાવક જેટલી નિર્જરા કરે છે તેનાથી અસંખ્યયગુણ નિર્જરાવિરત કરે છે. વિરતમુનિ કરતા અસંખ્ય ગુણ નિર્જરાઅનન્ત વિયોજક કરે છે. આ રીતે પૂર્વ પૂર્વકરતા ઉત્તરઉત્તરની કક્ષાના સમ્યગુદૃષ્ટિ જીવો અસંખ્ય ગુણ નિર્જરા કહે છે.
જ આ રીતે પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મ નિર્જરા થાય તેના કરતા ઉપર ઉપરની અવસ્થામાં પરિણામ વિશુધ્ધિની વિશેષતા હોવાથી અસંખ્યયગુણ નિર્જરા થાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞ અવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થાય છે.
૪ કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમ ભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગદૃષ્ટિની હોય છે. અને અસંખ્યય ગુણ વધતા-વધતા સૌથી વધુ નિર્જરા સર્વજ્ઞની હોય છે.
આ રીતે જે કર્મનિર્જરા થાય તે બધાંજીવોને એક સરખી નથી થતી. પણ જીવે જે આત્મવિકાસની કક્ષા હાંસલ કરી હોય, તે કક્ષા અનુસાર કર્મનિર્જરા થાય છે. તે વાત અહીં સ્પષ્ટ થાય છે.
+ આત્મવિકાસની સમ્યગુદૃષ્ટિ આદિ દશ કક્ષાઓઃ[૧] સમ્યગુદૃષ્ટિ:# જે અવસ્થામાં મિથ્યાદ્રષ્ટિ ટળી સમ્યક્ત પ્રગટે છે, તે સમ્યગુદૃષ્ટિ. vs સમ્યગુદર્શનથી યુકત પણ વિરતિથી રહિત જીવ.
૪ તત્વાર્થશ્રધ્ધાન રૂપ સમ્યગદર્શન, તેનાથી જેયુકત તે સમ્યગુદૃષ્ટિ, સમ્યગ્ગદર્શન માત્ર ને ભજનારો તે.
[૨]શ્રાવક$ સમ્યગદર્શન તથા અણુવ્રતો થી યુકત તે શ્રાવક.
$ જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત્ ત્યાગ પ્રગટે છે તે “શ્રાવક'.
૪ આચાર્યાદિકનીપણુપાસના કરતો અને પ્રવચનસારને સાંભળતોતેશ્રાવક, સાંભળીને સકળ ચારિત્રને ગ્રહણ કરવામાં અલ્મ એવો તે ગૃહસ્થયોગ્ય અણુવ્રત-ગુણવ્રત-શક્ષાવ્રત લક્ષણ ધર્મમાં સ્થિર અથવા તો બાવ્રતમાંથી યથા શકિત ધર્મના કોઈ એક દેશના અનુષ્ઠાનને કરતો એવો તે શ્રાવક કહેવાય.
[૩]વિરતઃ6 મહાવ્રતો ધારણ કરનાર મુનિ e & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org