________________
૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સહિત, અને અર્થ, વ્યંજન અને યોગની પૂર્વે કહ્યા મુજબ સંક્રાન્તિ કે સંચરણ ન હોવાથી અવિવાર વાળું છે. માટે આ બીજા શુકલધ્યાનને વૅ વિત અવિવાર કહેવાય છે.
આધ્યાન
ને અન્તુ કેવળજ્ઞાન થાય છે.
૩- એક દ્રવ્યાવલંબી અનેક પર્યાયોમાંથી એક પર્યાયનો જ વિર્તક પૂર્વગત શ્રુતને આશ્રીને કરવામાંઆવે, તેવિચાર પણ વ્યંજન રૂપ કે અર્થરૂપે જ હોય, તેએકત્વવિર્તકનામનુંબીજુંશુક્લધ્યાન કહ્યુંછે. તેમાં વ્યંજનથી અર્થમાં કે અર્થથી વ્યંજનમાંવિચારનો ફેરફાર થતોનથી. તેથી તે એકત્વ વિર્તક અવિચાર કહેવાય છે. એમાંમનવગેરે યોગનો પણ એકમાંથીબીજામાંફેરફાર રૂપવિચાર વર્તતોનથી. તેનો પણ એકસ્ત્વવિર્તક અવિચાર માં જ સમાવેશ થાય છે.
[૩]સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી:
૧-સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દો છે. –સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ-અતિઅલ્પ હોય તે.
-અપ્રતિપાતિ એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોચ્છ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે. અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી.
પોતાનું આયુષ્ય એક અંતમુહૂર્ત જેટલું જ બાકી રહે છે. ત્યારે કેવળી યોગ નિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગઅને મનોયોગનો સર્વથા નિરોધ થઇ જતાં માત્ર શ્વાસોચ્છ્વાસ રૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે.
યોગ નિરોધ તેરમાં ગુણઠાણાને અંતે [અંતિમ અંતર્મુહૂર્તમાં] થાય છે. માટે આ ધ્યાન તેરમા ગુણઠાણાના અંતે હોય છે. તેમ સમજી લેવું.
૨-તેરમે ગુણઠાણે મન,વચન યોગ રુંધ્યા બાદ કાયયોગ રૂંધતી વખતે સૂક્ષ્મ કાયયોગી કેવલીને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ ધ્યાન હોય છે. અર્થાત્ ધ્યાનમાંસૂક્ષ્મ કાય યોગ રૂપ ક્રિયા હોય છે. આ ધ્યાન પાછું પાડનારું ન હોવાથી અને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહ્યું છે.
૩-જે ધ્યાનમાં કાયા સંબંધિ સૂક્ષ્મ ક્રિયા વર્તે છે. અને જે અટકતી નથી તે સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામક ત્રીજું શુકલ ધ્યાન છે. આ ધ્યાનમાં ક્ષણે ક્ષણે પરિણામ વર્ધમાન હોય છે, પણ હીયમાન હોતા નથી.
આ ધ્યાન નિર્વાણ ગમણ કાળે કેવળીઓને હોય છે, કે જેમણે વયોગ અને મનો યોગ પૂરા રોકેલ હોય છે. જયારે કાય યોગ અર્ધો રોકેલો હોય છે. કેમ કે કહ્યું છે કે
‘‘નિર્વાણ ગમન કાળે અર્ધકાય યોગ જેણે રુંધ્યો હોય છે. એવા સૂક્ષ્મ કાયની ક્રિયાવાળા કેવળીને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ ધ્યાન હોય છે.
[૪]વ્યુપરત ક્રિયા નિવૃત્તિ:
૧- વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શબ્દમાં વ્યુપરત ક્રિયા, અનિવૃત્તિ એ બે શબ્દો છે. -જેમાં ક્રિયા સર્વથા અટકી ગઇ છે તે ભુપરત ક્રિયા .
-જેમાં પતન નથી તે અનિવૃત્તિ.
-જેમાં મન આદિત્રણે યોગોનો સર્વથા નિરોધ થઇ જવાથી કોઇપણ જાતની ક્રિયાનથી, તથા ધ્યાન કરનાર પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન, વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. આ ભેદે ચૌદમે ગુણઠાણે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org