________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૧
૧૫૯ પૂર્વધર મહાત્મા-પૂર્વગત શ્રતના આધારે-આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને-વિવિધન અનુસારે-ઉત્પાદ,વ્યય-ધ્રૌવ્ય મૂર્તિત્વ, અમૂર્તત્વ,નિત્યત્વ,અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી ચિંતન કરે છે. - આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે.
-તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપર શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વાચનયોગ કે મનો યોગનું અવલંબન લે છે. અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગ કે મનોયોગ નું અવલંબન લે છે અથવા મનોયોગ નો ત્યાગ કરી કાયયોગ કે વચનયોગ નું અવલંબન લે છે.
આ પ્રમાણે અર્થ-વ્યંજન અને યોગોનું પરાવર્તન કરે છે.
૨-પૃથક્વ એટલે ભિન્નતા.તે જે દ્રવ્ય-ગુણ અથવાપર્યાયનું ધ્યાન ચાલુ હોય તે જદ્રવ્ય ગુણ પર્યાયમાં સ્થિર ન રહેતાં, તે ધ્યાન અન્યદ્રવ્ય,ગુણપર્યાયમાંચાલ્યુ જાયછે માટે પૃથd.
તથા પૂર્વધર શ્રુતજ્ઞાનીને જ આ ધ્યાન પૂર્વગત શ્રુતના ઉપયોગવાળું હોય છે માટે વિતત-એ વચન થી વિત કહેવાય.
અને એક યોગથી બીજા યોગમાં, એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં અથવા શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દમાં આધ્યાનનો વિવાર એટલે સંચાર થાય, માટે વિવાર્થવ્યંગનો સંક્તિ વચનથી સવિવાર માટે પૃથક્વ વિતર્કસવિચાર કહેવાય છે.
૩- એક દ્રવ્યમાં વર્તતા ઉત્પાદાદિ પર્યાયો તેનો અનેક પ્રકાર ના નયને અનુસરનારા પૂર્વગત શ્રતને અનુસાર પૃથક ભેદ વડે વિસ્તારથી વિતર્ક-વિકલ્પન જે ધ્યાનમાં હોય તે પૃથક્વ વિતર્ક કહેવામાં આવે છે.
અહીં વ્યંજનથી અર્થ અને અર્થ થી વ્યંજનમાં જે વારંવાર વિચાર થાય તે વિચરણને સવિચાર કહેલ છે. .
મન વિગેરે યોગોનું એકમાંથી બીજામાં જે વિચરવું તે વિચરણ તેને પણ સવિચાર કહેલ છે.
એવી રીતે પૃથક્વના વિતર્કસહિત અને વિચારસહિત જે ઉભય ઘર્મવાળું હોય તે પ્રથમ શુકલધ્યાન કહ્યું છે.
[૨]એકત્વવિતર્ક (અવિચાર) ૧-એકત્વ એટલે અભેદ શુક્લધ્યાનના આભેદમાંદ્રવ્ય-પર્યાય નું અભેદ રૂપે ચિંતન હોયછે. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત વિચાર એટલે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન. અવિચાર એટલે વિચારનો અભાવ.
જે ધ્યાનમાં પૂર્વગત શ્રતના આધારે, આત્મા કે પરમાણ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-વ્યંજન યોગનો પરાવર્તનનો જેમાં અભાવ હોય તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન.
આધ્યાનવિચારરહિત હોવાથી પવનરહિતસ્થાનેરહેલા દીપકની જેમનિષ્પકંપ-સ્થિર હોય છે.
૨- ઉપર કહેવાયેલ પૃથક્વેવિતર્ક અવિચાર નામક તપના ભેદ થી વિપરીત લક્ષણ વાળું, વાયુરહિત દીપક પેઠે નિશ્ચલ, એકજ દ્રવ્યાદિકના ચિંતન વાળું હોવાથી પૃથર્વ એટલે એકત્વપણું.પરંતુ આ ધ્યાન પણ પૂર્વધરને શ્રુતાનુસારી ચિંતનવાળું હોવાથી વિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org