________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૫] પરિષહ જય -
સમિતિ,ગુપ્તિ,ધર્મભાવનાઓમાં સ્થિરતા પ્રાપ્ત થવા છતાં પૂર્વ કર્મોના ઉદયથી નાના-મોટા બાહ્ય કષ્ટો,હુમલા,વિપ્નો આવી પડે તે સહી લેવા અને તેના ઉપર વિજય મેળવવો તે વિઘ્ન જયને પરિષહ જય કહે છે.
# સુધા, તૃષા વગેરે વેદના ઉત્પન્ન થાય ત્યારે કર્મોની નિર્જરા ને માટે તેને શાન્તિપૂર્વક સહન કરવી તેને પરિષહ જય કહે છે.
# જે સહી શકાય તે પરિષહ,પરિષહો પર વિજય મેળવવો તેને પરિષહ જય કહે છે.
# પરિષહ એ સુખ-દુઃખની તિતિક્ષા છે, જે સુધા-તૃષા આદિબાવીસ પ્રકારની કહી છે. તેના પર જય મેળવવો.
# ચારે તરફ થી આવી પડેલા અનુકૂળ,પ્રતિકૂળ રૂપે ક્ષુધા તુષા સ્ત્રી-આદિ રૂપ જે પરિષદો તેનો પરાજય કરવો તે પરિષહ જય.
[૬]ચારિત્રઃ$ ચારિત્ર શબ્દની વ્યાખ્યા ૨-૨ માં કરાયેલી છે તે મુજબ - છે જે સમ્યફ આચરણ રૂપ છે તે ચારિત્ર. ૪ કર્મોના આગ્નવભૂત બાહ્ય-અભ્યત્તર ક્રિયાઓનો ત્યાગ તે ચારિત્ર. $ ચારિત્ર એટલે સાવદ્યયોગની વિરતિ જે સામાયિકાદિપાંચ પ્રકારે હવે પછી કહેવાશે # આઠ પ્રકારના સંચિત કરેલા કર્મોને રકત કરતું હોવાથી તેને ચારિત્ર કહેવામાં આવેછે.
* સ: તે -સંવર. ઉપરોકત સૂત્રમાં સંવરશબ્દ છે તેની અનુવૃત્તિ આ સૂત્રમાં લાવવા માટે અહીં સર્વનામ રૂપ એવા સ શબ્દનો પ્રયોગ કરેલો છે.
જો કે સંવર શબ્દની વ્યાખ્યામાં ભિન્નતા તો જોવા મળે જ છે. છતાં ઉકત સૂત્રમાં જે ગુપ્તિ-સમિતિ-ધર્મ અનુપ્રેક્ષા. -પરીષહજય અને ચારિત્રએ છમુખ્ય ભેદ કહ્યા છે. તેનો અર્થ જ એ છે કે તીર્થસ્થાન, બલિદાન,દેવતા આરાધન, વગેરે ઉપાયોથી કદાપી સંવર થઈ શકતો નથી. સંવર આ સૂચિત ગુપ્તિ આદિ ઉપાયો વડે જ થઈ શકે છે.
* સંવરની વિભિન્ન વ્યાખ્યા -
૧-સંવર એટલે આમ્રવનો નિરોધ - તે આત્માનો શુધ્ધ પરિણામ છે. નિશ્ચય નથી તેનો કોઈ પેટા ભેદ નથી.
૨- વ્યવહારની અપેક્ષાએ સંવરના બે ભેદ કહ્યા છે. દ્રવ્ય સંવર:- કર્મ પુદ્ગલના ગ્રહણનો રોલ તે દ્રવ્ય સંવર. ભાવસંવરઃ-સંસાર વૃધ્ધિના કારણ ભૂત ક્રિયાઓનો ત્યાગ તે ભાવસંવર કહેવાય છે.
યોગ શાસ્ત્ર સ્વોપણ વૃત્તિ ૩- શ્રી સ્થાનાંગ સૂત્ર-સ્થાન ૫, ઉશોર માં જણાવે છે કે પંથે સંવરવાર પUત્તા, તે નહીં-સમાં-૨,વિરડું-૨, પ્રમાણ-રૂ, ક્ષય-૪,મનોકાયા-૫,અર્થાત્ સંવર દ્વારા પાંચ પ્રકારે કહ્યા છે. સમ્યત્વ,વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ.
૪-સૂત્રમાં આગ્નવ-નિરોધસંવર કહ્યું છે તેથી આમ્રવના ૪૨ ભેદને અટકાવવા રૂપસંવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org