________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨
૧૩
સંસારના કારણ સ્વરૂપ મન,વચન,કાયાના વ્યાપારોથી આત્માની રક્ષા કરવી અર્થાત્ મન,વચન,કાયાનો નિગ્રહ કરવા તેને ગુપ્તિ કહે છે.
સંસારના કારણોથી આત્માનું ગોપન કે રક્ષણ કરવું તે ગુપ્તિ.તેમાં ‘‘જેનાથી ગોપન થાય’’ અને ‘જે ગોપન કરે તે બંને વિવક્ષાનો સમાવેશ થાય છે.
જેના બળથી સંસારના કારણો થકી આત્માનું રક્ષણ થાય છે તે ગુપ્તિ. જેનાવડે ગોપન અર્થાત્ સંરક્ષણ થાય તે ગુપ્તિ.જેના ત્રણ ભેદ કહેવાશેમનોગુપ્તિ,વચનગુપ્તિ,કાયગુપ્તિ. મન,વચન, કાયાનો નિગ્રહ તે ગુપ્તિ. [૨]સમિતિઃ
ૐ સમ્યષ્ટા,મન,વચન,કાયાની ખાસ જરૂરિયાત સમયે પણ સારી ચેષ્ટા કે સારી પ્રવૃત્તિ તે સમિતિ.સમિતિ એક પ્રકારની ગુપ્તિ જ છે પણ ગુપ્તિ ઉત્સર્ગ સ્થાને છે અને સમિતિ અપવાદ સ્થાને છે.જે ઇર્યા-ભાષા-એષણા-નિક્ષેપણા-પારિષ્ઠાપનિકા પાંચભેદે છે.
પ્રાણિ પીડાના પરિહારને માટે સારી રીતે આવવું-જવું, ઉઠવું,બેસવું,લેવું-મૂકવું,
વગેરે સમિતિ કહેવાય છે.
બીજા પ્રાણિના રક્ષણની ભાવનાથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહે છે. જીવહિંસારહિત યત્નાચાર પૂર્વક-જયણા પૂર્વક પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહે છે. મન,વચન,કાયાની સમ્યક્ પ્રવૃત્તિ તે સમિતિ છે. ગુપ્તિઆદિનુંસંવરણ કરતો ગત્યાદિ હેતુથી જે કરણી ચેષ્ટા કે પ્રવૃત્તિ કરે, તે સમ્યગ્ રીતે કરે તેને સમિતિ કહે છે.
[૩]ધર્મ:
ૐ મન,વચન,કાયાના કડક સંયમ છતાં અનિવાર્યસંજોગોમાં ઉપદેશ,ખાન-પાન,લે મુક વગેરે જે પ્રવૃત્તિ ક૨વી પડે ત્યારે જીવનની સંયમિતતા તુટે નહીં તે માટે કેળવવા પડતા ક્ષમાદિ દશ ગુણોને ધર્મ કહેવામાં આવેછે. જે દશ ભેદે હવે પછીના સૂત્રમાં કહેવાશે. ૐ આત્માને સંસારના દુઃખોથી છોડાવી ઉત્તમ સ્થાનમાં પહોંચાડે તે ધર્મ. આત્માને ઇષ્ટ નરેન્દ્ર,સુરેન્દ્ર, મુનીન્દ્ર આદિ સ્થાનોમાં ધારણ કરે તે ધર્મ. જે ઇષ્ટ સ્થાનમાં ધારણ કરે છે તે ધર્મ.
દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ.
[૪]અનુપ્રેક્ષાઃ
આત્મા વિકાસના ચિંતનમાં સહાયક વિચારણા તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ને ભાવના પણ કહે છે. જે તત્વ ચિંતન સ્વરૂપ છે અને અનિત્યતા આદિ બાર પ્રકારે કહેવાએલ છે.
શરીર-આદિના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું તે અનુપ્રેક્ષા.
અનુપ્રેક્ષણ એટલે અનુચિન્તન ભાવના. તેવા પ્રકારના અનુચિંતન થી તેવા પ્રકારની વાસના વડે સંવર સુલભ બને છે.
ૐ મોક્ષમાર્ગ પ્રત્યે ભાવની વૃધ્ધિ થાય તેવું ચિંતન તે અનુપ્રેક્ષા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org