________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષ્યકાર અમનો પદ ની અનુવૃત્તિ પણ લેવાનું સૂચવે છે. (ર) મસંદર્ય. સૂત્ર.૨:૨૭ થી ધ્યાનમ્ ની અનુવૃત્તિ.
[7]અભિનવટીકા-ધ્યાનનાચાર ભેદો હોવાનું કથનસૂત્રકારમહર્ષિએઆપૂર્વેકરેલું છે. તેમાંના આર્તધ્યાન નામક પ્રથમ ભેદના ચાર પેટાભેદો માંના બીજા ભેદને અહીં જણાવેછે.
જ વેદના-રોગ,વ્યાધિ વગેરે.
જેમકે-વાયુનો પ્રકોપ,પિત્તનો પ્રકોપ,કફનો પ્રકોપ, કોઈ નિમિત્ત થી ઉત્પન્ન થયેલ શૂળ,માથું દુઃખવું કે કંપવું, તાવ,આંખ કાન-દાંત વગેરેનું દુઃખવું-ખટકવું વગેરે વેદના છે. આ વેરની સાથે વિષયો આદિ પદો જોડવાનાં છે.
૨-અનન્તર અનુવર્તતા સૂત્રનો સંબંધ જોડવા માટે છે. જ સંકલિત અર્થઃ
સૂત્રના પદ સાથે અનુવૃત્તિને જોડ્યા પછી જ સંકલિત અર્થ સ્પષ્ટ થઇશકે તેમ છે. તે સ્પષ્ટીકરણ માટે સૂત્રકાર પોતેજ સ્વોપજ્ઞભાષ્યમાં જણાવે છે કે -
વેનીયાશ્વ મનોસાયા: સમપ્રય તત્ વિષયો ય સ્મૃતિ સમન્વહાર: મારૂં--અર્થાત્
-અમનોજ્ઞ વેદનાનો સંયોગ થાય ત્યારે તેના વિયોગ ને માટે જે પુનઃપુનઃ વિચાર કે ચિંતાવન કરવું તેને “બીજું” વેદના-નિવારણ ઇચ્છાર્થે આત્માની પરિણતી રૂપ આધ્યાન કહેવામાં આવે છે.
-વેદના અર્થાત્ પીડાથી છૂટવાને માટે જે ચિત્તની એકાગ્રતા હોવીતે “પીડા” નિવારણ ચિન્તન “રૂપઆર્તધ્યાન.
* वेदना વેદના બે પ્રકારે કહી છે. (૧) સુખા (૨)દુઃખા. જેને આપણે શાતા વેદના તથા અશાતા વેદના ને નામે ઓળખીએ છીએ.
સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે કરેલ સ્પષ્ટતા મુજબ અહીં અમનોજ્ઞ વેદના નું જ ગ્રહણ કરવાનું છે. એટલે કે દુઃખા કે અશાતા વેદના નું જ અહીં તેના શબ્દ થી ગ્રહણ થશે.
જ આ સૂત્ર સંબંધે અન્ય વ્યાખ્યા કે સ્પષ્ટીકરણો
# શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દૂર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે રોગ-ચિંતા આધ્યાન.
# રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર એ વેદના વિયોગ ચિન્તા' રૂપ આર્તધ્યાનનો બીજો ભેદ છે.
જો કે વેદના વિયોગ ચિંતા” એક પ્રકારની અનિષ્ટ વિયોગ ચિંતારૂપ હોવાથી તેનો આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઈ જ જાય છે. છતાં તેની અધિક સંભાવનાને લક્ષ્યમાં લઈને અહીં જુદો જુદો ભેદ પડેલો છે. કારણ કે જીવોને અન્ય પદાર્થો કરતાં શરીર ઉપર વધારે મમત્વ હોય છે. આથી રોગ તેને સૌથી વધુ અનિષ્ઠલાગે છે. વળી બીજાં અનિષ્ટો કરતાં રોગ વધારે સંતાપ કરાવે છે. તદુપરાંત વિવિધ અનિષ્ટમાં શબ્દાદિ બધાં અનિષ્ટો જીવોને ન પણ હોય જયારે વેદના રૂપ અનિષ્ટ નો સંયોગ તો પ્રત્યેક જીવને પ્રાયઃ કરીને વત્તેઓછે અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org