________________
૧૩૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૨
અસ્તિત્વ ધરાવતો જોવા મળે છે. માટે તેને અલગ ભેદ તરીકે આર્ષ-આગમ પરંપરા માં સ્વીકારેલું છે. જેનું સૂત્રકાર મહર્ષિ એ અત્રે અનુસરણ કર્યુ છે.
ૐ વેદના આવી પડયે તેનાથી છુટવા મનમાં મથામણ કરવી તે આ બીજા પ્રકારનું આર્ત્તધ્યાન છે.
વેદના અર્થાત્ દુઃખવેદનાના થવા પર તેને દૂર કરવાને માટે ધૈર્ય છોડીને જે શોક,આન્દન,અશ્રુપાત,વગેરે યુક્ત જે વિકળતા કે ચિન્તા થાય છે તે વેદનાજન્ય આર્ત્તધ્યાન છે. [] [8]સંદર્ભઃ
ૐ આગમ સંદર્ભ:- આયંત્ર સંપઓ સંપન્ને તસ્સ નિપ્પોન સતિ સમળાવ્ યવિમવંતા જ મા ૧.૨૫,૩.૭,પૂ.૮૦-૧ થી ૨
સૂત્રપાઠ સંબંધઃ- આયં સંવો। ‘‘દુઃખ કે કષ્ટ પડવુ’’
તત્વાર્થ સંદર્ભ:
(१) उत्तम संहननस्यैकाग्र चिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७ (૨)આરિૌદ્રધર્મશુનિ-સૂત્ર. ૧:૨૭ આર્ત્ત ની વ્યાખ્યા અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ - શ્લોકઃ ૪૪૧-પૂર્વાર્ધ (૨)નવતત્વ-ગાથાઃ૩૬-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ
] [9]પદ્યઃ
આ સૂત્રના બંને પઘો પૂર્વ સૂત્રઃ૩૧ સાથે કહેવાઇ ગયા છે. [] [10]નિષ્કર્ષઃ-શાતા અને અશાતા અથવા સુખા અને દુઃખા બે પ્રકારે વેદના કહેવાઇ છે. જેમાં અશાતા કે દુઃખા વેદનાના નિવારણને માટે જ જીવ પ્રયત્નશીલ હોય છે. સાધારણ તયા શાતા વેદનાના નિવારણનોપ્રયત્નજીવ કરતો ન હોવાથી તેનાનિવારણ કરવા ને વેદનારૂપે કહેવાયેલ નથી. ઉલટું શાતા કે સુખ તો ટકી રહે તેવી જ જીવને ઇચ્છા હોય છે.
આ અશાતા વેદનીય કે અમનોજ્ઞ વેદનાના નિવારણને માટે જે આર્ત્તધ્યાન થાય છે ત્યાં પણ જીવે વિચારવા જેવું તો એ છે કે, આ અમનોજ્ઞ વેદનાનું મૂળ કારણ શું છે?
જેમ તાવ એ કોઇ રોગ નથી, પણ રોગની નિશાની છે તેમ અમનોજ્ઞ વેદના એ કોઇ રોગ નથી, પણ અશાતા વેદનીય નામના કર્મનો વિપાક છે. અર્થાત્ અમનોજ્ઞ વેદના નું હોવું એ વેદનીય કર્મનામક રોગને જણાવતું ચિહ્ન છે.
તત્વ શ્રધ્ધાળું મનુષ્યએ મૂળ રોગના નાશને માટે જ પુરુષાર્થ કરવો જોઇએ. નહીં કે લક્ષણના નાશને માટે. અને જો મૂળરોગ નાશ કરવો હોય તો અશાતા વેદનીય કર્માસવનો છેદ કરવો કે તેથી આગળ વધીને કહી તો કર્મબંધના દ્વારજ અટકાવી દેવા તે ઉપાય છે. જો સર્વથા આ બંધદ્વારો અટકાવાશે તો એક દિવસ જરૂર જીવની મુકિત થવાની છે. 0 0 0 0 0 1 g
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org