________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # ઘણા આચાર્યોની મર્યાદામાં વ્યવસ્થિત રીતે રહેલા સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા ઓનો સમુહ તેમાં શ્રમણ મુખ્ય હોવાથી શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ પણ કહેવાય છે. [૯]સાધુજ પ્રવયાવાનું હોય તે સાધુ. # મોક્ષની સાધના કરનાર પંચ મહાવ્રતધારી મુનિ તે સાધુ. # સંયમને ધારણ કરેલા કોઇપણ સંયતને સાધુ કહે છે.
# જ્ઞાનાદિ લક્ષણ વડે, પૌરુષેય-અને-શકિત વડે જે મોક્ષની સાધના કરે છે તે સાધુ કે જે મૂળ ઉત્તરગુણ વડે પણ સંપન્ન હોય છે.
[૧૦]સમનોશા$ જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય, તે સમનોજ્ઞ-સમાનશીલ
# જેમનો પરસ્પર ગોચરી-પાણી આદિનો લેવા-દેવાનો વ્યવહાર હોય તેવા સાંભોગિક સાધુઓને સમનોજ્ઞ કહે છે.
# સમ્યગ્દર્શન,જ્ઞાન,ચારિત્રની સુંદરઆરાધના કરનારા સાધર્મિકોને સમનોજ્ઞ કહેલા છે.
આ રીતે અહીં જે આચાર્ય-ઉપાધ્યાય આદિ દશનું સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે દશેની વૈયાવચ્ચ કઈ કરવી.
આ દશેની વૈયાવચ્ચ કઈ રીતે કરવી? પ્રણામ મનપાનવસ્વપાત્રપ્રતિશ્રયપીઢ૮ संस्तारादिभिधर्मसाधनैरुपग्रहः शुश्रूषाभेषजक्रियाकान्तारविषमदुर्गोपसर्गेषुअभ्युपपत्तिः इति एतद्आदि वैयावृत्यम्
આચાર્યાદિ દશેની વૈયાવચ્ચ માટે તેઓને - અન્ન,પાન,વસ્ત્ર,પાત્ર,પ્રતિશ્રય અર્થાત્ વસિત કે સ્થાન, પીઠફલક,સંથારો પાથરવાનું, આસન વગેરે ધર્મોપકરણ કે સાધનો આપવા થકી ઉપકૃત્ત કરવા જોઈએ.
વસ્તુઓ-ધર્મોપકરણો આપવા ઉપરાંત આ દશેની સેવા તથા ચિકિત્સા વગેરે કરવી-કરાવવી.
વનમાં,વિષમ સ્થાનમાં,ઉપસર્ગ થી આક્રાન્ત કે પીડીત હોય તે સ્થિતિમાં વિશેષ કરી ને સેવા ભકિત કરવી તે વૈયાવચ્ચ છે.
જ પ્રશ્ન-તમે વૈયાવૃત્યને અત્યંતર તપ ગણી સંવર-નિર્જરાનું સાધન કહો છો વળી તમે જ આ વૈયાવૃત્ય ને તીર્થંકરનામ કર્મના આમ્રવનું સાધન ગણો છો. તો આ બંને વાત કઈરીતે સંભવે છે?
સમાધાનઃ- તીવ્ર વૈયાવૃત્યના ભાવ સાથે અધ્યવસાયની કંઈક સંકિલષ્ટતા ભળેલી હોય અથવા સંકિલષ્ટ પરિણામોની વચ્ચે પણ તીવ્ર વૈયાવૃત્ય ના ભાવ વર્તતા હોય તો તે સ્થિતિમાં સંકલેશને કારણે થતા આસ્રવમાં તીર્થકર નામકર્માક્સવનો સંભવ રહે છે. જયારે આત્મશુધ્ધિ પૂર્ણ વૈયાવૃત્ય તપતો કર્મના સંવર અને નિર્જરા નો કારક બનવાનો જ છે.
U [8] સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ-વેયા વચ્ચે વિદે પDUત્તે તું નહીં કાયયિગાવચ્ચે ૩વર્ષીય वेआवच्चे सेहवे वेआवच्चे गिलाणवेआवच्चे तवस्सिवेआवच्चे थेरवेआवच्चे साहम्मि
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only