________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૩
સમ્યગ્દર્શન વિનય-જે સમ્યગ્દર્શન ની વ્યાખ્યા ૬૧-RK માં અપાઇ ગઇ છે.
[૩]ચારિત્ર વિનયઃ
૧-ચારિત્ર વિનય પાંચ પ્રકારે કહેવાયો છે સામાયિક,છેદોપસ્થાપ્ય, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત આ પાંચ પ્રકારના ચારિત્રને વિશેઃ
૧૦૭
(૧)સહણા-અર્થાત્ શ્રધ્ધા કરવી. (૨)સ્પર્શના-કાયાવડે ગ્રહણ કરવા પૂર્વકની સ્પર્શના કરવી. (૩)આદર- પાંચ ચારિત્ર ની સુંદર પરિપાલના માટે ઉદ્યમ કરવો. (૫)પ્રરૂપણ- આ પાંચે ચારિત્રની પ્રવચન થકી પ્રરૂપણા કરવી.
૨- સામાયિકાદિ પૂર્વોકત કોઇ પણ ચારિત્રમાં ચિત્તનુંસમાધાન રાખવુંતે ‘ચારિત્રવિનય’. ૩-પાંચ પ્રકારના ચારિત્ર પરત્વેની શ્રધ્ધા રાખવી, યથાશકિત ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્ર વિનય છે.
૪- ચારિત્રવિનય: પંવિધ: સામાયિવિનયવિ: અર્થાત્ ચારિત્ર વિનય પાંચ પ્રકારે છે. ૧-સામાયિક વિનય, ૨-છેદોપસ્થાપનીય વિનય, ૩-પરિહાર વિશુધ્ધિ વિનય, ૪સૂક્ષ્મ સમ્પરાય વિનય, ૫-યથાખ્યાત વિનય, [૪]ઉપ ચાર વિનયઃ
૧- આ વિનય સાત પ્રકારે છે. ૧- ગુર્વાદિની પાસે રહેવું,
૩-ગુર્વાદિકનો આહાર લાવવો વગેરે પ્રત્યુપકાર કરવો,
૫-ઔષાધાદિકની પરિચર્યા કરવી
૪આહારાદિ આપવો, ૬-અવસ૨ોચિત આચરણ કરવું, ૭-ગુર્વાદિકના કાર્યમાં તત્પર રહેવું
૨- કોઇપણ સદ્ગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર સાચવવો, જેમ કે તેની સામે જવું,તે આવે ત્યારે ઉઠીને ઉભા થવું, આસન આપવું, વંદન કરવું વગેરે, તે ઉપાચાર વિનય.
૨- ગુર્વાદિની ઇચ્છાને અનુસરવું,
૩-સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક-મોટા આવે ત્યારે યથા યોગ્ય સન્મુખ જવું,અંજલિ જોડવી, ઉભાથવું, આસન આપવું,વંદન કરવું, પ્રાયોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર ક૨વો,અદ્ભુત ગુણોની પ્રશંસા કરવી આદિ ઉપાચાર વિનય છે.
४- औपचारिकविनयोऽनेकविधः सम्यग्दर्शनज्ञानचारित्रादिगुणाधिकेष्वभ्युत्थानासनप्रदान वन्दनानुगमनादिः ।
અહીં જે જ્ઞાન-દર્શન ચારિત્ર અને ઉપાચાર વિનય સૂત્રકાર મહર્ષિ જણાવે છે તેનો બે ભેદમાં પણ સમાવેશ થતો જોવા મળે છે. જેમ કે વિનયના બે ભેદ (૧)તાત્વિક વિનય (૨)ઉપચારવિનય
તાત્વિકવિનયઃ-મોક્ષમાર્ગની-જ્ઞાન,દર્શન,ચારિત્રનીસ્વયં આરાધના કરવી એતાત્વિક વિનય, અહીં મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી જ્ઞાનવિનય,દર્શનવિનય,ચારિત્રવિનય એવા ત્રણે ભેદો કહેવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org