________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪-ચઉરિન્દ્રિય જાતિનામ કર્મ:-જે કર્મના ઉદય થી જીવને ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય, તેને ચરિન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે.
૫- પંચેન્દ્રિયજાતિનામકર્મઃ- જે કર્મના ઉદય થી જીવને પાંચ ઇન્દ્રિયો -શરીર,જીભ નાક,આંખ અને કાન પ્રાપ્ત થાય છે તેને પંચેન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે. આ ભેદોને પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેકવિધ કહ્યા છે.
८०
[જો કે હીરાલાલ કાપડીયાની સંશોધિત આવૃત્તિમાં એકવિધ કહેલ છે પણ તેની ટી.. જોતાં તેનું અનેકવિધ પણું જણાઇ આવે છે.]
બેઇન્દ્રિયાદિ ચારે ભેદોના પેટાભેદોનું વર્ણન પૂર્વે અ.ર-સૂત્ર.૧૪ તથા ૨૪ માં થયેલું છે. માટે અત્રે પુનરાવર્તન કરેલું નથી. (૩)શરીરનામ કર્મના પાંચ ભેદો છેઃ
૧- - ઔદારિક શરીરનામકર્મઃ- ઉદાર અર્થાત્ પ્રધાન અથવા સ્થૂળ પુદ્ગલોથી બનેલા શરીરને ઔદારિક શરીર કહેવાય છે. જે કર્મના ઉદય થી આવું શરીર મળે તેને ઔદારિક શરીર નામ કહે છે. સાધારણ રીતે તે સ્થૂળ અને અસાર પુદ્ગલોમાંથી બને છે. પણ તિર્થંકર આદિ ઉત્તમ પુરુષોના શરીર શ્રેષ્ઠ પુદ્ગલોમાંથી બને છે. મનુષ્ય તથા તિર્યંચને ઔદારિક શરીર હોય છે.
૨- વૈક્રિય શરીરનામ કર્મઃ- જે શરીરના વિવિધ રૂપ અને ક્રિયાઓ થાય છે તેને વૈક્રિય શરીર કહેવાય છે. જે કર્મના ઉદય થી આવા શરીરની પ્રાપ્તિ થાય તેને વૈક્રિય શરીરનામ કર્મ કહેવાય છે.
આવુ શરીર ઔપપાતિક અને લબ્ધિ પ્રત્યયિક બંને પ્રકારે હોય છે. દેવ-નારકને તે ઔપપાતિક હોય છે.અને તિર્યંચ તથા મનુષ્યમાં જેમને આવી વિશિષ્ટ શકિત પ્રાપ્ત કરી હોય તેમને લબ્ધિપ્રત્યયિક હોય છે.
૩- આહા૨ક શરીરનામ કર્મ:-ચૌદપૂર્વી મુનિને અન્ય ક્ષેત્રમાં વર્તમાન તિર્થંકર પાસે પોતાના સંદેહનું નિવારણ અથવા તેઓશ્રીના ઐશ્વર્યને જોવામાટે ઉકત ક્ષેત્રમાં જવાનું થાય ત્યારે લબ્ધિ વિશેષથી એક હાથ પ્રમાણ અતિ વિશુધ્ધ સ્ફટિક સમાન નિર્મળ શરીરને ધારણ કરેછે. તે આહારક શરીર- જે નામ કર્મના ઉદય થી પ્રાપ્ત થઇ શકે છે તેને આહારક શરીરનામ કર્મ કહ્યું છે.
૪-તેજસ શરી૨નામ કર્મઃ- તૈજસ પુદ્ગલોથી બનેલા શરીરને તેજસ શ૨ી૨ કહે છે. કે જે શરીરની ઉષ્ણતા થી ખાધેલું અન્ન પાચન થાય છે, કોઇ કોઇને તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે તે પણ આ શ૨ી૨નો પ્રભાવ છે. જે કર્મના ઉદયથી આવું શરીર પ્રાપ્ત થાય છે તેને તૈજસ શરીરનામ કર્મ કહેવાય છે.
૫-કાર્મણ શરીરઃ- જ્ઞાનાવરણીય આદિ કર્મોથી બનેલું શરીર તે કાર્યણ શરીર કહેવાય છે. આત્માના પ્રદેશો સાથે લાગેલ આઠ પ્રકારના કર્મ પુદ્ગલોને કાર્મણ શરીર કહે છે. આ કાર્મણ શરીર બધાં શરીરોનું બીજ છે. જેકર્મના ઉદયથી આવું કાર્યણ શરીર પ્રાપ્ત થાય તેને કાર્મણ શરીર નામકર્મ કહે છે. સર્વ સંસારી જીવો ને તૈજસ-કાર્યણ શરીર હોય છે.
(૪)અંગોપાંગ નામકર્મના મૂળ ત્રણ ભેદો કહ્યા છે. પછી તે એક-એકના અનેકવિધ ભેદ કહ્યા છે. ૧-ઐદારિકઅંગોપાંગનામકર્મ -જેકર્મનાઉદયથી ઔદાકિશ૨ી૨ રૂપમાં પરિણમેલ પુદ્ગલો માંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે તેને ઔદારિક અંગોપાંગ નામકર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org