________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨ तत् तीर्थकरनामेति ।
આ રીતે નામ કર્મની ૪૨ ઉત્તર પ્રકૃત્તિ જણાવી તે-તે ભાવોને જે બનાવે તેને નામકર્મ કહે છે. આ નામ કર્મના ઉત્તરભેદ અને ઉત્તરોત્તર ભેદ અનેક છે તે વાત ઉપરોકત વ્યાખ્યાઓમાં કહેલી જ છે. ઉત્તરોત્તર ભેદો અર્થાત્ ઉત્તર પ્રકૃતિના પેટા ભેદોઃ
સૂત્રકાર મહર્ષિઉમાસ્વાતિજી મહારાજાએસૂત્રથકી ૪૨ ઉત્તરપ્રકૃતિનું કથન કર્યુ. તે ૪૨ ઉત્તર પ્રકૃતિમાંની કેટલીક પ્રકૃતિના પેટા ભેદોને સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા છે. તે આ પ્રમાણે(૧) ગતિનામ કર્મના ચાર ભેદ છે.
૭૯
(૧)નરકગતિ નામકર્મ:- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય કે જેનાથી‘‘આ નરક જીવ છે’’ એમ કહેવાય તે કર્મને નરકગતિનામ કર્મ કહેવાય છે
૨-તિર્યંચગતિનામ કર્મ:- જે કર્મના ઉદય થી જીવને એવીઅવસ્થા પ્રાપ્ત થાય કે જુઓ ‘‘આ તિર્યંચ છે’’ એવું કહેવામાં આવે, તે કર્મને તિર્યંચ ગતિનામ કર્મ કહેવાય છે.
-૩-મનુષ્ય ગતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય જેને કારણે જુઓ ‘‘આ મનુષ્ય છે'' એવું કહેવાય તે કર્મને મનુષ્ય ગતિનામ કર્મ કહેવાય છે
૪-દેવ ગતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને એવી અવસ્થા પ્રાપ્ત થાય જેના કારણે જુઓ ‘‘આ દેવ છે’’ એવું કહેવામાં આવે છે તે કર્મને દેવગતિનામ કર્મ કહેવાય છે.
(૨)જાતિનામ કર્મના મૂળ પાંચ ભેદો છે.
૧- એકેન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને ફકત એક જ ઇન્દ્રિય –સ્પર્શન [શરીર] ઇન્દ્રિય પ્રાપ્ત થાય, તેને એકેન્દ્રિય જાતિનામ કર્મ કહે છે.
આ એકેન્દ્રિય જાતિના સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેક વિધભેદો કહ્યા છે. જેમ કે પૃથ્વિકાયિક જાતિનામકર્મ,અાયિકજાતિનામકર્મ,તેઉકાયિકજાતિનામકર્મ,વાયુકાયિકજાતિનામકર્મ
અને વનસ્પતિકાયિકજાતિનામકર્મ.
આપૃથિવિકાયિક આદિ પાંચે ને આશ્રીને પણ અનેકવિધ ભેદોનું કથનસ્વોપજ્ઞભાષ્યમાં નામ-નિર્દેશ પૂર્વક કર્યું છે પણ ગ્રન્થ ગૌરવ ભયે અમે તેની નોંધ અહીં લીધીનથી. વળી આ પૂર્વે જીવના ભેદો વખતે અને ૐ.૨ના સૂત્ર ૧૩ અને ૧૪ માં પણ પૃથિવિકાય આદિના પેટા ભેદો જણાવેલા જ છે.
[નોંધઃ-અત્રે ખ્યાલ રાખવા લાયક વાત એક જ છે કે સામાન્યથી જાતિનામ કર્મ ના પાંચ ભેદો જ ગણાવાય છે તેને બદલે સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે એકેન્દ્રિય જાતિનામ કર્મના પેટા પાંચભેદ તથા તે પાંચેના અનેક વિધ ભેદો અહીં દર્શાવેલા છે. તેથી કર્મગ્રન્થની માફક નામકર્મના ૬૭ કે ૯૩ કે ૧૦૩ એવી કોઇ ચોક્કસ ભેદસંખ્યા ને અહીં તત્વાર્થ ભાષ્યાનુસાર પકડી શકાતી નથી
૨- બેઇન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના ઉદય થી જીવને બેઇન્દ્રિયો- શરીર અને જીભ પ્રાપ્ત થાય છે તેને બેઇન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે.
૩- તેઇન્દ્રિય જાતિનામ કર્મઃ- જે કર્મના જીવને ત્રણ ઇન્દ્રિયો-શરીર,જીભ,નાક પ્રાપ્ત થાય છે તેને તેઇન્દ્રિય જાતિનામ કર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org