________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
૮૧
૨-વૈક્રિય અંગોપાંગ નામ કર્મઃ- જે કર્મના ઉદય થી વૈક્રિય શરીર રૂપ પરિણમેલા પુદ્ગલો માંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે તે વૈક્રિય અંગોપાંગ નામકર્મ છે.
૩- આહારક અંગોપાંગ નામ કર્મઃ- જે કર્મના ઉદય થી આહારક શરીર રૂપ પરિણત પુદ્ગલોમાંથી અંગોપાંગ રૂપ અવયવો બને છે, તેને આહારક અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ ત્રણેય અંગોપાંગ ના પણ અનેક વિધ ભેદો કહ્યા છે જેમ કેઃ
૧- અંગઃ- અંગના નામકર્મ ના આઠ પેટા ભેદ કહ્યા છે. તે આ પ્રમાણેઃ
૨-હાથ, ૨-પગ,૧-પેટ,૧-પીઠ,૧-છાતી,૧-માથુ,જે અનુક્રમે વાğનામ કર્મ,પદનામ કર્મ, ઉંદરનામ કર્મ,પૃષ્ઠ નામ કર્મ,રોનામ કર્મ અને શિરોનામ કર્મના ઉદય થી પ્રાપ્ત થાય છે. ૨-ઉપાંગઃ- ઉપાંગનામ કર્મના અનેક વિધ ભેદો ભાષ્યમાં કહ્યા છે, જેમ કે સ્પર્શ નામ કર્મ,રસનામ કર્મ,પ્રાણનામ કર્મ,ચક્ષુનામ કર્મ,શ્રોત્રનામ કર્મ.
- આ ઉપાંગ નામ કર્મને દૃષ્ટાન્ત પૂર્વક સમજાવવા માટે ભાષ્યકાર મહર્ષિ શિરોનામ કર્મના ભેદોને જણાવે છે. મસ્તિષ્કા-ટિશ-શવું-હાટ-તાજું ? - कपोल-हनुचिबुक- दशन-औष्ठ-भू-नयन- कर्ण - नासादि उपाङ्ग नामानि शिरसः ।
આ રીતે પ્રત્યેકના ઉપાંગોના અનેક વિધ ભેદ સમજી લેવા. જો કે આ પેટા ભેદો એકેન્દ્રિય જાતિમાં હોતા નથી.
અંગોપાંગ ની વૈકલ્પિક વ્યાખ્યાનું દૃષ્ટાન્તઃ-અંગ સાથે જોડાયેલા નાના અંગોને ઉપાંગ કહે છે. જેમ કે હાથમાં આંગળી એ ઉપાંગ છેઅને આંગળીઓની રેખા વગેરે અન્ય નિશાનીઓ અંગોપાંગ કહેવાય છે.
(૫)બંધન નામ કર્મ:- ૧ અથવા ૫ અથવા ૧૫ પેટા ભેદઃ
જેના સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઇ પેટા ભેદ નથી, ટીકામાં પાંચ ભેદનું કથન છે.
કર્મગ્રન્થ ગાથા-૩૫માં પાંચ ભેદનું કથન છે અને ગાથા-૩૭માંવિકલ્પે પંદર ભેદનું કથન છે. પાંચ-પેટાભેદઃ-(૧)ઔદારિક બંધનનામ કર્મ(૨)વૈક્રિયબંધનનામ કર્મ (૩)આહારક બંધન નામ કર્મ, (૪)તેજસ બંધનામ કર્મ,(૫)કાર્મણબંધન નામ કર્મ.
જે કર્મના ઉદય થી પૂર્વગૃહિત ઔદારિકાદિ શરીરના પુદ્ગલો સાથે ગૃહ્મમાણ ઔદારિકાદિ શરીરના પુદ્ગલો નો આપસમાં સંબંધ થાય છે તે ઔદારિક બંધન નામ કર્મ કહેવાય છે.
અહીં ઔદારિકાદિ શબ્દથી ઔદારિક-વૈક્રિય વગેરે પાંચેના બંધન નામ કર્મ માટે આ વ્યાખ્યા સમજી લેવી.
પંદર પેટા ભેદઃ- જેના અહીં માત્ર નામજ જણાવેલા છે. તેમજ ભાષ્ય કે તેની ટીકામાં તેનો ઉલ્લેખ જ નથી કર્યો તે ખ્યાલ રાખવો
(૧)ઔદારિક-ઔદારિકબંધન (૨)વૈક્રિય-વૈક્રિય બંધન
(૩)આહારક-આહારક બંધન (૪)તૈજસ-તૈજસ બંધન (૫)કાર્મણ-કાર્મણ બંધન
(૭)વૈક્રિય-તૈજસ બંધન (૯)ઔદારિક-કાર્યણ બંધન
(૬)ઔદારિક-તૈજસ બંધન (૮)આહારક-તૈજસ બંધન (૧૦)વૈક્રિય-કાર્મણ બંધન
અ. ૮/૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org