________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં પાંચ જ્ઞાનનો સામાન્ય બોધ જણાવેલ છે. વિસ્તારથી તેના ૫૧ કે તેથી પણ વધુ ભેદોનું વર્ણન પ્રથમ અધ્યાયમાં કર્યું છે.
આ પાંચેજ્ઞાનને આવરતા કર્મને લીધે જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદો સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં કહ્યા છે તે આ પ્રમાણે ?
૧- મતિજ્ઞાનાવરણ-મતિજ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે મતિજ્ઞાનવરણ કર્મ.
૪ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન દ્વારા જે જ્ઞાન થઈ શકે છે તે જ્ઞાન શકિતને રોકનારું કર્મ તે મતિજ્ઞાનાવરણ કર્મ.
૨- શ્રુતજ્ઞાનાવરણ- શ્રુતજ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતુ કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ.
# કોઇપણ દ્રવ્યને તેના ગુણ-પર્યાય વિશેષથી ઉપદેશ કે આદેશાત્મક શબ્દદ્વારા જાણવાની શકિતને ઢાંકનાર [-આવરક] કર્મતે શ્રુતજ્ઞાનાવરણ કર્મ.
૩-અવધિ જ્ઞાનાવરણ અવધિ જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે અવધિ જ્ઞાનાવરણ કર્મ.
$ આકર્મતોજગતનામસ્તરૂપીયાને વર્ણ-ગંધ-રેસ-સ્પર્શયુક્ત (પુદ્ગલ) સમસ્તદ્રવ્યોને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની આત્માની શકિતને આવરક કર્મછે માટે તે અવધિ જ્ઞાનાવરણ કર્મ
૪-મન:પર્યાય જ્ઞાનાવરણઃ- મન:પર્યાય જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું કર્મ તે મનઃપર્યાય જ્ઞાનાવરણ કર્મ
૪ આત્મામાં જેસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા આત્માનામનો દ્રવ્યોના મનનને પ્રત્યક્ષ ભાવે જાણવાની શકિત આવરેલી રહે છે. તેને મન:પર્યાય જ્ઞાનાવરણ કર્મ કહે છે.
પ- કેવળ જ્ઞાનાવરણ કર્મ- કેવળ જ્ઞાનનું આવરણ કરવાનો સ્વભાવ- પ્રકૃતિ ધરાવતું કર્મ તે કેવળ જ્ઞાનાવરણ કર્મ.
$ આ કર્મ દરેકે દરેક જીવ નિત્ય બાંધે છે. તેમજ તેનો ઉદય સર્વથા પ્રકારે સર્વે મોહયુક્ત જીવને અવશ્ય હોય છે. આ કર્મોના આવરણ થી આત્માની સમસ્ત દ્રવ્યોના સમસ્ત ત્રિકાલિક ગુણ પર્યાયને પ્રત્યક્ષ જાણવાની શકિત તે આવરેલી હોય છે. જયારે સર્વથા મોહનો ક્ષય કરનાર આત્માને કેવળજ્ઞાનાવરણ કર્મોના આવરણો સર્વથા દૂર કરવા વડે સાયિક ભાવે સર્વજ્ઞ-સર્વદર્શી પણું પ્રાપ્ત થાય છે.
* અનુવૃત્તિની સ્પષ્ટતાઃ
(૧)સર્વપ્રથમ વરણ કે જ્ઞાનાવર" શબ્દની સૂત્ર૮:૫થી અનુવૃત્તિઅહીં લેવામાં આવી છે. કેમ કે મત વગેરે શબ્દ સાથે તેને જોડવાથી જ મતિજ્ઞાનાવરણ વગેરે શબ્દો નિષ્પન્ન થશે
(૨)પર્વ શબ્દ ની સૂત્ર ૮:૬ થી અનુવૃત્તિ લેવી કેમ કે જ્ઞાનાવરણ આદિ કર્મોની ઉત્તર પ્રકૃતિ દર્શક સંખ્યા છે તેને લીધે પતિ ના પદનો અર્થ મત્યાદિ પાંચ જ્ઞાનનો એવો થશે
(૩) પૂર્વોકત ગ.૨.૨ ના સામર્થ્યથી મતિ-શ્રુત-મધ-મન:પર્યાય-ફેવન જ્ઞાનમ એ વાત સિધ્ધજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org