________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૬
૩૫ U [7]અભિનવટીક -આ પૂર્વેના સૂત્રઃ૫માં જ્ઞાનાવરણઆદિ જે આઠ કર્મપ્રકૃત્તિ ગણાવી તેની ઉત્તર પ્રવૃત્તિની સંખ્યાને જણાવવા માટે આ સૂત્ર રચના થયેલી છે. તે મુજબ -
૧) જ્ઞાનાવરણીય | -૫ ભેદો | ૫ | -આયુષ્ક -૪ ભેદો ર દર્શનાવરણ || -૯ ભેદો Tદ -નામ || -૪૨ ભેદો ૩| વેદનીય -૨ ભેદો | ૭. -ગોત્ર || -૨ ભેદો ૪ મોહનીય | - ૨૮ ભેદો | ૮ | -અંતરાય -૫ ભેદો
આ રીતે તત્વાર્થ સૂત્રકાર કલ-૯૭ ભેદોને જણાવે છે આ ભેદો કયા કયા અને કઈ રીતે છે? તેનું વર્ણન સૂત્રકાર પોતે જ હવે પછીના સૂત્રોમાં કરવાના છે.
અહીંજે આઠભેદો દર્શાવાયા છે તે અનન્તર એવા સૂત્ર ૫સાથે સંબંધ ધરાવતા હોવાથી પાંચમાં સૂત્રની અનુવૃત્તિ લીધી છે અને તે સંખ્યા મુજબના નામ નિર્દેશ સહ બધી પેટા પ્રકૃત્તિ નું વર્ણન સૂત્રકાર હવે પછીના સૂત્ર ૮:૭ થી ૮:૧૪ માં કરેલું છે.
આ રીતે મૂળ પ્રકૃત્તિ ભેદ ભલે આઠ હોય પણ ઉત્તર પ્રવૃત્તિ સહિતના ૯૭ ભેદો છે.
* ઉત્તર પ્રવૃત્તિના ૯૭ ભેદ વિષયક વિચારણા(૧) મૂળ કથન રૂપે અહીં ૯૭ ભેદજ કહેવાયા છે. (૨)નવતત્વ ગાથા--૩૮માં ઉત્તર પ્રવૃત્તિ ની સંખ્યા ૧૫૮ કહેલી છે
(૩) કર્મગ્રન્થ -પહેલો ગાથા-૩,નવતત્વ અને આ ગાથા બંને સંપૂર્ણ સમાન હોવાથી કર્મગ્રન્થકાર પણ ૧૫૮ ઉત્તર પ્રવૃત્તિ જ જણાવે છે
(૪)આ ૧૫૮ પ્રકૃત્તિને બંને ગ્રન્થોમાં સતા આશ્રિત પ્રવૃત્તિ કહેલી છે. બંધ આશ્રીત પ્રકૃત્તિ તો તેઓ પણ ૧૨૦જ ગણે છે અને ઉદય આશ્રીત પ્રકૃત્તિ ૧૨૨ ગણે છે.
(૫) આ મંતવ્ય ભેદમાં આ રીતે સમાધાન થઈ શકે છે-કે
# પહેલું તો એ કે કર્મગ્રન્થ ના જ વિવેચનોમાં નામકર્મના ૪૨-૪૭-૯૩ અને ૧૦૩ ભેદો કહ્યા છે.
# અહીં ૪૨ની સંખ્યા સ્વીકારીએ તો તત્વાર્થસૂત્ર અને કર્મગ્રન્થ માં કોઈ મંતવ્ય ભેદ દેખાશે નહીં
# જો ક૭ ની સંખ્યા સ્વીકારીએતો-૨૫ ઉત્તર પ્રવૃત્તિ વધી જશે ૯૩ની સંખ્યા સ્વીકારીએ તો ૫૧ ઉત્તર પ્રવૃત્તિ વધી જશે પણ આ બધા ભેદ વિષયક પ્રશ્નો નું સમાધાનસૂત્ર૮:૧૨ ના ભાષ્યમાં કરવાનું હોવાથી અહીં તેની વિસ્તૃત ચર્ચા કરી નથી
સારાંશ - (૧)તત્વાર્થ સૂત્રમાં મૂળ પ્રકૃત્તિ-૮ અને તેના ઉત્તરભેદો ૯૭ જ કહેવાયા છે. (૨) સંખ્યાવિયષક ભેદોનું મુખ્ય તફાવતી સૂત્ર નામ કર્મ વિષયક છે.
(૩)નામકર્મ અંગેના સૂત્ર ૮:૧૨ ના સ્વોપજ્ઞભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ એ અનેક ખુલાસા આપેલા છે. તદનુસાર કુલ ઉત્તર પ્રવૃત્તિ ૧૨૨ કે ૧૫૮ નહીં પણ અનેકવિધ છે તેવું સ્પષ્ટ થાય છે.
(૪)આ રીતે નવતત્વ,કર્માન્ય કે કર્મપ્રકૃત્તિ ગ્રન્થોને વળગી રહ્યા વિના ખુલ્લા મનથી, તત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org