________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૫
૩૩
(૩)અવ્યાબાધ સુખ - આત્માનો ત્રીજો ગુણ છે અનંત અવ્યાબાધ સુખ. આ ગુણથી આત્મા કોઈપણ વસ્તુની અપેક્ષા વિનાસ્વભાવિકસહજ સુખી જ હોય છે, છતાં આપણે દુઃખી છીએ અને યત્કિંચિત જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા થાય છે તેનું કારણ વેદનીય કર્મ છે. વેદનીય કર્મે આત્માના સ્વભાવિક સુખને ઢાંકી દીધું છે.
(૪)અનંત ચારિત્ર:- આત્માનો ચોથો ગુણ છે અનંત ચારિત્ર. જેને લીધે તે સ્વભાવ દશામાંજ રમણ કરે છે. પરભાવ દશામાં જતો નથી. પણ મોહનીય કર્મથી આ ગુણનો અભિભવ થઈ ગયો છે પરિણામે આત્મા ભૌતિક વસ્તુ પરત્વે રાગદ્વેષ વાળો થઈ પરભાવ દશામાં રમતો થઇ ગયો છે.
(૫) અક્ષયસ્થિતિઃ-આત્માનો પાંચમો ગુણ છે. આ ગુણના લીધે આત્માને જન્મ-જરામરણ આદિ કશું હોતું નથી પણ આયુષ્ય કર્મના કારણે અક્ષય ગુણ આવરાઈ જતાં તેને જન્મમરણ કરવા પડે છે.
(૬) અરૂપિપણું - આત્માના આ છઠ્ઠા ગુણને લીધે તેનેરૂપ નથી. રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી છતાં નામ કર્મને વશ થઈને આપણે શરીર ધારીથઈએ ત્યારે જાડા-પાતળા, કાળા-ધોળા માણસ-દેવ વગેરે વિકારોથીયુકત થઈએ છીએ આરીતે નામકર્મથી અરૂપીપણું ગુણ ઢંકાઈ જાત્ર છે.
(૭)અગરુલઘુતા:- સાતમો ગુણ તે અગરુલઘુતા. આગુણથી આત્મા નથી, ઉચ્ચ કે નથી નીચ. છતાં ઉચ્ચ કે નીચ કુળ-જાતિના વ્યવહાર જગતમાં દેખાય છે તેનું કારણ ગોત્ર કર્મ છે. આ ગોત્ર કર્મ થકી આત્માનો અગરુલઘુગુણ અવરાઈ જાય છે
(૮)અનનંત વીર્ય આત્માનો આઠમો ગુણ છે. આત્મા આ ગુણથી અતુલી બલિ છે પણ અંતરાય કર્મને લીધે તેની આ શકિત દબાઈ ગઈ છે. આ રીતે આઠ કર્મો આઠ ગુણ ને દબાવનારા છે.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ ગટ્ટHપાડીમો પUMાગો, તે નહી પIMવરબિન્ન दंसणावरणिज्जं वेदणिज्जं मोहणिज्जं आउयं नामं गोयं अंतराइयं
* પ્રજ્ઞા, ૫.૨૩,૩જૂ.૨૮૮ # તત્વાર્થ સંદર્ભ–પ્રકૃત્તિ બંધના આ જ્ઞાનાવરણ આદિ કર્મવિષયક સૂત્ર -આ અધ્યાયમાં ૭થી૧૪જોવા
- જ્ઞાનાવરણ આદિના ભેદોની સંખ્યા-સૂત્ર ૮: 0 અન્ય ગ્રનથ સંદર્ભઃ(૧)દવ્યલોકપ્રકાશ,સર્ગ૧૦ શ્લોક ૧૬૪,૧૪૮,૧૫૩. ૧૫૫,૧૫૮,૧૬૦,૧૬૫,૨૪૮ (૨)નવતત્વ પ્રકરણ - ગાથા ૩૮ મૂળ તથા વિવેચન (૩) કર્મ ગ્રન્થ પહેલો ગાથા ૩ મૂળ તથા વિવેચન
અ. ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org